Breaking News : ઘુસણખોરોને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી ચેતવણી, પોલીસ સમક્ષ હાજર થઈ જાવ નહીંતર કરાશે કડક કાર્યવાહી, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાંથી 1000 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન આપ્યું છે. નકલી ડોક્યુમેન્ટ બનાવી ઘુસણખોરો સ્થાયી થયા હતા

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર એકશનમાં આવી છે. ગુજરાતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર સરકારની સૌથી મોટી સ્ટ્રાઈક કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાંથી 1000 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે.
બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન આપ્યું છે. નકલી ડોક્યુમેન્ટ બનાવી ઘુસણખોરો સ્થાયી થયા હતા. કેટલાક લોકો ડ્રગ્સ અને માનવ તસ્કરીમાં સામેલ થયા છે. તેમજ તમામ બાંગ્લાદેશીઓની ચકાસણી ચાલી રહી છે. ગુજરાત પોલીસનું સૌથી મોટું ઓપરેશન હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સરકાર ઘુસણખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હર્ષ સંઘવીએ ઘુસણખોરોને આપી ચેતવણી
હર્ષ સંઘવીએ ગેરકાયદે રહેતા તમામ લોકોએ આગામી બે દિવસમાં સામેથી પોલીસ સ્ટેશનમાં સરન્ડર કરવાની ચેતવણી આપી છે. નહીંતર ઘરે ઘરે જઈ પકડી ડિપોર્ટ કરવાનું કામ કરાશે.જે લોકો ઘુસણખોરને આશરો આપશે તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે. બંગાળના બોગસ ડોક્યુમેન્ટના આધારે દેશ અને અલગ અલગ રાજ્યમાં તેમજ ગુજરાતમાં આવેલા લોકોના ડોક્યુમેન્ટની તપાસ કરાશે.
આ સાથે જ હર્ષ સંઘવીએ જણાવ્યું કે તમામ રાજ્યોની જવાબદારી છે કે દેશ હિતમાં દરેક સૂચનાઓનું કડક પાલન થવું જોઈએ. જે સૂચના અન્વયે રાજ્ય સરકાર સમય મર્યાદામાં કામગીરી કરવામાં આવશે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓને ડીપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. જે પાકિસ્તાનથી પીડિત છે,ભારતમાં આવેલા લોકોને સુરક્ષિત રાખવું એ અમારી જવાબદારી છે. ગામના સુધી જેટલા બાંગ્લાદેશીઓ પકડ્યા તે ડોક્યુમેન્ટ બંગાળથી બનાવાયા હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે.
ગુજરાતમાં ગેરકાયદે રહેનારા લોકો પર તવાઈ
અમદાવાદ પોલીસની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચંડોળા તળાવમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે ચંડોળા તળાવમાંથી 457 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. મોડી રાત્રિથી સવાર સુધી પોલીસનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતુ. ક્રાઇમ બ્રાન્ચ, SOG, ઝોન 6 સહિતની ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી, પાકિસ્તાની કે અન્ય દેશના ઘુસણખોરો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે રહેતા લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.