આજે ભરૂચમાં PM Modi ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM Bhupendra Patel ના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે.
આજે રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) ભરૂચ(Bharuch) જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. મુખ્ય પ્રધાન સરકરની સફળતા પર્વની ઉજવણીના અવસરે ભરૂચ શહેરના દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે પધારી રહ્યા છે જેમની સાથે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) વર્ચ્યુલી કાર્યક્રમમાં જોડાશે. ભારત સરકારની 4 મુખ્ય યોજનાઓને 100 ટકા સફળ બનાવનાર ભરૂચ જિલ્લો દેશનો એકમાત્ર જિલ્લા તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યો છે. આ યોજનાના લાભાર્થીઓને બંને દિગ્ગ્જ નેતાઓ લાભ અર્પણ કરશે. દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી વર્ચુઅલ માધ્યમથી સંવાદ પણ કરશે.
At 10:30 AM tomorrow, 12th May, will address the ‘Utkarsh Samaroh’ via video conferencing. This programme is being held in Bharuch to mark the achievement of hundred percent saturation of four key state government schemes that ensure financial help to people.
— Narendra Modi (@narendramodi) May 11, 2022
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે.
પીએમ મોદી આ કાર્યક્રમ ને વર્ચ્યુઅલી સંબોધશે. સરકારી યોજનાઓને 100% કવરેજ મળે તે માટે પીએમ મોદીએ સરકારી તંત્રને અપીલ કરી છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને રાજયમંત્રી મનીષા વકીલ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 4 યોજનામાં કુલ 13,000 કરતા પણ વધુ લાભાર્થીઓને આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં લાભોનું વિતરણ કરવામાં આવશે.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની ઉત્કર્ષ પહેલ અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાયોજિત કુલ ચાર મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. દેશના અન્ય કોઇ જિલ્લામાં આટલી અસરકારક કામગીરી કરવામાં આવી નથી. જિલ્લા વહીવટીતંત્રએ 4 યોજનામાં કુલ 13,000 લોકોને લાભાર્થી તરીકે પસંદ કર્યા છે. એકપણ વ્યક્તિ જે યોજના માટે પાત્રતા ધરાવતો હોય તે છૂટી ન જાય તે માટે વિશેષ પુરસ્કાર યોજના પણ લાગુ કરાઈ હતી જેમાં એક સમયે કેમ્પ કરવા છતાં એકપણ અરજી ન મળતા 100 ટકા કવરેજ નક્કી કરાયું હતું.