Jamnagar Reliance: માદરે વતનની વ્હારે રિલાયન્સ ફાઉન્ડેશન, તમામ સુવિધાથી સજ્જ 400 બેડની કોવિડ હોસ્પિટલ કરી કાર્યરત

Jamnagar Reliance: મહામારી વચ્ચે જામનગરના દર્દીઓ માટે રાહતના સમાચાર છે હવે તેઓએ કોરોનાની સારવાર માટે વલખા નહીં મારવા પડે. જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 400 બેડની ઓક્સિજન સહિત વેન્ટિલેટરની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરાયો

| Updated on: May 05, 2021 | 9:23 AM

Jamnagar Reliance: મહામારી વચ્ચે જામનગરના દર્દીઓ માટે રાહતના સમાચાર છે હવે તેઓએ કોરોનાની સારવાર માટે વલખા નહીં મારવા પડે. જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 400 બેડની ઓક્સિજન સહિત વેન્ટિલેટરની સુવિધાથી સજ્જ કોવિડ હોસ્પિટલનો પ્રારંભ કરાયો છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી આ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કર્યું.

હાલ અહીં 400 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે આગામી ટુંક સમયમાં વધુ 600 બેડ કાર્યરત કરાશે. હોસ્પિટલમાં વ્યવસ્થાની જો વાત કરીએ તો અહીં હોસ્પિટલમાં ઓક્સિજન સાથે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા છે. નર્સિંગ અને મેડિકલ સ્ટાફ ચોવીસ કલાક કાર્યરત રહેશે ત્યારે નવી હોસ્પિટલના પગલે માત્રા જામનગર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને લાભ થશે.

આ અગાઉ પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે દેશમાં ઓક્સિજન સંકટ નિવારવામાં મોટી મદદ કરી છે.  જામનગર રિલાયન્સ રિફાઈનરીમાં ઝડપી ફેરફારો કરીને દૈનિક એક હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન કર્યું જે બાદ ઓક્સિજનની હેરફેરની સમસ્યા સામે આવી તો રિલાયન્સે વિદેશથી તાત્કાલિક 24 ઓક્સિજન ટેન્કર ખરીદવાનો નિર્ણય કર્યો. જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, થાઈલેન્ડ અને સાઉદી અરેબિયાથી ઓક્સિજન ટેન્કર ભારત લાવવામાં આવ્યા.

આ ઓક્સિજન ટેન્કરે એરલિફ્ટ કરવામાં ભારતીય વાયુસેનાએ પણ મદદ કરી. રિલાયન્સે પહેલા તો ઓક્સિજનનું જંગી ઉત્પાદન કર્યું જે બાદ કોરોના પ્રભાવિત રાજ્યોમાં ઝડપથી ઓક્સિજન પહોંચાડવા માટે વિદેશી ટેન્કર પણ ખરીદ્યા. રિલાયન્સે એપ્રિલ મહિનામાં 15 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનો જથ્થો તમામ જરૂરિયાતમંદ રાજ્યોને મફત પહોંચાડ્યો. દેશમાં કોરોના સંકટ બાદથી જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 55 હજાર મેટ્રિક ટન ઓક્સિજન મફત આપ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનની મદદના કારણે રોજ એક લાખથી વધુ લોકોને ઓક્સિજન મળી શક્યો છે.

Follow Us:
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">