AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શહેરમાં સેવાકીય સંસ્થાએ આપી 100થી વધારે મહિલાઓને રોજગારી મેળવવાની તાલીમ

મહિલાઓને પોતાના અનુકુળત સમયે કામ કરીને રોજગારી મેળવી શકે તેવા હેતુ સેવાકીય સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરતની રોટરી કલબ સંસ્થા દ્વારા જામનગરની રોટરી કબલ અને રોટરી રોયલ ગ્રુપ દ્વારા મહિલાને મોતીના તોરણ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી છે.

Jamnagar: શહેરમાં સેવાકીય સંસ્થાએ આપી 100થી વધારે મહિલાઓને રોજગારી મેળવવાની તાલીમ
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 10, 2023 | 8:52 AM
Share

Jamnagar : મહિલાઓને પોતાના અનુકુળત સમયે કામ કરીને રોજગારી મેળવી શકે તેવા હેતુ સેવાકીય સંસ્થા દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરતની રોટરી કલબ સંસ્થા દ્વારા જામનગરની રોટરી કબલ અને રોટરી રોયલ ગ્રુપ દ્વારા મહિલાને મોતીના તોરણ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Jamnagar: જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો, દૈનિક 500થી વધુ શરદી અને ઉધરસના કેસ નોંધાયા, જુઓ Video

મહિલાઓને તાલીમ આપી તોરણ બનાવવા માટે મહિલાઓને કોઈ પણ રોકાણ વગર જરૂરી વસ્તુઓ આપીને તોરણ બનાવવા માટેનું કામ પણ આપવામાં આવ્યુ છે. જેમાં 100 મહિલાઓને તાલીમ આપવામાં આવી.

જામનગર શહેરના રામેશ્વરનગર, ગોકુલનગર, ગુલાબનગર સહીતના વિસ્તારની ગૃહણીઓ રોજગારી મળી રહે તે માટે તોરણ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. મહિલાઓને મળીને તેમને તાલીમ, રોજગારી આપવામાં આવે તે માટે પ્રયાસ કર્યો. 5 નિષ્ણાતોની ટીમ દ્વારા 100 મહિલાઓને 3 કલાકની તાલીમ આપીને તોરણ બનાવતા શીખવાડી રંગબેરંગી નાના-મોટા મોતી અને જરૂરી વસ્તુઓ આપીને રોજગારી આપવામાં આવી છે.

5 નિષ્ણાતોની ટીમ દ્વારા આપવામાં આવે છે તાલીમ

નવરાશ કે અનુકુળ સમયે ગૃહણીઓ ઘરે બેઠા-બેઠા તોરણ બનાવીને પૈસા કમાઈ શકે તે માટે સંસ્થાએ પહેલ કરી. મહિલાઓને માસિક 7 થી 10 હજાર રૂપિયાની આવક મેળવી શકે છે. અંદાજે 1 કિલો મોતીના તોરણ બનાવવા માટે રુપિયા 1400 સંસ્થા દ્વારા ચુકવામાં આવે છે. કામ પુર્ણ થતા તોરણ બનાવીને આપતાની સાથે મહિલાઓને તેમનું વળતર આપવામા આવે છે. ઓર્ડર બાદ તૈયાર થયેલા તોરણને વેચાણ પણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રોજેકટ ચેરમેન શિતલબેન પટેલે મહિલા અગ્રણીઓ તેમજ જ્ઞાતિના મહિલા મંડળોનો સંપર્ક કરીને 100 મહિલાઓના રજીસ્ટ્રેશન કરાવ્યા. મહિલાઓને અત્મવિશ્વાસ કેળવાય, પોતાના અનુકુળ સમયે કામ કરીને રોજગારી મેળવી શકે તેવા પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે.

સુરતની સંસ્થા દ્વારા આ પ્રકારનો પ્રોજેકટ રાજયભરના વિવિધ શહેરમાં શરૂ કર્યો છે. ડાંગમાં 200 જેટલી મહિલાઓને રોજગારી આપવામાં આવી છે. જેમાં અમરેલી 50 મહિલાઓ તાલીમ સાથે રોજગારી આપવામાં આવી છે. બે પ્રોજેકટની સફળતા બાદ જામનગરમાં 100 મહિલાઓને તાલીમ અને રોજગારી આપવામાં આવી. હાલ સુધીમાં ત્રણ જિલ્લામાં 350 મહિલાઓને તાલીમ અને રોજગારી આપવામાં આવી છે. રાજયભરમાં કુલ 1000 મહિલાઓને રોજગારી મળે તે માટેનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યુ છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">