PORBANDAR : ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ MSAR-21નું આયોજન કર્યું

દરિયામાં અસરકારક શોધખોળ અને બચાવ (SAR) કામગીરીઓ માટે હિતધારકોમાં સંકલન પર ધ્યાન આપવા માટે આ વર્કશોપ યોજાયો હતો.

PORBANDAR : ભારતીય તટરક્ષક દળે સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ MSAR-21નું આયોજન કર્યું
Indian Coast Guard conducts Marine Search and Rescue Workshop MSAR-21 at Porbanadar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2021 | 6:02 PM

PORBANDAR : પોરબંદર ખાતે તટરક્ષક દળના હેડક્વાર્ટર નંબર 1 ખાતે 05 ઓક્ટોબર 2021ના રોજ એક દિવસીય સમુદ્રી શોધખોળ અને બચાવ વર્કશોપ MSAR-21નું આયોજન કરવામાં આવ્યું હતું. દરિયામાં અસરકારક શોધખોળ અને બચાવ (SAR) કામગીરીઓ માટે હિતધારકોમાં સંકલન પર ધ્યાન આપવા માટે આ વર્કશોપ યોજાયો હતો. ભારતીય તટરક્ષક દળ (ICG) એ DGICG સાથે રાષ્ટ્રીય સમુદ્રી SAR સંચાલન સત્તામંડળ છે જે રાષ્ટ્રીય સમુદ્રી SAR બોર્ડની અધ્યક્ષતા ધરાવે છે.

આ પરિસંવાદમાં તટરક્ષક દળ, નૌસેના, સમુદ્રી પોલીસ ગુજરાત અને દીવની કેન્દ્રશાસિત પ્રદેશ પોલીસ, કસ્ટમ્સ, ઇસરો, જહાજ ટ્રાફિક વ્યવસ્થાપન પ્રણાલી (VTMS) ખંભાત, જહાજ ટ્રાફિક સેવા (VTS) કચ્છ અને ભારતીય હવાઇમથક સત્તામંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિતિઓએ SAR પર હાલમાં અસ્તિત્વમાં રહેલી પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) ને માન્યતા આપી હતી.

મુલાકાતી પ્રતિનિધિમંડળે તેમના સંબંધિત ક્ષેત્રો/વિભાગોમાં તાજેતરના ડેવલપમેન્ટ્સ પણ રજૂ કર્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો :  ગૃહપ્રધાન અમિત શાહે મહિલા સ્વ-સહાય જૂથના ટી-સ્ટોલનું ઉદ્ઘાટન કર્યુ, અન્ય બહેનો માટે મહત્વની જાહેરાત કરી

આ પણ વાંચો : Narmada : કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની તૈયારીઓ, કેન્દ્રીય ગૃહસચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">