Gujarati Video : ધોરાજીમાં ડુંગળીના પાક પર કમોસમી વરસાદથી ખેડૂતોમાં નુકશાનની ભીતિ

Gujarati Video : ધોરાજીમાં ડુંગળીના પાક પર કમોસમી વરસાદથી ખેડૂતોમાં નુકશાનની ભીતિ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 7:39 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.. ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે તો તેના ભાવ પણ સારા મળશે.પરંતુ ડુંગળીના પાક પર કમોસમી વરસાદનું અને ખેડૂતોની આશાઓ પર નિરાશાનું પાણી ફરી વળ્યું છે. શિયાળામાં થયેલા માવઠાને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું.. ખેડૂતોને આશા હતી કે સારું ઉત્પાદન થશે તો તેના ભાવ પણ સારા મળશે.પરંતુ ડુંગળીના પાક પર કમોસમી વરસાદનું અને ખેડૂતોની આશાઓ પર નિરાશાનું પાણી ફરી વળ્યું છે. શિયાળામાં થયેલા માવઠાને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. મોંઘા બિયારણ અને જંતુનાશક દવાઓ સહિત મજૂરીનો ખર્ચ ફરી એકવાર ખેડૂતોને માથે પડ્યો છે.. પાકમાં નુકસાનીને કારણે ખેડૂતોને સીધો જ આર્થિક ફટકો પડ્યો છે.

કુદરતની થપાટથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

વાતાવરણમાં આવેલ પલટાને કારણે ડુંગળીનો પાક પીળો પડવા લાગ્યો છે. ડુંગળીમાં વિવિધ પ્રકારના રોગ આવી ગયા છે.. થીપ્સ, પીળીયો અને મચ્છી નામના રોગે ડુંગળીના પાકને બાનમાં લીધો છે.. ડુંગળીનો પાક તૈયાર થવાની અણીએ જ હતો અને કુદરતની થપાટથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ખેડૂતોએ વાવેતર પાછળ કરેલો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી.આ સ્થિતિમાં સરકાર તરફથી ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarati Video : આગામી ઓક્ટોબર કે નવેમ્બર માસમાં રાજકોટને મળશે એઈમ્સની ભેટ, પીએમ મોદી કરશે ઉદ્ધાટન

Published on: Feb 12, 2023 07:37 PM
g clip-path="url(#clip0_868_265)">