આજનું હવામાન : ગુજરાતમાં ફરી મેઘ તાંડવના એંધાણ ! જાણો 14 તારીખથી ક્યાં પડશે ભારે વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. ગુજરાતમાં 14થી 16 સપ્ટેમ્બર ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.જ્યારે કે અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ વરસવાના એંધાણ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કરતા 28 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વરસાદ બની શકે છે વિલન
બીજી તરફ નવરાત્રી દરમિયાન પણ ખેલૈયાઓ માટે વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે નવરાત્રીમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમાં પણ નવરાત્રીના શરૂઆતના દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 18 થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, એટલે કે નવરાત્રીની શરૂઆતમાં જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
Gujarat Braces for Heavy Rain: Monsoon to Intensify from Sept 14-16, Navratri at Risk! | TV9Gujarati#GujaratRain #MonsoonAlert #HeavyRainfall #Navratri2025 #SouthGujarat #CyclonicCirculation #WeatherForecast #TV9Gujarati pic.twitter.com/dEBxa1bvpC
— Tv9 Gujarati (@tv9gujarati) September 12, 2025
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
આ તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી વરસાદની માહોલ જોવા મળશે. 14થી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં પડી શકે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે.બનાસકાંઠા ,સાબરકાંઠા અને પંચમહાલમાં વરસાદી ઝાપટા પડશે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન 24 અને 25 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. આ સાથે જ છઠા નોરતાથી દશેરા સુધી પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ લગાવી રહ્યા છે.
