હોસ્પિટલ હાઉસફુલ, ચેતજો અમદાવાદીઓ આવુને આવુ રહ્યુ તો નહી મળે જગ્યા

અમદાવાદમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ICU-વેન્ટીલેટરની સગવડવાળા જેટલા પણ બેડ છે તેમાથી 75 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગયા છે.

| Updated on: Apr 05, 2021 | 4:16 PM

અમદાવાદ શહેરમાં કોરોનાના મહારોગની સ્થિતિ વકરી ચૂકી છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે કરાયેલી વ્યવસ્થા ઓછી પડી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હાલમાં કોરોનાના દર્દીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( Ahmedabad municipal corporation) અને ગુજરાત સરકારે ( Government of Gujarat ) કરેલી વ્યવસ્થા ઓછી પડે તેવી અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ રહી છે.

અમદાવાદ શહેરમાં આવેલી અને કોવીડ19ના (Covid 19) દર્દીઓ માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ( Government and private hospitals ) ઉભી કરેલ વ્યવસ્થા પૈકી વેન્ટીલેટરની સવલતો ધરાવતા કુલ બેડમાંથી 79 ટકા અને આઈસીયુમા રહેલા કુલ બેડમાંથી 78 ટકા બેડ કોરોનાના દર્દીઓથી ભરાઈ ચૂકયા છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા અંગે કોરોનાના દર્દીઓનો સતત વધારો થઈ રહ્યો છે. 645 જેટલા દર્દીઓ 1200 બેડની સિવીલ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 12 જેટલા દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબોએ તેમને વેન્ટિલેટર ઉપર રાખીને સારવાર કરી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં દાખલ થયેલા દર્દીઓમાંથી 73 ટકા દર્દીઓને ઓક્સીજનની જરૂર પડી રહી છે.

રોજબરોજ કોરોનાથી સંક્રમિત થઈને સારવાર માટે આવી રહેલા દર્દીઓની સંખ્યાને જોતા, સિવીલ હોસ્પિટલમાં કોવીડ19ના દર્દીઓ માટે 920 બેડને બદલે કુલ 1100 બેડની વ્યવસ્થા કરાઈ છે. સિવીલ હોસ્પિટલ સંકુલમાં આવેલા કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ કેટલાક બેડ રિઝર્વ રાખીને તાકીદની પરિસ્થિતિને પહોચી વળવા માટે પ્લાન-બી રેડી રાખવામાં આવ્યો છે.

કોરોનાની સારવાર માટે દાખલ થઈ રહેલા દર્દીઓની સારવાર કરતા કરતા, રુલ 545 આરોગ્યના કર્મચારીઓ અત્યાર સુધી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાં 12 તબીબનો સમાવેશ થાય છે. કોરોનાના દર્દીઓની સારવાર કરતા સંક્રમિત થયેલા ડોકટરોમાંથી 5 ડોકટરને સંક્રમણ વધુ હોવાથી સઘન સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. જ્યારે 7 તબીબોને તેમના ઘરે હોમ કવોરોન્ટાઈન કરાયા છે.

રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા અને તેમાના પણ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામા તકલીફ ઉભી થતા, સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ઓક્સિજન અપાઈ રહ્યો હોવાથી, ઓક્સિજનનો વપરાશ વધતા જરૂરીયાત પણ વધુ ઉભી થઈ રહી છે.

Follow Us:
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">