Jamnagar : લોક-જાગૃતિ માટે સાયકલો-ફનનું કરવામાં આવ્યુ આયોજન, 1200 લોકોએ સાયકલ સવારીની મજા માણી
Jamnagar News : સાયકલો-ફન-2023માં જામનગર, રાજકોટ, અમદાવાદ, પુના સહીતના શહેરમાં લોકોએ ભાગ લીધો. જેમાં 5 વર્ષના બાળકથી 65 વર્ષના વૃધ્ધ સુધીના લોકોએ સાયકલ ચલાવવાની મજા માણી હતી.
જામનગરમાં આજે 1200 જેટલા લોકો એક સાથે સાયકલો-ફનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો. રોટરી કલબ ઓફ છોટી કાશી દ્વારા પ્રથમ વખત લોક-જાગૃતિ માટે આ મેગા ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાયકલો-ફન-2023માં જામનગર, રાજકોટ, અમદાવાદ, પુના સહીતના શહેરમાં લોકોએ ભાગ લીધો. જેમાં 5 વર્ષના બાળકથી 65 વર્ષના વૃધ્ધ સુધીના લોકોએ સાયકલ ચલાવવાની મજા માણી હતી. રોટરી કલબ ઓફ છોટે કાશી દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થયના સંદેશા સાથે લોકજાગૃતિના હેતુથી સાયકલો-ફન 2023નુ આયોજન કર્યુ છે.
5 કેટરગીમાં સ્પર્ધકો જોડાયા
આ સાયકલો-ફનમાં 5 કેટરગીમાં સ્પર્ધકો જોડાયા હતા. 5 કીમી, 10 કીમી, 25 કીમી, 50 કીમી, અને 100 કીમી એમ અલગ-અલગ પાંચ કેટગરીમાં સાયકલો-ફનમાં કુલ 1200 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો. જેમાં કમિશ્નર, કલેકટર, એસપી સહીતના અધિકારીઓએ ભાગ સાયકલની રાઈડની મજા માણી.
સાથે એરફોર્સ, નેવી, આર્મીના 200 જેટલા જવાનો, આસપાસના ગ્રામ્ય વિસ્તારના આશરે 150 જેટલા લોકો, શાળા-કોલેજના 300 જેટલા વિધાર્થીઓ અને બાળકો, યુવાનો, વૃધ્ધો કુલ 1200 લોકો સાયકલો-ફનમાં જોડાયા હતા. કોઈ હરીફાઈ નહી,પરંતુ ફીટનેશ, પ્રદુષણ મુકત પર્યાવરણના સંદેશની મુદે લોકજાગૃતિના હેતુથી આયોજન કરવામાં આવ્યુ.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ
સાયકલો-ફનમાં ભાગ લેવા માટે 20 દિવસ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ. જેમાં 50 રૂપિયાથી 250 રૂપિયાની રજીસ્ટ્રેશન ફી લેવામાં આવી. જેમાં 5 કેટેગરીમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. શહેરના ઓશવાળ સેન્ટરથી સ્પર્ધાને શરૂ કરવામાં આવી હતી. જેમા ઓશવાળ સેન્ટરથી શરૂ સેકશન થઈને બેડી ઓવરબ્રીજ સુધી, બેડીથી વાલસુરા રોડ સુધી, સેકશનથી બેડી, વાલસુરા, રોઝી બંદરથી પરત આવવાનુ, તો ત્રણ કેટેગરી માટે બેડી, વાલસુરા, રોઝી તરફનો એક રૂટ રાખવામાં આવ્યો હતો.
બીજો 100 કીમી માટે ટાઉનહોલથી પસાર થઈને જામનગર-રાજકોટ હાઈવે પર લૈયારા સુધી જઈને પરત આવવાનો રૂટ રાખવામાં આવ્યો હતો. તો 50 કીમી માટે આ રૂટને રામ સુધી કરીને પરત આવવાનો રાખવમાં આવ્યો હતો.
ભાગ લેનાર વચ્ચે કોઇ સ્પર્ધા નહીં
સાયકલો-ફનમાં ભાગ લેનાર તેના રૂટને પૂર્ણ કરનાર તમામને વિજેતા ગણવામાં આવ્યા. આ તમામ વચ્ચે કોઈ સ્પર્ધા ન હતી. માત્ર લોકજાગૃતિ અને નવી પેઢી સાયકલ તરફ વળે તે માટેના પ્રયાસના માટે આયોજન કરવામાં આવ્યુ હતુ. ભાગ લેનારને સંસ્થા તરફથી ટીશર્ટ, હાઈડ્રેશન કીટ, કુપન આપવામાં આવ્યા. તેમજ રૂટ પુર્ણ કરનારને મેડલ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.
સંસ્થાના 35 સભ્યો મળીને કુલ 50 સ્વયંસેવકોની ટીમ દ્વારા સતત એક માસ સુધી રાત-દિવસ કામ કર્યુ. સંસ્થાના પ્રમુખ અલ્પેશ ઉપાધ્યાયે જણાવ્યુ કે, સાયકલો-ફનમાં જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મદદ મળી. ભાગ લેનાર તમામ પણ સેફટી માટે અગાઉથી જ સુચનો કરવામાં આવ્યા હતા. 1200 પૈકી 5 લકી સ્પર્ધકોને સાયકલ ભેટમાં આપવામાં આવી.