Video: જામનગરમાં ગાયોના મોતને પગલે પશુપાલકોનો સતત બીજા દિવસે વિરોધ યથાવત, ઢોર પકડવાની કામગીરી બંધ રાખવાની કરી માગ

Jamnagar: જામનગરમાં કોર્પોરેશનના ઢોરવાડામાં પશુઓના મોતથી પશુપાલકોમાં રોષ ફેલાયો છે. સતત બીજા દિવસે પશુપાલકોએ કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 9:46 PM

જામનગર કોર્પોરેશનના ઢોરવાડામાં વધતા પશુઓના મોતની સંખ્યાથી પશુપાલકોનો રોષ યથાવત રહ્યો છે. સતત બીજા દિવસે પણ પશુમાલિકોએ કોર્પોરેશનની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં એકઠા થઈ ગૌસેવકોએ સૂત્રોચ્ચાર સાથે મનપાની કચેરોનો ઘેરાવ કર્યો હતો અને રજૂઆત કરી હતી. ઢોર ડબ્બામાં પૂરતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઢોર પકડવાની કામગીરી બંધ રાખવાની ગૌસેવકોએ માગ કરી છે.

સાથે જ પશુમાલિકોનો આરોપ છે કે કોર્પોરેશનની ટીમ ઢોર તો પકડે છે, પરંતુ તેમની યોગ્ય કાળજી લેવાતી નથી. કોર્પોરેશનની બેદરકારીને કારણે મુંગા પશુના મોત થઈ રહ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે સોનલનગર વિસ્તારમાં મનપાની બેદરકારીને કારણે ગાયનું મોત થયું હતું. ઘટના બાદ રોષે ભરાયેલા ગૌસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. ઢોર પકડવાની કામગીરી સમયે તંત્રની બેદરકારીથી ગાયનું મોત થયું હતુ.

આ પણ વાંચો: જામનગરમાં ઢોરવાડે લઈ જતા એક ગાયનું મોત, મનપા સંચાલિત ઢોરવાડામાં છેલ્લા એક મહિનામાં 27 પશુના મોત થયા

ઘટના બાદ રોષે ભરાયેલા ગૌસેવકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તંત્ર સામે વિરોધ નોંધાવી રોષ ઠાલવ્યો હતો. ગૌસેવકોનો એવો પણ આરોપ છે કે સોનલનગર વિસ્તારના ઢોરવાડામાં અંદાજે 550થી વધુ પશુ રાખવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા એક મહિનામાં જ 27 ઢોરના મોત થયા છે. ઢોરવાડામાં પશુઓને પકડીને પુરતો ખોરાક અને સારવાર ન અપાતી હોવાનો પણ આરોપ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">