Jamnagar: જમીન રીસર્વેનો પાયલોટ પ્રોજેકટ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન, જિલ્લામાં અડધા લાખથી વધુ વાંધા અરજી

જમીનની માંપણી માટે રીસર્વેની કામગીરી રાજયભરમાં થઈ રહી છે, આ કામગીરી યોગ્ય રીતે ના થતા વ્યાપક ફરીયાદો ઉઠી છે અને જમીન પ્રમોલગેશન રદ કરવા માટે ખેડૂતો, સંરપચો, ખેડૂત, સંગઠનો, કોંગ્રેસ અને શાસક પક્ષના નેતાઓએ પણ રજૂઆતો કરી છે.

Jamnagar:  જમીન રીસર્વેનો પાયલોટ પ્રોજેકટ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન, જિલ્લામાં અડધા લાખથી વધુ વાંધા અરજી
Jamnagar: Pilot project of land reserve is a headache for farmers, more than half a lakh objections have been filed in the district
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:46 AM

લગભગ 100 વર્ષ બાદ પ્રથમ વખત રાજયમાં જમીન (land) ની માંપણી માટે રીસર્વે (reserve) ની કામગીરી રાજયભરમાં થઈ છે. જે માટે જામનગર (Jamnagar) માં પાયલોટ પ્રોજેકટ (Pilot project) તરીકેની કામગીરી 2009થી શરૂ કરવામાં આવી છે. પરંતુ આ કામગીરી યોગ્ય રીતે ના થતા વ્યાપક ફરીયાદો ઉઠી છે અને જમીન પ્રમોલગેશન રદ કરવા માટે ખેડૂતો, સંરપચો, ખેડૂત, સંગઠનો, કોંગ્રેસ અને શાસક પક્ષના નેતાઓએ પણ રજૂઆતો કરી છે.

કારણે ખેડૂતો (farmers) દ્વારા આ માટે પોતાની જમીન માટે વાંધા અરજી આપવામાં આવી છે. જેમાં માટે ખેડુતો સરકારી કચેરીના આટાફેરા કરવા માટે મજબુર બન્યા છે. સરકાર દ્વારા કરવામાં આવેલી રીસર્વેની કામગીરી અનેક ભુલભરેલી, ખામીવારી અને ક્ષતિવારી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. ત્યારે રીસર્વે બાદ જમીનના માલિકો મંઝુવણમાં મુકાયા છે. અને પોતાની મુળ જમીન મેળવવા સરકાર દફતરોમાં દોડધામ કરી રહ્યા છે.

પાયલોટ પ્રોજેકટમાં વ્યાપક ગોળાટા

સરકારી યોજનાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે. પરંતુ જમીન રીસર્વે અને પ્રમોગ્રેશનની પ્રક્રિયા થતા ખેડુતોની મુશકેલી વધી છે. 2009થી જમીન રીસર્વેની કામગીરી જીલ્લામાં શરૂ કરવામાં આવી હતી. બાદ પ્રમોગ્રેશન કરવામાં આવ્યુ. આ માટે ખાનગી એજન્સીને કરોડો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જે પાયલોટ પ્રોજેકટ તરીકે જામનગરની પસંદગી થઈ હતી. જેમાં અનેક ગોળાટાઓ સામે આવ્યા બાદ કે અન્ય જીલ્લામાં આ કામગીરી કરવામાં આવી હતી. આ રીતે અનેક જીલ્લાના ખેડૂતો પરેશાન થાય છે. સરકારી એજન્સીની ભુલના કારણે ખેડૂતોએ પોતાના કબજામાં રહેલી પોતાની માલિકીની જમીનનો સરકારી રેકોર્ડ પરથી માલિકી હક ગુમાવી ચુક્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ખેડૂતો 7-12ના દાખલા કઢાવે ત્યારે જમીન રીસર્વેના ગોટાળા માલુમ પડે છે

સર્વેની કામગીરી બાદ પર્મોગ્રેશન અમલી થતા વ્યાપક ફરીયાદો ઉઠી છે. અગાઉ જે ખાતેદારોની જમીન હતી તેમાં વધઘટ જોવા મળે છે. જયારે લોકો કામગીરી માટે 7-12ના દાખલા કાઢે તો માલુમ પડે છે અને પોતાની મુળ જમીનનો ઉલ્લેખ નથી. કે ઓછી કે અન્ય કોઈ ભુલ કે ખામી છે. કોઈને જમીન ઓછી તો એક માલિકની બે સર્વે નંબર આપવામાં આવ્યા છે. તો કોઈને અન્ય જગ્યાએ જમીન દર્શવવામાં આવ્યા છે. જેના કારણે જમીન માલિકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના ખાતેદારો વારંવાર જીલ્લા મથકની કચેરીએ ધકકા ખાઈને પોતાની જમીન કોયડો ઉકેલવા માટે મથામણ કરે છે. ખેડૂતોને જમીન વેચાણ કરવી હોય તો મુશ્કેલી થાય છે. વર્ષોથી કચેરીમાં વાંધાઓ ધુળ ખાય છે. વાંધા અરજીનો નિકાલ ના આવતા ખેડૂતો પોતાની માલિકીની જમીન વેચાણ કરી શકતો નથી.

જીલ્લામાં 50432 જેટલી વાંધા અરજીઓ આવી

જીલ્લામાં 50432 જેટલી વાંધા અરજીઓ આવી છે. જે 2014થી હાલ સુધીમાં તેમાંથી 37509 જેટલી અરજીનો સરકારી રેકોર્ડ પર નિકાલ થયુ હોવાનુ દર્શાવ્યુ છે. જયારે હજુ પણ 12923 જેટલી અરજીઓ નિકાલ થયેલ નથી. ખેડૂતોને પોતાની જમીન અંગે થયેલા ગોટાળાની જાણ થયા બાદ ફરીયાદ કરી રહ્યા છે. દિવસે-દિવસે ફરીયાદો વધી રહી છે. પરંતુ નિકાલની પ્રક્રિયા ધીમી ચાલે છે.

સ્ટાફની અછતના કારણે વાંધા અરજીનો નિકાલની કામગીરી ધીમી..

જમીન રીસર્વેની કામગીરી 3 થી 4 વર્ષમાં પુર્ણ થઈ. પરંતુ તે પૈકી આવેલી ફરીયાદીનો નિકાલ સાત વર્ષ સુધી થયેલ નથી. જેનુ અનેક કારણોમાં એક કારણે રીસર્વેની કામગીરી યોગ્ય રીતે ના થતા મોટાભાગની ભુલભરેલી છે. જે વાસ્તવમાં જમીન પર આવીને કરવામાં આવેલ નથી. તેમજ તેના નિકાલ પણ લેન્ડ રેકોર્ડની કચેરીમાં પુરતો સ્ટાફ ના હોવાથી અરજીનો નિકાલની કામગીરીમાં વિલંબ થાય છે. જેના કારણે ખેડૂતોને મુશકેલી થાય છે.

સર્વેયરની સંખ્યા પણ પુરતી નથી

સ્ટાફના મુખ્ય અધિકારી સુપ્રિન્ટેન્ડેન્ટ પાસે રાજકોટ, મોરબી, અને જામનગર ત્રણ જીલ્લાનો ચાર્જ છે. જે ફીલ્ડમાં કામગીરી કરવા માટે સર્વેયરની સંખ્યા પણ પુરતી નથી. જેમાં 30 સર્વેયર પૈકી 8 જેટલી જગ્યા લાંબા સમયથી ખાલી છે. તેમજ લેન્ડ રેકોડની કચેરીમાં જમીન રીસર્વેની વાંધા અરજીનો નિકાલની કામગીરી થાય તો અન્ય કામગીરીમાં વિલંબ થતો હોય છે.

કામ કરનાર એજન્સીની ભુલ રાજ્યના ખેડૂતો ભોગવી રહ્યા છે.

કરે કોઈ ભરે કોઈ, તેવી સ્થિતી જામનગર જીલ્લાના ખેડૂતોની જોવા મળી રહી છે. સરકારે કરોડો રૂપિયા ખર્ચેને લેન્ડ રેકોર્ડને અપડેટ કરવાના પ્રયાસો શરૂ કર્યા. પરંતુ એજન્સીની અણઆવડત કે બેદરકારીના કારણે સ્થાનિકોએ જમીન રેકોર્ડમાં ખામીઓ જોવા મળી રહી છે. હાલ તો સ્થાનિકો ફરીયાદ કરીને સરકારી કચેરીમાં ચકકર કાપે છે.

આ પણ વાંચોઃ દુબઇ ટેકસમાસના 700 થી વધુ સભ્યો ચેમ્બરના એક્ષ્પોની મુલાકાત લેશે, એકઝીબીટર્સને વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના

આ પણ વાંચોઃ નવા પ્રધાનો અને નવા એજન્ડા સાથે રજૂ થશે વિધાનસભામાં બજેટ, 2.50 લાખ કરોડ આસપાસનું બજેટ રહેવાની ધારણા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">