AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: જામનગરમાં કોર્પોરેટરના બનાવટી આવકના દાખલાનું કૌભાંડ આવ્યુ સામે, 2 લોકો પાસેથી 3 કોર્પોરેટરના મળ્યા ડમી દાખલા

Jamnagar: જામનગરમાં કોર્પોરેટરના બનાવટી આવકના દાખલાનું કૌભાંડ આવ્યુ સામે, 2 લોકો પાસેથી 3 કોર્પોરેટરના મળ્યા ડમી દાખલા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 10:07 PM
Share

Jamnagar: જામનગરમાં કોર્પોરેટરના ડમી આવકના દાખલાનું કૌભાંડ ઝડપાયુ છે. જિલ્લા સેવાસદન બહાર કોર્પોરેટરના ડમી દાખલા પકડાયા છે. 2 લોકો પાસેથી 3 કોર્પોરેટરના ડમી દાખલા મળી આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ડમી દાખલા ઝડપાતા 500થી 200 રૂપિયામાં ડમી દાખલા વેચતા હોવાનું સામે આવ્યુ છે.

Jamnagar:  જો કોઈ આવકનો દાખલો 50થી 200 રૂપિયામાં કાઢી આપે તો ધ્યાન રાખજો. નહીંતર તમારી પાસે આવી શકે છે ડમી આવકના દાખલા. જામનગરમાં ગરીબોના હક છીનવતું આવકના દાખલાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જિલ્લા સેવાસદનની બહાર કોર્પોરેટરના ડમી દાખલા પકડાતા તંત્ર દોડતું થઈ ગયું છે.

બે લોકો પાસેથી ત્રણ કોર્પોરેટરના ખોટી સહી અને સિક્કા સાથેના ડમી દાખલા મળી આવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના ડમી દાખલા ઝડપાતા બંને પક્ષના કોર્પોરેટરોએ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. સરકારી કચેરીની બહાર 50થી 200 રૂપિયામાં ડમી દાખલા વેચતા હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: જામનગર મહાનગરપાલિકા ઈન્ચાર્જ પાલિકા બની, 55 ટકા જગ્યા ખાલી, સ્ટાફના અભાવે વિલંબમાં પડ્યા લોકોના કામ

સમગ્ર મામલે ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ખોટી સહી અને સિક્કા સાથેના દાખલા મળી આવ્યા છે. સરકારી કચેરીની બહાર દલાલો કરતા ડમી સિક્કા મળ્યા હતા.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 04, 2023 10:07 PM
g clip-path="url(#clip0_868_265)">