GUJARAT : રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ થયું, કુલ રસીકરણનો આંકડો 3.65 કરોડ થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:49 AM

Vaccination in Gujarat :રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 45,872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36.638 લોકોને જ રસી મળી.

GUJARAT :રાજ્યમાં કોરોનાનું સંકટ ટળ્યું નથી.પાછલા 8 ઓગષ્ટે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઉછાળો જોવા મળ્યો અને 25 નવા કેસ નોંધાયા હતા, જોકે મૃત્યુઆંક શૂન્ય નોંધાયો છે. રાહતની વાત એ છે કે કુલ એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 207 પર પહોંચી છે.જ્યારે વેન્ટિલેટર પર માત્ર 6 દર્દીઓ છે. પાછલા 24 કલાકમાં 14 દર્દીઓ સાજા થયા છે અને કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ પર પહોંચી છે.સાથે જ સાજા થવાનો દર 98.75 પર સ્થિર થયો છે. કુલ મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર થયો છે.

રાજ્યના કુલ 25 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોના શૂન્યમાં સમેટાયો છે…સુરતમાં સૌથી વધુ 6 કેસ નોંધાયા, તો અમદાવાદમાં 4, વડોદરા અને રાજકોટમાં 3-3 કેસ નોંધાયા.જ્યારે અમરેલી અને ખેડામાં પણ નવા 3-3 કેસ સામે આવ્યા.

રસીકરણની વાત કરીએ તો, રાજ્યમાં 8 ઓગષ્ટે 3.85 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 45,872 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં માત્ર 36.638 લોકોને જ રસી મળી. વડોદરામાં 16,588 અને રાજકોટમાં 16,864 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 65 લાખ લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચો : GIR SOMNATH : શ્રાવણના પહેલા સોમવારે સોમનાથ મંદિરે ભક્તો ઉમટ્યા, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ભુલાયા

આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

Published on: Aug 09, 2021 08:47 AM
g clip-path="url(#clip0_868_265)">