Jamnagar: જામનગરમાં ફેસબુક હેક કરી ગુના આચરનાર આરોપીની સાયબર ક્રાઈમે કરી ધરપકડ, 35 લોકોના ફેસબુક એકાઉન્ટ કર્યા હેક
Jamnagar: જામનગરમાં ફેસબુક હેક કરી ગુના આચરનાર મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ અલગ અલગ જિલ્લામાં 35 જેટલા લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કર્યા છે. સાયબર અંગેનો ટેકનિકલ જાણકાર હોવાથી શોર્ટ કટમાં મહેનત વગર પૈસા કમાવાની લાલચે ગુનાના રવાડે ચડ્યો. આરોપી સામે અન્ય 7 ગુના પણ નોંધાયા હોવાનુ તપાસમાં સામે આવ્યુ.
Jamnagar: ફેસબુક એકાઉન્ટ હેક કરીને ગુના કરનાર મુખ્ય આરોપીને જામનગર સાયબર ક્રાઈમે પકડી પાડેલ. પોલીસની તપાસમાં ખુલ્યુ કે તેના સામે અન્ય 7 જેટલા ગુનાઓ નોંધાયેલ છે. પોલીસ આરોપીને પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઈન્ટરનેટનો વ્યાપ વધતા તેને લગતા ગુનાઓ પણ વધી રહ્યા છે. જેને પર રોક લગાવવા સાયબર ક્રાઈમ પોલીસની ટીમ કાર્યરત છે. જામનગરની સાયબર ક્રાઈમની ટીમે વધુ એક સફળતા મેળવી છે. સોશિયલ મીડીયાનો ઉપયોગ વધતા તેમાથી ગુનાઓ કરીને કમાણી કરનારાઓ સક્રિય થયા છે. ફેસબુકના એકાઉન્ટને હેક કરીને તેમાથી સંપર્ક મેળવીને ગુના આચરનાર સામે જામનગર સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ મળી હતી. જે ફરીયાદના આધારે પોલીસે ટેકનીકલ ટીમની મદદથી આરોપીને પકડી પાડેલ છે.
આરોપી અગાઉ પણ સાત ગુનાને આપી ચુક્યો છે અંજામ
પોલીસે આરોપીની પુછપરછ કરતા આરોપીએ અગાઉ પણ સાત જેટલાઓ ગુનાઓ કર્યા હોવાનુ ખુલ્યુ છે. રાજકોટ, મોરબી, જુનાગઢ સહીતના ગામમાં ગુનાઓ નોંધાયેલ છે. મુળ ખેડાના મેમદાબાદનો રહેવાસી 26 વર્ષીય યુવાન પ્રિતેશ પ્રજાપતિને સાયબર પોલીસે પકડી પાડ્યો છે. જે ફેસબુક પર મહિલાઓના એકાઉન્ટ પર ફોરગેટ પાસવર્ડ કરીને પાસવર્ડ રીસેટ કરવા ઓટીપી દ્રારા મેળવતા. તે પહેલા ઓટીપી હેક કરી લેતો અને બાદ તે એકાઉન્ટનો પાસવર્ડ આપવા માટે પૈસાની માંગણી કરતો.
35 લોકોના ફેસબુક એકાઉન્ટ કર્યા હેક
ફેસબુક એકાઉન્ટના સંપર્કમાં રહેલા લોકોને ગુજરાતીમાં મેસેજ કરીને પૈસાની માંગણી કરતો. આમ પૈસા કમાવવા પોતાની ટેકનીકલ સ્કીલનો ઉપયોગ કરતો. ગુનાઓ કરવા માટે અન્ય વ્યકિતના નામે સીમ કાર્ડ મેળવતો. એકાઉન્ટ હેક કરવા માટે ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ થોડા સમય બાદ ચાઈના બજારમાં વેચી તેના બદલામાં બીજો મોબાઈલ લેતો. બીજાના નામે લીધેલ સીમ રીચાર્જ પુર્ણ થયા બાદ ફેકી દેતો. તેણે અગાઉ અલગ-અલગ જીલ્લાના 35 જેટલા લોકોના ફેસબુક એકાઉન્ટ હેક કર્યા છે. સાયબર અંગેનો ટેકનીકલ જાણકાર હોવાથી અને ટુંકા સમયમાં મહેનત વગર પૈસા કમાવવાની લાલચે સાયબર ક્રાઈમને વ્યવસાય બનાવ્યો છે. જે લાંબા સમય બાદ જામનગર પોલીસને હાથ લાગતા પોલીસે તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસની અપીલ.
આ પણ વાંચો: Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન, વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
સોશિયલ મીડીયામાં કોઈનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા. ઓટીપી કોઈને પણ ના આપવા તેમજ કોઈ બ્લેકમેઈલ કરે કે પૈસાની માંગણી કરે તો સાયબર ક્રાઈમ પોલીસને ફરીયાદ કરવા પોલીસે અપીલ કરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો