Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન, વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન, વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 9:17 PM

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી(Narmada River)ના પૂરના પાણી ઓસર્યા બાદ વિનાશની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. ઘરવખરીએ અને દુકાનોના માલસામાનના નુકસાન બાદ ગ્રામજનો જયારે ખેતરોમાં પહોંચ્યા ત્યારે જે નજરે પડ્યું તે જોઈ તે ચોકી ઉઠ્યા હતા. હજારો હેકટર જમીન ઉપર ઉભો પાક નાશ પામ્યો છે.

ભરૂચ જિલ્લામાં નર્મદા નદી(Narmada River)ના પૂરના પાણી ઓસર્યા બાદ વિનાશની ભયાવહ તસ્વીર સામે આવી રહી છે. ઘરવખરીએ અને દુકાનોના માલસામાનના નુકસાન બાદ ગ્રામજનો જયારે ખેતરોમાં પહોંચ્યા ત્યારે જે નજરે પડ્યું તે જોઈ તે ચોકી ઉઠ્યા હતા. હજારો હેકટર જમીન ઉપર ઉભો પાક નાશ પામ્યો છે. ખેડૂતોને રાતાપાણીએ રડવાઓ વારો આવ્યો છે.

ઉભો પાક નાશ પામ્યો

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા ગામમાં કપાસનું વાવેતર કરનાર હિતેષભાઇ પટેલ ઓક્ટોબર મહિનાના પહેલા પખવાડિયામાં લણણી કરી જોરદાર આવક મેળવવાની ગણતરી માંડી હતા. 17 સપ્ટેમ્બરની રાતે આવેલા ઘોડાપૂરે ખેતી સાથે ખેડૂતોના સપનાઓ ઉપર પણ પાણી ફેરવી દીધું છે.

આજ પ્રકારની સ્થિતિ ખેડૂત પ્રફુલભાઇ પટેલની છે. કેળની ખેતી કરનાર ખેડૂત પાણી ઉતર્યા બાદ સીમમાં પહોંચ્યા ત્યારે કેળ ધરાશાયી થયા હતા. પાક મેળવવાના સ્થાને કચરામાં પરિવર્તિત થયેલા કેળના થડને બહાર કઢવાનો ખર્ચ કઢવો પડશે.

આ પણ વાંચો : Gujarati Video: ભરૂચમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા નેતા બન્યા રોષનો ભોગ, કુંવરજી હળપતિનો સ્થાનિકોએ લઈ લીધો ઉધડો

સરકાર દ્વારા શનિવારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરવામાં  આવી છે. ખેડૂતો માટે આ રાહતના સમાચાર માનવામાં આવે છે જોકે ખેડૂત આ મામલે કાર્યવાહી ઝડપી થાય તેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂત ટીનાભાઈ પટેલે જણાવ્યું હતું કે સર્વેની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી ટૂંકા સમયગાળામાં વળતર આપવામાં આવે તે જરૂરી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 23, 2023 09:16 PM
g clip-path="url(#clip0_868_265)">