AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 8 મહાનગર પાલિકાઓ હતી. હવે નવી વધુ 7 મહાનગરપાલિકાઓ જાહેર કરવામાં આવતા રાજ્યમાં હવે તેની સંખ્યા વધીને 15 થશે. નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને મહાનગરપાલિકાઓનો દરજ્જો અપાયો છે.

મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો
કેવા થશે ફેરફાર? જાણો
| Updated on: Feb 07, 2024 | 9:23 AM
Share

સૌથી મોટો સવાલ એ છે કે, નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને શું શું નવા ફાયદા મહાનગરપાલિકા દરજ્જો મળવાને લઈ થશે. હાલમાં નગરપાલિકા કાર્યરત છે, ત્યાં હવે આ શહેરોને મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનનો દરજ્જો મળ્યો છે.

મહાનગરપાલિકા થયા બાદ હવે ચીફ ઓફિસરને બદલે હવે આ શહેરોમાં મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક થશે. સાથે જ શહેરમાં હવે પ્રમુખ નહીં મેયર અને ઉપપ્રમુખને બદલે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હોદ્દાઓ અસ્તિત્વમાં આવશે.

વડા અધિકારીની સત્તા વધશે

અત્યાર સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાનું સંચાલન કરતા હતા. જોકે ચીફ ઓફિસરની પાસે સત્તાઓની કેટલીક મર્યાદા હોય છે. ખાસ કરીને ટેક્નીકલ સ્ટાફને લઈને. પરંતુ હવે કમિશ્નર પદ હોવાને લઈ સત્તાઓ વધશે, જેથી શહેરનું સંચાલન વધારે સારુ થઈ શકશે અને જેનો ફરક શહેરમાં જોવા મળશે.

હવે વર્ગ-1 ના અધિકારીને બદલે IAS અને GAS સ્તરના અધિકારીઓની નિમણૂંક થશે. એટલે કે મહાનગરપાલિકાઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક થશે. જેનાથી શહેરના વિકાસ માટેના કેટલાક પડકારોને પહોંચી વળવામાં સરળતા રહશે. સાથે જ વિકાસ અને સંચાલન વધારે સારુ બનશે. ઉચ્ચ અધિકારીઓ હોવાને લઈ તેઓ સરકારમાં પ્રોજેક્ટ મંજૂર કરાવવામાં સરળતા કરી શકે છે.

કોર્પોરેશન અમલમાં આવવાને લઈ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સારી મળી શકશે. જેમકે ગટર, પાણી, રસ્તાની સુવિધાઓ વધારે સારી થશે. જોકે શહેરીજનોએ પાલિકાના પ્રમાણમાં વેરા વધુ ચુકવવા પડશે.

વધુ ગ્રાન્ટ મળશે

મહાનગરપાલિકાને સ્થાનિક વેરાની આવક ઉપરાંત હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસથી વધુ ગ્રાન્ટ મળી શકશે. જેમકે હવે મનપા થતા હવે 30 ટકા રકમ રોકીને 100નું કામ કરી શકાશે. આ સીવાય કેટલાક 100 ટકા ગ્રાન્ટના પ્રોજેક્ટનો પણ લાભ મળી શકે છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરો અ વર્ગની પાલીકા હોય છે, જ્યારે 3 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતો હોય છે. જોકે નવી મહાનગર પાલિકાઓ જાહેર થઈ છે, તેમાં અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવનાર છે. આમ આ શહેરોની વસ્તી પણ વધારે થશે અને આસપાસના ગામડાઓનો વિકાસ પણ થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">