AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ચાલુ કરવામાં આવી ખુલ્લા મેદાનમાં અનોખી મસ્તી કી પાઠશાળા

જામનગરમાં જે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણની સવલત ન હોય તે વિદ્યાર્થીઓ માટે અનોખો અભિગમ અપનાવ્યો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ખુલ્લા મેદાનમાં અનોખી મસ્તી કી પાઠશાળા ચાલુ કરવામાં આવી છે.

Jamnagar : વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા ચાલુ કરવામાં આવી ખુલ્લા મેદાનમાં અનોખી મસ્તી કી પાઠશાળા
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:10 PM
Share

કોરોના કાળમાં નાના બાળકોના શિક્ષણને અસર થઈ છે. શાળાઓ બંધ હોવાથી ફકત ઓનલાઈન શિક્ષણ (Online Education)  આપવામાં આવે છે. પરંતુ જે બાળકોને ઓનલાઈન શિક્ષણ ન લઈ શકતા હોય તેવા બાળકોને શિક્ષણ આપવા માટે જામનગરના એક નાના ગામમાં અનોખી મસ્તી કી પાઠશાળા શરૂ કરવામાં આવી છે.

ના હાજરી, ના વર્ગખંડ, ના એક જ વર્ગ, ખુલ્લા આકાશ નીચે ચાલતી અનોખી મસ્તી કી પાઠશાળા. જામનગર નજીક આવેલા કનસુમરા ગામમાં આ છે બાળકોની મસ્તીની પાઠશાળા. અનોખી પાઠશાળા એટલા માટે અહી અન્ય શાળાની જેમ હાજરી પત્રક નથી, વર્ગખંડ નથી, યુનિફોર્મ નથી કે બાળકોને ફરજીયાત આવવાનુ નથી. બાળકોને પોતાની મરજીથી સ્વૈચ્છાએ આવે છે. જેમને ખુલ્લા આકાશ નીચે શિક્ષણ આપવામાં આવે છે.

કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ ચાલતુ. પરંતુ ગરીબ નાના વિધાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ મુશ્કેલ રહેતુ. જેમની પાસે આવી સવલતો ન હોય અથવા ઓનલાઈન નાના બાળકોને શિક્ષણ આપવુ મુશ્કેલ રહે છે. તેથી કનસુમરાના શિક્ષક મનહરદાન ગઢવી બાળકોને જાહેર જગ્યામાં શિક્ષણ આપવાનુ શરૂ કર્યુ. જે મંદિરના ડેરી પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં ઝાડ નીચે બાળકોને શિક્ષણ આપે છે. જેમાં શાળાના ધોરણ 1થી 3 ના કુલ 35 થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે.

હાલ કોરોનાના કારણે પ્રાથમિક શાળાઓ બંધ છે. ત્યારે કનસુમરા ગામમાં શિક્ષકની કામગીરીથી ગામના બાળકોને શિક્ષણ મળી રહ્યુ છે. જેમાં વિદ્યાર્થી સ્વૈચ્છાએ આ મસ્તી કી પાઠશાળામાં જોડાય છે. જેમને ઓનલાઈન શિક્ષણમાં જે મુશ્કેલી થતી હોય તે મુશ્કેલી દુર થાય છે. વાલીઓ પણ ખુશ છે. આ પ્રકારની અનોખી શાળાથી બાળકોને શિક્ષણ મળે છે.

આ સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવી અને માસ્ક સાથે બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. જેથી કોરોના સંક્રમણનો ભય રહેતો નથી અને બાળકોને સારૂ શિક્ષણ મળે છે. નાના બાળકોને માટે શાળા ચાલુ થઈ નથી. ત્યારે નાના ગામના એક શિક્ષકનો શિક્ષણ માટે નવો અભિગમ આવકાર્ય છે.

આ પણ વાંચો : Jamnagar: વાવાઝોડુ, ભુકંપ, યુદ્ધ, કોરોના જેવી મહામારી વચ્ચે પણ આ મંદિરમાં રામધુન ચાલુ રહી, અખંડ રામધુનને 57 વર્ષ પુર્ણ

આ પણ વાંચો : Jamnagar : 57 વિવિધ સરકારી યોજનાની કામગીરી એક સ્થળ પર, મોટી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો

Follow Us
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
g clip-path="url(#clip0_868_265)">