AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં એક અઠવાડિયામાં 285 લોકોને શ્વાન કરડયાં, ખસીકરણ ઝુંબેશ પર સવાલ

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બી આર.જાકાંસણીયાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી શ્વાન વ્યંઘિકરણનો પ્રોગ્રામ શરૂ થયો છે.૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૧૬૫ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે

રાજકોટમાં એક અઠવાડિયામાં 285 લોકોને શ્વાન કરડયાં, ખસીકરણ ઝુંબેશ પર સવાલ
રાજકોટ મહાનગર પાલિકા (ફાઇલ)
Mohit Bhatt
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:58 PM
Share

રાજકોટ મહાનગરપાલિકા શ્વાનના વ્યંધિકરણ એટલે કે ખસીકરણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ રસ્તા પર રખડતાં શ્વાનની કનડગત ઓછી થઇ રહી નથી.તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાએ આપેલા સત્તાવાર આંકડા પ્રમાણે એક સપ્તાહમાં ૨૮૫ જેટલા લોકોને શ્વાને કરડ્યાં હોવાનું સામે આવ્યું છે.મહાનગરપાલિકા એક શ્વાનના ખસીકરણ માટે ૨૨૫૦ રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે.

શ્વાન ખસીકરણમાં કરોડો રૂપિયાનો વેડફાટ-વિપક્ષ

આ અંગે વિરોધ પક્ષના પૂર્વ નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે છેલ્લા બે વર્ષનાં મનપા દ્રારા શ્વાનના ખસીકરણ માટે ૧.૮૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પરંતુ અનેક વિસ્તારોમાં લોકોને શ્વાન પરેશાન કરી રહ્યા છે.રાત્રીના સમયે અને વહેલી સવારે લોકોને ચાલવું મુશ્કેલ બની રહ્યું છે.તંત્ર માત્ર કાગળ પર હિસાબ કરતી હોવાનો વિરક્ષે આક્ષેપ કર્યો છે.

દર વર્ષે શ્વાન કરડવાંના કેસોમાં ઘટાડો

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી બી આર.જાકાંસણીયાએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી શ્વાન વ્યંઘિકરણનો પ્રોગ્રામ શરૂ થયો છે.૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધીમાં ૧૬૫ શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે અને સરેરાશ ૧૦ શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે.જો કે છેલ્લા ૪ વર્ષથી શ્વાન કરડવાના કેસોમાં ક્રમશ: ઘટાડો જોવા મળ્યો છે જે આ શ્વાન વ્યંધિકરણનું પોઝિટિવ પરિણામ છે.

છેલ્લા ૫ વર્ષના આંકડા ૨૦૧૬. ૧૩૧૪૭ ૨૦૧૭. ૧૦૮૭૨ ૨૦૧૮. ૧૧૮૪૬ ૨૦૧૯. ૯૮૨૯ ૨૦૨૦. ૮૫૭૩

આ રીતે કરે છે ખસીકરણ

અમદાવાદની એક સંસ્થાને મનપાએ ખસીકરણનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં સંસ્થા દ્રારા રખડતા શ્વાનને પકડીને ખસીકરણ કેન્દ્ર સુધી લાવવામાં આવે છે. ત્યાં તેનું ઓપરેશન કરવામાં આવે છે અને તેને હડકવાં વિરોધી રસી આપવામાં આવે છે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવે છે.આ ઉપરાંત એક જ વિસ્તારમાં શ્વાન કરડતું હોય તો તેની ઓળખ કરીને તેને પકડીને ફ્રેન્ડલી સેન્ટર ખાતે મુકવામાં આવે છે. આમ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાજયમાં ધર્માંતરણની એક બાદ એક ઘટના, શું ખરેખર રાજ્યમાં ધર્માંતરણનો ખેલ ખેલાઇ રહ્યો છે ?

આ પણ વાંચો : Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">