Surat : 36 માનવ તસ્કરીના કમિશન પેટે 1.08 કરોડ મળ્યા, સેન્ટ્રલ IBની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જુઓ Video
સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીનો મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. માસ્ટર માઈન્ડ નીરવ ચૌધરીને લઈને પણ મોટા ખુલાસા થયા છે. નીરવના વોલેટમાં 1.20 લાખ USDT જમા થયા હોવાનો ખુલાસો થયો છે.

સુરતમાં આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરીનો મામલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. માસ્ટર માઈન્ડ નીરવ ચૌધરીને લઈને પણ મોટા ખુલાસા થયા છે. નીરવના વોલેટમાં 1.20 લાખ USDT જમા થયા હોવાનો ખુલાસો થયો છે. ચાઈનીઝ માફિયાએ નીરવને રુપિયા મોકલ્યા હતા. મળતી માહિતી અનુસાર 36 માનવ તસ્કરીના કમિશન પેટે 1.08 કરોડ મોકલ્યા હતા.
ચાઈનીઝ માફિયા નીરવ સાથે વીડિયો કોલથી સંપર્ક કરતા હતા. ત્યારબાદ જ માનવ તસ્કરી કરતા હતા. સેન્ટ્રલ IB દ્વારા પણ 3 આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ભારતના યુવકોને વિદેશમાં નોકરી આપવાના બહાને ટાર્ગેટ કરાતા હતા. ત્યારબાદ તેમને નોકરીને બહાને બંધક બનાવી સાયબર ક્રાઈમ કરાવતા હતા. કેટલાક કેસમાં પીડિતો ભીખ મંગાવતી ગેંગનો શિકાર બનાવતા હતા.
International Cyber Slavery case: 3 accused to undergo IB’s marathon investigation #Surat #SuratCyberSlavery #Gujarat #TV9Gujarati pic.twitter.com/Eh5px9UHPK
— Tv9 Gujarati (@tv9gujarati) September 3, 2025
IBની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરતમાં માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. સાયબર સેલની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. આ લોકોએ 40 યુવકોને મ્યાનમારમાં બંધક બનાવી રાખ્યા હતા. યુવકોને થાઈલેન્ડમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખ્યા હતા. ગોંધી રખાયેલા લોકોમાં સુરતના યુવકોની સાથે અન્ય રાજ્યોના યુવકો પણ સામેલ હતા. થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવતા હોવાનો પણ આરોપ હતો.
બોર્ડર ક્રોસ કરાવી મ્યાનમાર અને કંબોડીયા દેશમાં મોકલતા હતા. પોલીસે સુરતના એક અને પંજાબના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. યૌનશોષણ, માનવઅંગોના વેપાર, ભીખ માંગતી ગેંગનો શિકાર, નોકરીની શોધમાં આવા અનેક કારણોસર બાળકોથી લઇને મોટાઓની તસ્કરી થઇ રહી છે. જે લોકોની સુરક્ષા સંબંધિત એક ગંભીર મુદ્દો બની ગયો છે.