કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે લોકાર્પણ, જાણો કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અને નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે અને નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. આજે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિન્દી દિવસ 2025 અને પાંચમું અખિલ ભારતીય રાજભાષા સંમેલન કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ બપોરે 1.55 કલાકે સરદારધામ આયોજિત અભિવાદન સમારોહ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત બપોરે 3 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નારણપુરામાં બનાવવામાં આવેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું લોકાર્પણ કરવામાં આવશે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આજે ઉદ્ગાટન
2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાતે યજમાન બનવાની દાવેદારી કરી છે.ત્યારે ગુજરાતમાં હવે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સજ્જ છે. અમદાવાદના નારણપુરામાં નિર્મિત “વીર સાવરકર” સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સે રમત-ગમતના ક્ષેત્રમાં ગુજરાતની શોભામાં અભિવૃદ્ધી કરશે. આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે આજે બપોરે 2:30 કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન થશે. વર્ષ 2022માં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમૂર્હૂત કરાયું હતુ. 21 એકરથી વધુ જમીનમાં રૂપિયા 823 કરોડના ખર્ચે બનેલું આ કોમ્પ્લેક્સ 2036ના ઓલિમ્પિક અને 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.
800 ફોર-વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા
“વીર સાવરકર” સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વિશેષતા પર નજર કરીએ તો કોમ્પ્લેક્સને કુલ 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં 4 મુખ્ય બ્લોકનો સમાવેશ થાય છે..બ્લોક Aમાં એક્વાટિક સ્ટેડિયમ બન્યું છે.જેમાં આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબ સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવવામાં આવ્યો છે, જેમાં 1500 દર્શકો બેસી શકે છે. બ્લોક Bની વાત કરીએ તો અહીં 2 મોટા હોલ છે જેમાં એક જ સમયે 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટનો ઉપયોગ કરી શકાશે.તો બ્લોક Cમાં ઓલિમ્પિક સ્તરની ઇવેન્ટ્સ યોજી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જિમનાસ્ટિક, વોલિ બોલ, બાસ્કેટ બોલ, જુડો-કરાટે, સ્વિમિંગ સહિતની અનેક રમત-ગમતની સ્પર્ધા થઈ શકશે. આ સાથે અહીં 850 ટુ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે તેવી વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે.