AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું “રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ”, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ

બસપામાં થી કોંગ્રેસમાં આવેલા મંત્રી રાજેન્દ્ર ગુડા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દબંગ ધારાસભ્યની છબી ધરાવતા રાજેન્દ્ર ગુડાને તાજેતરમાં વિસ્તરણ કરાયેલ ગેહલોત કેબિનેટમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.

Video : ખરેખર ! ગેહલોતના મંત્રી રાજેન્દ્ર ગુડાએ એન્જિનિયરને કહ્યું રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ, ગુડાનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ
Rajendra Gudha
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 4:12 PM
Share

Viral Video : રાજસ્થાનની અશોક ગેહલોત સરકારમાં રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર ગુડાનું (Rajendra Guda) એક નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત તેમના વિસ્તારની મુલાકાતે આવેલા રાજેન્દ્ર ગુડાએ ‘ગામડા સાથે વહીવટ’ અભિયાનમાં જાહેર બાંધકામ વિભાગના ચીફ એન્જિનિયરને (Chief Engineer) સામાન્ય દેશી શૈલીમાં જણાવ્યું હતું કે તેમના વિસ્તારની સડકો કેટરિના કૈફના (katrina Kaif) ગાલ જેવી હોવી જોઈએ.

દબંગ ધારાસભ્યની છબી ધરાવતા રાજેન્દ્ર ગુડાનો વીડિયો વાયરલ

બસપામાં થી કોંગ્રેસમાં આવેલા મંત્રી રાજેન્દ્ર ગુડા અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. દબંગ ધારાસભ્યની છબી ધરાવતા રાજેન્દ્ર ગુડાને તાજેતરમાં વિસ્તરણ કરાયેલ ગેહલોત કેબિનેટમાં (Gehlot Cabinet) રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. મંત્રી બન્યા બાદ ગુડા મંગળવારે પહેલીવાર પોતાના વિધાનસભા ક્ષેત્રમાં આવ્યા હતા. આ દરમિયાન રાજ્ય મંત્રી રાજેન્દ્ર ગુડાએ પાઓંખ ગામમાં લોકોને સંબોધતા આ નિવેદન આપ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે.

જુઓ વીડિયો

મંત્રી ગુડાએ ત્યાં હાજર પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયરને મજાકમાં કહ્યું કે મારા વિસ્તારના રસ્તાઓ કેટરીના કૈફના (Katrina Kaif) ગાલ જેવા બનવા જોઈએ.આ સાંભળીને સ્થળ પર હાજર ગ્રામજનોએ ફરીથી પૂછ્યું કે રસ્તો કેવો બનવો જોઈએ, તો તેમણે ફરીથી કહ્યું કે રસ્તો કેટરિના કૈફના ગાલ જેવો બનવો જોઈએ. ગુડાના આ નિવેદને હાલ ઈન્ટરનેટ પર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે.

ગુડાના નિવેદને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી

ગુડાના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, મંત્રી ગુડાએ અધિકારીઓને તેમના વિસ્તારમાં વિકાસના કામો અને યોજનાઓનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી હતી. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત આ વિસ્તારમાં પહોંચતા ગુડાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Rajasthan Corona Alert: 22 દિવસમાં 19 બાળક કોરોના પોઝિટિવ, આરોગ્ય મંત્રીએ કહ્યું કેન્દ્રના નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવી, ભાજપે સાધ્યુ નિશાન

આ પણ વાંચો : મુંબઈગરાઓ માટે ખુશખબર : હવે લોકલ ટ્રેનમાં UTS મોબાઈલ એપ દ્વારા પણ કરી શકશો બુકિંગ

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">