જામનગર જિલ્લામાં ધોરણ 8ના 4538 વિદ્યાર્થીઓએ આપી સ્કોલરશીપ માટેની પરીક્ષા, 16 કેન્દ્રો પર લેવાઈ પરીક્ષા
Jamnagar: જામનગરમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે શહેરના 7 અને ગ્રામ્યમાં 9 એમ કુલ 16 સેન્ટરો પર એન.એમ.એમ.એસ.ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમા 4538 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપ્યા બાદ ધોરણ 12 સુધી શિક્ષણના પ્રોત્સાહનમાટે સરકાર દ્વારા વાર્ષિક 12 હજારની સ્કોલરશીપ આપવામાં આવે છે.
ગુજરાત રાજ્યના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રતિવર્ષ લેવામાં આવતી એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં જામનગર જીલ્લાના 4538 વિધાર્થીઓ પરીક્ષા આપી. જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે હોય છે. સરકારી તથા ગ્રાન્ટેડ શાળાના ધોરણ-8 વિધાર્થીઓ માટે ધોરણ-9 થી 12 સુધી શિક્ષણના પ્રોત્સાહન માટે સરકાર દ્રારા વાર્ષિક 12 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે.
જામનગર શહેરમાં 7 તથા ગ્રામ્ય વિસ્તારમાં 9 એમ કુલ 16 સેન્ટરો પર એન.એમ.એમ.એસ.ની પરીક્ષા લેવામાં આવી. જેમાં 15 ઝોનલ ઓફીસર સહીત અંદાજે 250થી વધુ કર્મચારી પરીક્ષા માટે ફરજ બજાવી હતી. ધોરણ 8ના વિધાર્થીઓ માટે લેવામાં આવતી NMSS ની પરીક્ષા માટે ઓકટોબરમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ હતુ.
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ-2023ની પરીક્ષા લેવામાં આવી. જેમાં જીલ્લાના કુલ 108 વિદ્યાર્થીઓ સરકાર દ્રારા વાર્ષિક રૂપિયા 12 હજારની ચાર વર્ષ સુધી સ્કોલરશીપ આપવવામાં આવશે. પરીક્ષા ત્રણ કલાકની લેવામાં આવે છે. જવાબમાં વિકલ્પો જ પસંદ કરીને જવાબ આપવાના હોય છે.
જેમાં ધોરણ -7 ગણિત, વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના તેમજ ધોરણ 8ના પ્રથમ સત્રના ગણિત, વિજ્ઞાન તથા સામાજીક વિજ્ઞાનના સવાલો પુછવામાં આવે છે. અને મેન્ટલ એબીલીટીના સવાલો જેમા સંબંધ, અંતર, આકાર સહીતના તર્કના સવાલો પુછવામાં આવે છે. આ માટે સરકારી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતીની શાળામાં ખાસ વર્ગ તથા તાલીમ આપવામાં આવી હતી.
સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ધોરણ 8 બાદ અભ્યાસ છોડવા કિસ્સા બનતા હોય છે. જે સરકારી શાળામાં સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટે સરકાર દ્રારા પ્રયાસ કરવામાં આવ્યા. જેના ભાગરૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે. જે માટે મેરીટ મુજબ વિધાર્થીઓની પસંદગી થાય છે. જે માટેની સ્કોલરશીપની પરીક્ષા લેવામા આવે છે.
આ પણ વાંચો: જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા
મેરીટમાં આવેલા વિધાર્થીઓ ધોરણ-9થી 12 સુધી સરકારી શાળામાં અભ્યાસ કરે તેને માસિક 1 હજાર રૂપિયાની સ્કોલરશીપ સરકાર દ્રારા આપવામાં આવે છે. આમ એક વિધાર્થીને ચાર વર્ષ સુધી વાર્ષિક 12 હજાર રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. વિધાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા માટે ખાસ સ્કોલરશીપ યોજના સરકાર દ્રારા કાર્યરત છે. જે માટે યોગ્ય વિધાર્થીઓની પસંદગી કરવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે.