Gandhinagar : 500 થી વધુ તબીબો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા

Gandhinagar : 500 થી વધુ તબીબો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ભાજપમાં જોડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:50 PM

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)  પ્રતિષ્ઠિત તબીબોને કમલમમાં કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા. અમદાવાદ સિવિલના પૂર્વ સુપ્રિડેન્ટડેન્ટ  અને OSD ડૉ. પ્રભાકર ભાજપમાં જોડાયા..આ ઉપરાંત પૂર્વ સુપ્રિડેન્ટડેન્ટ ડૉ. જે. વી. મોદી અને બી.જે. મેડિકલના પૂર્વ ડીન ડૉ. પ્રણય શાહે પણ કેસરિયા કર્યા.

ગુજરાતના (Gujarat)  જાણીતા 500 થી વધારે તબીબો (Doctors) ભાજપમાં જોડાયા. CM ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  પ્રતિષ્ઠિત તબીબોને કમલમમાં કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં આવકાર્યા. અમદાવાદ સિવિલના પૂર્વ સુપ્રિડેન્ટડેન્ટ  અને OSD ડૉ. પ્રભાકર ભાજપમાં જોડાયા..આ ઉપરાંત પૂર્વ સુપ્રિડેન્ટડેન્ટ ડૉ. જે. વી. મોદી અને બી.જે. મેડિકલના પૂર્વ ડીન ડૉ. પ્રણય શાહે પણ કેસરિયા કર્યા. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, ગોરધન ઝડફિયા, પ્રદીપસિંહ વાઘેલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ ભારત માતા કી જયના નાદથી સંબોધનની શરૂઆત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના શ્રેષ્ઠ તબીબોએ આજે ભાજપા કાર્યાલય ખાતે આવ્યા છે. કોરોનાની મહામારીમાં વિશ્વભરના ડોકટરોમાં કેટલી રાષ્ટ્રભકતિ છે તે દર્શાવવાનું સદભાગ્ય મળ્યુ અને ગુજરાતના તમામ ડોકટરોએ ગુજરાતની જનતાનો જીવ બચાવવાનો સફળ પ્રયાસ કર્યો તે બદલ ગુજરાત રાજયના તમામ ડોકટરોનો આભાર.

ગુજરાતના વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ એક્શન મોડમાં છે. જેમાં પણ છેલ્લા ઘણા સપ્તાહથી અનેક રાજકીય નેતાઓ અને સામાજીક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ભાજપ દ્વારા વિકાસના મંત્ર સાથે આગામી વિધાનસભા ચુંટણી લડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્રીય નેતાઓની પણ ગુજરાત મુલાકાતો વધી છે. તેમજ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમજ તેમ પણ ખાસ કરીને  ભાજપનું ફોકસ હાલ તો સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારો છે.

ઉલ્લેખનીય છે કે, 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે અત્યાર સુધી કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ , કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા જોડાયા છે. આ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

(With Input Jignesh Patel ) 

 

Published on: May 08, 2022 10:54 PM
g clip-path="url(#clip0_868_265)">