RAJKOT : છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા, કોર્પોરેશને 6 હજાર 907 ઘરમાં કરાવ્યું ફોગિંગ

છેલ્લા એક અઠવાડિયામાં જ કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા છે. જોકે કોર્પોરેશનના ચોપડે અને વાસ્તવિક પરિસ્થિતિમાં ઘણો તફાવત સામે આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 1:23 PM

રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ કોર્પોરેશનના ચોપડે ડેન્ગ્યુના 50 કેસ નોંધાયા છે. જોકે કોર્પોરેશનના ચોપડે અને વાસ્તવિક પરિસ્થિતિમાં ઘણો તફાવત સામે આવ્યો છે. ખાનગી દવાખાના અને હોસ્પિટલોમાં ડેન્ગ્યુના સંખ્યાબંધ કેસ નોંધાઈ રહ્યા છે. ડેન્ગ્યુના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દોડતા થઈ ગયા છે. કોર્પોરેશનના સત્તાધીશોએ દાવો કર્યો કે અત્યાર સુધી 6 હજાર 907 ઘરમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય રોગચાળો વધુ ન વકરે તે માટે તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે.

શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મુકી

નોંધનીય છેકે ચોમાસાની સિઝન બાદ શહેરમાં મચ્છરો અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં ગુજરાતમાં મોટા શહેરોમાં રોગચાળાએ માજા મુકી છે. ત્યારે કોરોના મહામારીના ડર વચ્ચે અન્ય રોગચાળાને પગલે હોસ્પિટલો હજુ હાઉસફુલ છે. અને, રોગચાળાને કાબુમાં લેવા તંત્ર દ્વારા અગમચેતીના પગલા લેવાઇ રહ્યાં છે. ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળાને પગલે સિવિલ હોસ્પિટલ સહિતની અન્ય હોસ્પિટલોમાં દર્દીઓની કતારો લાગી છે. ત્યારે શિયાળાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મુકતા સ્થાનિકો મુંઝવણ અનુભવી રહ્યાં છે.

 

આ પણ વાંચો : જામનગરના યુવકે કંટ્રોલ રૂમમાં ફોન કરી કહ્યુ, ‘એક મહિલા ઘાતક હથિયારો સાથે ST માં આવે છે’, જાણો વિગત

આ પણ વાંચો : ગુજરાત ATS ની પૂછપરછમાં ચોંકાવનારી વિગતોનો ખુલાસો, ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલાતી : સૂત્ર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">