દુબઇ ટેકસમાસના 700 થી વધુ સભ્યો ચેમ્બરના એક્ષ્પોની મુલાકાત લેશે, એકઝીબીટર્સને વિશ્વવ્યાપી માર્કેટ મળી રહેવાની સંભાવના
ઉદ્યોગકારો માટે સમગ્ર વિશ્વના બાયર્સ સુધી પહોંચવા માટેની સુવર્ણ તક ઉભી થઈ છે તેમ જણાવી તેઓને એક્ષ્પોમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે હાલ જ્યારે કાપડ ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારે થતાં એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રી માટે બુસ્ટર ડોઝ જેવા સાબિત થશે.
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ( SGCCI ) દ્વારા સૌપ્રથમ વખત દુબઈ ખાતે તા . 11 થી 13 માર્ચ દરમિયાન ઈન્ડિયન ટેક્સ્ટાઈલ એક્સપોનું (Expo) આયોજન કરવામાં આવ્યું છે . આ મુદ્દે દુબઈના (Dubai )ટેક્સ્ટાઈલ ટ્રેડર્સના એસોસિયેશન ટેક્સ્ટાઈલ મર્ચન્ટ્સ ગ્રૂપ સાથે ચેમ્બરના આગેવાનોએ મિટિંગ કરી હતી .
જેમાં ટેક્સમાસના 700 થી વધુ સભ્યો આ એક્ઝિબિશનમાં એક્ઝિબિટર્સ સાથે મિટિંગ કરીને વેપાર આગળ વધારે તેવી તૈયારી બતાવી રહ્યા છે . હાલમાં થોડા સમય પહેલા જ યુએઈ અને ભારત વચ્ચે એફટીએ ( ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત ) સીઈપીએ ( કોમ્પિંહેન્શન ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ ) કર્યો છે . જેનો સીધો લાભ એમએમએફ ( મેન મેઈડ ફેબિક્સ ) ઉત્પાદકોને થાય અને ભારત સહિત સુરતથી પણ એમએમએફનો એક્સપોર્ટ વધે તેવી આશા વ્યક્ત થઈ ચૂકી છે .
ત્યારે સૌપ્રથમ વખત ચેમ્બર દ્વારા વૈશ્વિક કક્ષાનો કાપડનો એક્ઝિબિશન દુબઈમાં કરવામાં આવી રહ્યો છે . આ એક્ઝિબિશન થકી સુરતના ઉદ્યોગકારો માટે વિશ્વના અન્ય બજારોમાં કાપડ એક્સપોર્ટની નવી તકો ખૂલે તે માટે ચેમ્બરના આગેવાનો દ્વારા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે .
તેના ભાગરૂપે ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા દુબઈનાટેક્સમાસ એસોસિયેશનના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી હતી . ટેક્સમાસ એ દુબઈના ટેક્સ્ટાઈલ ટ્રેડર્સ દ્વારા બનાવવામાં આવેલી એપેક્સ બોડી છે . તેના સભ્યો વિશ્વના 90 દેશોમાં એક્સપોર્ટ કરે છે . આ સંસ્થાના 700 થી વધુ સભ્યો દ્વારા ચેમ્બરના એક્ઝિબિશનમાં આવીને ભાગ લેનારા એક્ઝિબિટર્સ સાથે મિટિંગ કરવા માટેની તૈયારી બતાવવામાં આવી છે .
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે દુબઈની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઈથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઈલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઈ ખાતે ‘ઈન્ડીયન ટેક્ષટાઈલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે.
ઉદ્યોગકારો માટે સમગ્ર વિશ્વના બાયર્સ સુધી પહોંચવા માટેની સુવર્ણ તક ઉભી થઈ છે તેમ જણાવી તેઓને એક્ષ્પોમાં ભાગ લેવાનો અનુરોધ કર્યો હતો. નોંધનીય છે કે હાલ જ્યારે કાપડ ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે આ પ્રકારે થતાં એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રી માટે બુસ્ટર ડોઝ જેવા સાબિત થશે.
આ પણ વાંચો :