જામનગર: 7 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની બદલીના વિરોધમાં સ્થાનિકો, શાળાને કરી તાળાબંધી
જામનગર તાલુકાના નાનીખાવડી ગામમાં આચાર્યની બદલીનો વિરોધ કરવામાં આવ્યો છે. શ્રીનાનીખાવડી પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્ય અરવિંદ ડાભી 2012થી નાનીખાવડીમાં ફરજ બજાવે છે. જેની કામગીરીથી વિદ્યાર્થીઓ, વાલી અને ગ્રામજનો ખુશ છે. પરંતુ તેમની બદલીની જાણ થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ અને સ્થાનિકો આજે શાળાને તાળાબંધી કરી રોષ વ્યકત કર્યો હતો. Web […]
જામનગર તાલુકાના નાનીખાવડી ગામમાં આચાર્યની બદલીનો વિરોધ કરવામાં આવ્યો છે. શ્રીનાનીખાવડી પ્રાથમિક શાળામાં આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્ય અરવિંદ ડાભી 2012થી નાનીખાવડીમાં ફરજ બજાવે છે. જેની કામગીરીથી વિદ્યાર્થીઓ, વાલી અને ગ્રામજનો ખુશ છે. પરંતુ તેમની બદલીની જાણ થતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ અને સ્થાનિકો આજે શાળાને તાળાબંધી કરી રોષ વ્યકત કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
શાળાના આચાર્યની બદલીની જાણ થતાં સમગ્ર ગામ એકઠુ થયુ અને શાળામાં સુત્રોચ્ચારી કરી વિદ્યાર્થીઓ આચાર્યની ફરી તે જ શાળામાં લાવવાની માંગ કરી. શાળાના વિદ્યાર્થીઓ પોતાના આચાર્યની બદલીથી નાખુશ થતાં તેમની બદલી રદ કરવાની માંગ કરી.
શાળામાં કુલ 221 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 1થી 8માં અભ્યાસ કરે છે. ગ્રામજનોની માંગ છે કે આચાર્યના આવવાથી શાળામાં કામગીરી સારી રીતે ચાલી રહી છે. ત્યારે આ આચાર્યની બદલી રદ ના થાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો