જામનગરઃ કાચામાલના કમરતોડ ભાવવધારાથી બ્રાસ ઉદ્યોગની વિકાસયાત્રામાં બ્રેક

બ્રાસઉઘોગ માટે સૌથી મહત્વનુ કોલસો હોય છે. જેના ભાવ ટન બમણાથી વધુ થયા છે. ગત દિવાળીના જેનો ભાવ 25 થી 26 હજાર રૂપિયા ટનના હતા. જે એક માસ પહેલા 32 હજાર રૂપિયા હતા. તે હાલ 50 હજારથી વધતા ઉઘોગકારો મુશકેલીમાં મુકાયા છે.

જામનગરઃ કાચામાલના કમરતોડ ભાવવધારાથી બ્રાસ ઉદ્યોગની વિકાસયાત્રામાં બ્રેક
Jamnagar: A break in the development journey of the brass industry due to the sharp rise in raw material prices

બ્રાસ માટે મુખ્યમથક જામનગર ગણાય છે. જામનગરને બ્રાસસીટી તરીકે ઓળખવામાં આવે છે. દિવાળી પર બ્રાસ ઉઘોગમાં બમણી કામગીરી રહેતી હોય છે. પરંતુ આ વખતે બ્રાસ ઉઘોગમાં દિવાળીના રંગ-રોકન દેખાતી નથી. કાચામાલમાં થયેલા કમરતોડ ભાવ વધારાથી બ્રાસઉધોગની વિકાસયાત્રામાં બ્રેક લાગી છે. ઉઘોગકારો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.

જામનગરમાં આશરે 8 હજારથી વધુ નાના-મોટા કારખાના બ્રાસના આવેલા છે. જયા દિવાળી પર કામદારો ઓવરટાઈમ મળતા ત્યાં હાલ પુરતા કામદારોને કામ પણ નથી મળી રહ્યુ. કોલસા,પીતળ, મેટલ સહીતના તમામ વસ્તુઓના તોતીંગ વધારાથી બ્રાસ ઉઘોગને ફટકો પડયો છે. બ્રાસના ઉત્પાદનમા જરૂરી તમામ વસ્તુઓના ભાવ બમણા જેવા થયા છે. જેના કારણે ઉત્પાદન કરવુ અને નવા ઓર્ડર મેળવવા ઉઘોગકારો માટે પડકાર બન્યુ છે. ભાવ વધારા પર નજર કરીએ તો

વસ્તુ.            જુનો ભાવ રૂ.        નવો ભાવ રૂ.

કોલસો           32000 (ટન)              52000 (ટન)

પીતળ            300  (kg)                     510 (kg)

શીશુ              140 (kg)                               190(kg)

જસદ               210 (kg)                             340(kg)

એલ્યુમિનિયમ   150 (kg)                            315(kg)

કોપર                  400  (kg)                         700(kg)

રબર(ઈપીમીરમ)    300 (kg)                        800(kg)

 

બ્રાસઉઘોગ માટે સૌથી મહત્વનુ કોલસો હોય છે. જેના ભાવ ટન બમણાથી વધુ થયા છે. ગત દિવાળીના જેનો ભાવ 25 થી 26 હજાર રૂપિયા ટનના હતા. જે એક માસ પહેલા 32 હજાર રૂપિયા હતા. તે હાલ 50 હજારથી વધતા ઉઘોગકારો મુશકેલીમાં મુકાયા છે. બમણાથી વધુ અસહ્ય ભાવ વધારાના કારણે ઉધોગો ચાલુ રાખી શકાય તેવી સ્થિતીમાં નથી. બ્રાસમાં ઉત્પાદન થતી વસ્તુઓ અન્ય વસ્તુઓ માટે પાર્ટસ કે કાચામાલમા ઉપયોગ થતી હોય છે. અન્ય ઉઘોગને પાર્ટ બ્રાસ ઉઘોગ આપતુ હોય છે. જે આશરે ત્રણ માસ અગાઉ ઓર્ડર સ્વીકારતા હોય છે. જે પુર્ણ કરવા માટે ત્રણ માસનો સમય ઉઘોગકારો મળતો હોય છે. પરંતુ જુના ભાવ મુજબ સ્વીકારેલ ઓર્ડર હાલ પુર્ણ કરે તો મોટુ આર્થિક નુકશાની વેઠવી પડે છે. તો નવા ઓર્ડર પણ ભાવ મુજબ મળી શકે તેમ નથી.

અગાઉ બે વર્ષ કોરોના કારણે ઉઘોગની વિકાસગતિ થંભી હતી. તે ફરી કાચામાલમાં થયેલા ભાવ વધારાના કારણે મંદ પડી છે. બ્રાસ ઉઘોગમાં દિવાળી પહેલા દિવાળીની રંગત નહી,પરંતુ ભાવવધારાની હોળીથી ઉઘોગકારો મુશકેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો : RAJKOT : છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા, કોર્પોરેશને 6 હજાર 907 ઘરમાં કરાવ્યું ફોગિંગ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati