Gujarat Top News: રાજ્યમાં વરસાદ, વેક્સિનેશન કે પછી મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, જાણો તમામ સમાચાર માત્ર એક ક્લિકમાં

|

Aug 09, 2021 | 4:51 PM

જાણો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ અંગે નાયબ મુખ્યપ્રધાને શું આપ્યું નિવેદન, કોરોના નિયમોનો ક્યાં મંદિરમાં થયો ભંગ જાણો મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વરસાદ, વેક્સિનેશન કે પછી મુખ્યપ્રધાનની મહત્વની જાહેરાત, જાણો તમામ સમાચાર માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1. સારા વરસાદ માટે જોવી પડશે રાહ,રાજ્યમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં ભારે વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ પડવાની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી. જો કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અનેક પંથકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : સારા વરસાદ માટે રાહ જોવી પડશે, જાણો કેટલા દિવસ પછી રાજ્યમાં પડશે વરસાદ

 

2. સાવરકુંડલામાં થયેલા અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને CM રૂપાણીએ સહાયની કરી જાહેરાત

અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર દુર્ઘટનાને પગલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મુખ્યપ્રધાને આ અકસ્માતમાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો:GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

 

3. શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, કોરોના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના દ્વારે ભાવિકોના ટોળા ઉમટ્યા હતા. ત્યારે તમામ વ્યવસ્થા ઉપરાંત લોકો ભક્તિમાં ભાન ભૂલ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ભીડ કરતા જોવા મળ્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GIR SOMNATH : શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાયા

 

4. રાજ્યમાં કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડને પાર

રાજ્યમાં 8 ઓગસ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જેમાં રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 45,872 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું. જ્યારે અમદાવાદમાં માત્ર 36,638 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડને પાર પહોંચી ગયો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GUJARAT : રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ થયું, કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડ થયો

 

5. રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, કહ્યું “ડોકટરોની માંગ ગેરવ્યાજબી “

સોમનાથ દર્શને આવેલા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નિવેદન સામે આવ્યું છે. DyCM નીતિન પટેલે કહ્યું કે જુનિયર તબીબો પોતાની હડતાલ સમેટી લે, સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે,ઉપરાંત જણાવ્યું કે ડોકટરોની માંગણી ગેરવ્યાજબી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: GIR SOMNATH : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ પર નીતિન પટેલનું નિવદેન, માગ ગેરવ્યાજબી, પહેલા બિનશરતી હડતાળ સમાપ્ત કરાય

 

6. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓને હાલાકી

ગુજરાતમાં રેસિડેન્ટ ડોકટરો તેમની માંગણીઓને લઈને છેલ્લા પાંચ દિવસથી હડતાળ પર ઉતર્યા છે તો બીજી તરફ રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓએ સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને લાઈનમાં ઉભા રહેવા છતાં સારવાર મળતી નથી.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Ahmedabad સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળથી દર્દીઓ હેરાન, લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર

 

7. તાપીમાં પ્રયોજના કચેરીમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

તાપી જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય સુનિલ ગામીત, પુનાજી ગામીત અને પોલીસ વચ્ચે જિલ્લાની પ્રયોજના વહીવટદારની કચેરીમાં પ્રવેશ મુદ્દે ઘર્ષણ સર્જાયુ હતું. ધારાસભ્ય સુનિલ ગામીત દ્વારા ટ્રાઈબલ વિકાસની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે RTI માંગવામાં આવી હતી. જેને દોઢ મહિનો વીતવા છતાં જવાબ ન આપતા સોમવારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વ્યારાના ધારાસભ્ય પુનજીભાઉ સાથે પ્રયોજના કચેરી પર પહોંચ્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Tapi : પ્રયોજના કચેરીમાં પ્રવેશ મુદ્દે કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું

 

8. સુરતમાં રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કહ્યું સરકાર માંગણીઓ પૂર્ણ કરે

ગુજરાતમાં સતત ચાલી રહેલી રેસિડેન્ટ ડોકટરોની હડતાળ હવે આક્રમક બની છે. જેમાં સરકાર એક તરફ તબીબોને બિનશરતી હડતાળ પૂર્ણ કરવા કહી રહી છે, જ્યારે ડોકટરો પોતાની માંગણીઓને લઈને અડગ છે. જે અંતર્ગત સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટર્સની હડતાળ પણ યથાવત જોવા મળી હતી.

 

આ સમાચાર વિગતવાર વાંચો:  Surat : રેસિડેન્ટ ડોકટરોની હડતાળ યથાવત, કહ્યું સરકાર માંગણીઓ પૂર્ણ કરે

 

9. વરસાદ ખેંચાતા જેતપુરના ખેડૂતોમાં ચિંતા, પાક નુકસાનની ભીતિ

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ વગેરે પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતિત થયો છે. આ માટે સરકાર સહાય કરે તેવી ખેડૂતોએ માંગ કરી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: RAJKOT : વરસાદ ખેંચાતા જેતપુરના ખેડૂતોમાં ચિંતા, મગફળી, સોયાબીન અને કપાસના પાકને નુકસાનની ભીતિ

 

10. વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતોમાં ચિંતા, પાકને નુકસાન થવાની ભિતી

વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કચ્છના ખેડૂતોની સ્થિતિ પણ અન્ય જિલ્લાના ખેડૂતો જેવી જ છે. પહેલો વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોએ વાવણી શરૂ કરી હતી. પરંતુ વાવણી બાદ વરસાદ ન થતા હાલ ખેડૂતોને પાક નુકશાનની ભિતી છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: KUTCH : વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, તલ, ગુવાર અને રાયડો સહિતના પાકોને મોટું નુકસાન થવાનો ભય

Next Article