AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નેપાળમાં ભડકેલી હિંસામાં ફસાયા ગુજરાતીઓ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

નેપાળમાં ભડકેલી હિંસામાં કેટલાક લોકોના મોત થયા છે. આ હિંસાની ઘટના બની ત્યારે ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા છે. તાજેતરમાં નેપાળના કાઠમાંડુમાં બનેલી ઘટનાએ ગુજરાતના અનેક પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે.

Breaking News : નેપાળમાં ભડકેલી હિંસામાં ફસાયા ગુજરાતીઓ, પરિવારજનોમાં ચિંતાનો માહોલ
Nepal crisis
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2025 | 2:36 PM
Share

નેપાળમાં ભડકેલી હિંસામાં કેટલાક લોકોના મોત થયા છે. આ હિંસાની ઘટના બની ત્યારે ગુજરાતીઓ પણ નેપાળમાં ફસાયા છે. તાજેતરમાં નેપાળના કાઠમાંડુમાં બનેલી ઘટનાએ ગુજરાતના અનેક પરિવારોને ચિંતામાં મૂકી દીધા છે. ત્રીજી સપ્ટેમ્બરે નેપાળ પ્રવાસે ગયેલા 20 જેટલા ગુજરાતી યાત્રિકો કાઠમાંડુ એરપોર્ટ પર ફસાયા છે. કાઠમાંડુ એરપોર્ટ બંધ થવાના કારણે તેમની પરત ફરવાની ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. આ ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ યાત્રિકોમાં મોટાભાગના સિનિયર સિટિઝન્સ છે.

નેપાળમાં અટવાયા અમદાવાદના યાત્રિકો

આ યાત્રિકો પૈકી એક ગ્રુપ અમદાવાદના રાણીપ વિસ્તારમાંથી પશુપતિનાથના દર્શન માટે નેપાળ ગયું હતું. તેઓ નવમી સપ્ટેમ્બરે પરત ફરવાના હતા. પરંતુ પરત ફરતી વખતે તેમની બસને ટોળાએ ઘેરી લીધી અને યાત્રિકોને બસમાંથી ઉતારી દીધા. આ યાત્રિકોને ધમકી આપવામાં આવી કે જો તેઓ બસ ખાલી ના કરે તો બસ સળગાવી દેવામાં આવશે. ભય અને ગભરાટમાં આ યાત્રિકોએ બસ ખાલી કરી અને 5-7 કિલોમીટર લગેજ સાથે પગપાળા એરપોર્ટ તરફ ચાલવા લાગ્યા. આ દરમિયાન પોલીસ દ્વારા ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે ઘણા યાત્રિકો ઘાયલ થયા.

અનેક ગુજરાતીઓ નેપાળના વિવિધ સ્થળોએ ફસાયા

એરપોર્ટ પહોંચ્યા બાદ પણ તેમની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. એરપોર્ટ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હતી અને ખાવા-પીવાની પણ કોઈ વ્યવસ્થા ન હતી. આ યાત્રિકો હાલ એરપોર્ટ પર જ અટવાયા છે અને તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનો માહોલ છે. તેઓ સરકાર પાસેથી ઝડપી મદદ અને રેસ્ક્યુ ઓપરેશનની માંગ કરી રહ્યા છે. ટુર ઓપરેટરોના જણાવ્યા મુજબ, 200થી વધુ ગુજરાતીઓ નેપાળમાં વિવિધ સ્થળોએ ફસાયા છે. આ ઘટના ગુજરાત સરકાર માટે એક મોટી ચેલેન્જ બની છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">