ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની ભૂમાફિયાઓને ચેતવણી, ‘ભૂમાફિયા ગુજરાત છોડીને જતા રહે’
આ દરમિયાન હર્ષ સંઘવીએ ડ્રગ્સ વિરૂદ્ધ ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીની પ્રશંસા કરતા કહ્યું, ગુજરાત પોલીસની કામગીરીને અન્ય રાજ્ય પણ અનુસરી રહી છે.

જામનગરની (jamnagar) મુલાકાતે પહોંચેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને (Harsh Sanghavi) ભૂમાફિયાઓને ચેતવણી આપી હતી.તેમણે કહ્યું, ભૂમાફિયાઓને ગુજરાત છોડીને બીજા રાજ્યમાં જતા રહે નહીં તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.મહત્વનું છે કે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી એક દિવસીય જામનગરની (Harsh Sanghavi Jamnagar visit) મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે ક્રિકેટ બંગલા ખાતે ઈન્ડોર સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન કર્યું હતું.આ દરમિયાન હર્ષ સંઘવી ફૂટબોલ રમતા પણ જોવા મળ્યા હતા.આ પ્રસંગે તેમણે ડ્રગ્સ વિરૂદ્ધ ગુજરાત પોલીસની કામગીરીની પ્રશંસા કરતા કહ્યું, ગુજરાત પોલીસની (Gujarat Police) કામગીરીને અન્ય રાજ્ય પણ અનુસરી રહી છે.
હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના જેતપુરની પણ મુલાકાત કરી હતી
ગઈ કાલે હર્ષ સંઘવીએ રાજકોટ જિલ્લાના જેતપુરની પણ મુલાકાત કરી હતી. તમને જણાવવુ રહ્યુ કે, જેતપુર સૃષ્ટી રૈયાણી હત્યા કેસ મુદ્દે ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે, આ કેસમાં તેઓ ખુદ મોનિટરિંગ કરી રહ્યા છે. સાથે જ ખાતરી આપી કે, સૃષ્ટી રૈયાણી કેસ મામલે પણ કાર્યવાહી ઝડપથી થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં દીકરીઓ બહેનો ધરપત રાખે, તેઓનું રક્ષણ ગૃહ વિભાગની ફરજ છે. મહત્વનું છે કે, જેતપુરના જેતલસરમાં સૃષ્ટી રૈયાણી નામની સગીરાની એક તરફી પ્રેમમાં હત્યા થઈ હતી. આરોપીએ સગીરાને ઘરે જઈ સગીરાને છરીના ઘા ઝીંક્યા હતા. બીજી તરફ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લેવાયો હતો. હાલ આરોપી જેલમાં બંધ છે.