AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: પોસ્ટ વિભાગનો છબરડો, જીવિત વ્યક્તિને બતાવ્યો મૃત

જે વ્યકિત જીવિત હોવા છતા એડીમાં વ્યકિત ગુજરી ગયાની નોંધ કરીને ત્રણ નોટીસ પરત કરી હતી. જે નોટીસ બાદ વ્યકિત જીવિત હોવા છતા બેદરકારીથી નોટીસ ના આપીને પરત કરતા પોસ્ટ વિભાગને વકીલે ફરીયાદ કરી છે.

Jamnagar: પોસ્ટ વિભાગનો છબરડો, જીવિત વ્યક્તિને બતાવ્યો મૃત
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 17, 2023 | 11:55 PM
Share

જામનગર પોસ્ટ વિભાગ દ્વારા પત્રને મોડા મોકલવાની અનેક ફરીયાદ આવી છે. પરંતુ જે વ્યકિત જીવતો હોય તેના પત્રને મરણ થયેલ વ્યકિત દર્શાવીને ના મોકલતા હોય તેવુ બન્યું છે, જામનગરની પોસ્ટ ઓફિસમાં જામનગરના વકીલે જામનગરથી ખીજડીયામાં રજીસ્ટર એડીની ત્રણ નોટીસ પોસ્ટ દ્વારા મોકલેલી હતી.

આ પણ વાચો: Jamnagar : શહેરમાં મહાનગર પાલિકા દ્વારા ઈમારતોનું કરાયું સર્વે, 129 જર્જરિત ઈમારત માલિકોને આપી નોટિસ

પરંતુ પોસ્ટ વિભાગે નોટીસ વ્યકિતને આપવાના બદલે પરત કરી હતી. જે વ્યકિત જીવિત હોવા છતા એડીમાં વ્યકિત ગુજરી ગયાની નોંધ કરીને ત્રણ નોટીસ પરત કરી હતી. જે નોટીસ બાદ વ્યકિત જીવિત હોવા છતા બેદરકારીથી નોટીસ ના આપીને પરત કરતા પોસ્ટ વિભાગને વકીલે ફરીયાદ કરી છે.

વકીલે આ મામલે પોસ્ટ વિભાગને ફરીયાદ કરી છે

જામનગરના ખીજડીયામાં એક વ્યકિતને ચેક રીટર્ન બાબતે નોટીસ વકીલે મોકલી છે. પરંતુ રજીસ્ટર એડીથી મોકલેલ ત્રણ નોટીસ મનન મોડીયાલ આપવાને બદલે વકીલને પરત આવી છે. જેમાં પોસ્ટ વિભાગે પરત કરવાનું કારણ કવર પર લખ્યુ કે વ્યકિત ગુજરી ગયેલ છે. વકીલ આ મામલે પોસ્ટ વિભાગને ફરીયાદ કરી છે. જેને નોટીસ આપી છે, તે વ્યકિત જીવિત છે, પોસ્ટ વિભાગના કર્મચારીએ ઈરાદાપુર્વક નોટીસ ના આપી હોવાની ફરિયાદ કરી છે. તેની સામે પગલા લેવા માંગ કરી છે.

જીવિત હોય તો કવર ના આપીને પરત મોકલી આપેલી હતી

વકીલ બીન્દુલ શેઠના ત્રણ અલગ-અલગ અસીલ દ્વારા ચેક રીટર્ન મામલે ત્રણ નોટીસ એક વ્યકિતને મોકલેલી હતી. જે ખીજડીયામાં રહેતા હતા, તેમનું સરનામુ તેમજ સંપર્ક નંબર આપ્યા હોવા છતા તે નોટીસ પોસ્ટ વિભાગ મોકલનાર વકીલને પરત કરે છે. જેમાં આ નોટીસ જેના નામે છે તે ગુજરી ગયા હોવાનું કારણ દર્શાવીને પરત આપવામાં આવી છે. જો કે નોટીસ લેનાર જીવિત હોય તો કવર ના આપીને પરત મોકલી આપેલી હતી. જે મામલે વકીલે પોસ્ટ વિભાગને લેખીત ફરીયાદ કરી છે. જેમાં ફરજમાં બેદરકારી રાખી ફરજ પ્રત્યે વફાદાર ન રહીને ખોટો શેરો કરીને નોટીસ બજવણી કરવામાં ઉપેક્ષા દાખવી ખોટી રીતે નોટીસ પરત કરેલ, જે પોસ્ટમેન સામે ધોરણસર ખાતાકીય તપાસ કરીને શિકાત્મક પગલા લેવા ફરીયાદ કરી છે.

સમગ્ર મામલે પોસ્ટ વિભાગને વકીલે ફરીયાદ કરતા, પોસ્ટ વિભાગ દ્રારા સમગ્ર મામલે તપાસની ખાતરી આપી છે. સાથે ફરીયાદમાં તથ્ય સામે આવશે તો જવાબદાર સામે નિમયોનુસાર કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">