Gujarat Video: સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ, ખેડૂતોનો મહામૂલો પાક ધોવાતા બન્યા પાયમાલ

Narmada: નર્મદા નદીમાં ડેમનું પાણી છોડ્યા બાદ આવેલા પૂરથી કાંઠા વિસ્તારના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અચાનક છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ત્રણેય જિલ્લાના નદીકાંઠાના ગામોના ખેતરોમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:07 PM

Narmada: સરદાર સરોવરમાંથી અચાનક છોડાયેલા પાણીના કારણે ત્રણ જિલ્લામાં સ્થિતિ બદતર થઈ ગઈ. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા અને ખેતર જળમગ્ન થઈ ગયા. ત્રણેય જિલ્લાના નદી કાંઠાના ગામોના ખેતરના પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. જે ખેડૂત વરસાદની મિટ માંડી રાહ જોઈ રહ્યો હતો તે અતિ પાણીના કારણે પાયમાલ થઈ ગયો. અંતરિયાળ કોઈ પણ ગામની મુલાકાત લઈએ તો ત્યાંથી એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો કે બસ હવે સરકાર સહાય કરે. આ બધા વચ્ચે રાજનીતિ પર ચરમ પર પહોંચી.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીના ઉત્તરવહી કાંડના બંને માસ્ટર માઈન્ડની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ, પૂછપરછમાં સામે આવ્યા ચોંકાવનારા તથ્યો

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે આ માનવસર્જિત છે તો સરકારે કહ્યું વાદળ ફાટવાના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. આરોપ પ્રતિઆરોપના આ દોર વચ્ચે સરકારે એક એવો નિર્ણય લીધો જેના કારણે મોટાભાગના ખેડૂતોને રાહત થઈ હશે. જી હા સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. જોકે આ રાહત પેકેજ પર કેટલાક ખેડૂતો અને ખાસ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">