AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: વરસાદ બાદ જાહેર સ્થળોએ ઠેક ઠેકાણે પાણી ભરાયેલા રહેતા રોગચાળો જવાની ભીતિ, સ્થાનિકો દ્વારા સફાઈ ન થતી હોવાની રાવ

Jamnagar: વરસાદ બાદ જાહેર સ્થળોએ ઠેકઠેકાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આ વરસાદી પાણીને કારણે હાલ રોગચાળો થવાની ભીતિ સેવાઈ રહી છે. કેટલાક જાહેર સ્થળો પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.

Jamnagar: વરસાદ બાદ જાહેર સ્થળોએ ઠેક ઠેકાણે પાણી ભરાયેલા રહેતા રોગચાળો જવાની ભીતિ, સ્થાનિકો દ્વારા સફાઈ ન થતી હોવાની રાવ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 10:52 PM
Share

Jamnagar: જામનગરમાં વરસાદના વિરામ બાદ પણ લોકોની સમસ્યા ઓછું થવાનું નામ નથી લઇ રહી. વરસાદે વિરામ લેતા ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા છે. પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં જાહેર સ્થળો પર વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઇ રોગચાળો ફેલાવાની ભીતિ છે. ગુલાબનગર નજીક આવેલી અનેક સોસાયટીમાં ખુલ્લામાં વરસાદી પાણી હજી પણ ભરાયેલા છે. જેને કારણે લોકોને રોગચાળો ફેલાવવાનો ભય લાગી રહ્યો છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે વરસાદી પાણી ઓસર્યા બાદ પણ તંત્રએ સફાઈની કોઇ કામગીરી કરી નથી. નારણનગર, મોહનનગર સહિતની અનેક સોસાયટીમાં ગંદકીનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. જેના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા પડ્યાં છે. સ્થાનિકો આક્ષેપ છે સફાઇ કરવા માટે અનેક રજૂઆત કરી છતાં કોઇ સાંભળવા તૈયાર નથી.

આ પણ વાંચો : Gujarati Video: રાજ્યમાં આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 6 જૂલાઈથી ધોધમાર વરસાદની આગાહી

બીજી તરફ વિપક્ષે પણ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યાં અને યોગ્ય સફાઇ કરવાની માગ કરી અને જો યોગ્ય સફાઇ નહીં થાય તો રોગચાળા ફેલાય તેવી શક્યતા વ્યક્ત કરી. કોર્પોરેશનના મેયરે કહ્યું કે વરસાદ બાદ નિયમિત સફાઈ કામગીરી થાય છે. જ્યાં કામગીરી બાકી હશે ત્યાં ટુંક સમયમાં સફાઇ કરાશે.

ભુવા પડવાના સિલસિલા અંગે કોંગ્રેસે શાસક પક્ષ પર સવાલોનો મારો ચલાવ્યો. વિપક્ષનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાનું તંત્ર કોઈ દુર્ઘટના બને ત્યાર બાદ જ પગલાં લેવા માટે ટેવાયેલી છે. શહેરના વિવિધ રસ્તાઓ અને બ્રિજમાં સમારકામની જરૂર હોવાની રજૂઆતો બાદ પણ મનપા તંત્ર આ અંગે કોઈ જ કાર્યવાહી ન કરતું હોવાના આરોપ થઈ રહ્યા છે.. સાથે જ ચોમાસા બાદ અહીં નવો બ્રિજ બનાવવાની માગ પણ વિરોધપક્ષે કરી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">