Gujarat Top News: રાજ્યમાં વરસાદ, રાજકીય હલચલ કે વેક્સિનેશનને લગતા મહત્વના સમાચાર, વાંચો એક જ ક્લિકમાં

રાજ્યમાં ક્યારે થશે વરસાદનું આગમન, ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને કઈ મોટી જવાબદારી સોંપાઈ, અંબાજીનો મેળો યોજાશે કે કેમ, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં વરસાદ, રાજકીય હલચલ કે વેક્સિનેશનને લગતા મહત્વના સમાચાર, વાંચો એક જ ક્લિકમાં
Gujarat Top News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 5:04 PM

1. ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે (Met Department) આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આ સમાચાર વિગતવાર વાંચો: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી

2. ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની સુપ્રીમ કોર્ટમાં થઈ શકે છે નિમણૂક

સુપ્રીમ કોર્ટની કોલેજીયમ દ્વારા નવ નામની ભલામણ કરવામાં આવી છે. જેમાં ત્રણ મહિલા જજનો સમાવેશ થયો છે. તમને જણાવી દઈએ કે આ ભલામણમાં ગુજરાતથી બે જસ્ટિસના નામની ભલામણ કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદીનું નામ સામેલ છે.

આ સમાચાર વિગતવાર વાંચો: AHMEDABAD : સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની થઇ શકે છે નિમણૂંક

3. ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

દેશમાં ફાર્મા સેક્ટરનું હબ ગણાતા ગુજરાતે ફાર્મા સેક્ટરમાં વધુ એક સિદ્ધી મેળવી છે. હવે DRDOની કોરોનાની દવા ગુજરાતમાં બનાવવામાં આવશે. જેમાં DRDOની 2-DG દવાનું ગુજરાતમાં ઉત્પાદન થશે. કોવેક્સિન બાદ ગુજરાતમાં કોરોનાની બીજી દવા બનશે. DRDOની આ દવાના ઉત્પાદન માટે ગુજરાતની બે ફાર્મા કંપનીઓને મંજુરી આપવામાં અવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: ફાર્મા સેક્ટરમાં ગુજરાતની વધુ એક સિદ્ધી, હવે ગુજરાતમાં બનશે DRDOની 2-DG દવા

4. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજવા અંગે કોરોનાનું ગ્રહણ યથાવત

આ વર્ષે પણ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળા પર કોરોનાનું ગ્રહણ યથાવત રહે તેવી શક્યતા છે, કારણ કે વહીવટી તંત્ર દ્વારા હજુ આ મેળા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો બીજી તરફ સંઘો સાથેની બેઠકમાં ભટ્ટજી મહારાજે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવા અંગે સંઘને જણાવ્યુ હતુ કે આ વર્ષે અંબાજી ભાદરવી પૂનમનો મેળો 13થી 20 સપ્ટેમ્બર 2021 દરમિયાન આવે છે. આ અંગે રાજ્ય સરકાર તેમજ કલેક્ટર દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Banaskantha : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો યોજવા અંગે કોરોનાનું ગ્રહણ યથાવત

5. ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભીખુ દલસાણીયાને બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભીખુ દલસાણીયા અત્યાર સુધી ગુજરાત BJPના સંગઠન મહામંત્રી રહી ચુક્યા છે.

આ સમાચાર વિગતવાર વાંચો:   ગુજરાત BJPના ભીખુ દલસાણીયાને મોટી જવાબદારી સોંપાઈ, બિહાર BJPના સંગઠન મહામંત્રી બનાવાયા

6. રાજ્યમાં વેક્સિનેશન પૂરજોશમાં, વેક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર

રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કોરોના સામેના જંગમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. ત્યારે રાજ્યમાં વેક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર પહોંચી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Gujarat : કોરોનાના વળતા પાણી, વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર

7. ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઈન્ટ, સેલ્ફી પોઈન્ટ અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો

રાજ્યના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી દ્વારા સંયુક્ત રૂપે સાસણ ગીર અને આંબરડી પાર્કમાં 50 કરોડના ખર્ચે નવા લાઈન પ્રોજેકટને મંજુરી આપવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !

8. અમદાવાદમાં એલિસબ્રિજ શાળા નંબર 28નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

દેશ માટે શહીદી વોરનાર જવાનનું ઋણ ભૂલી ન શકાય, ત્યારે અમદાવાદ શહેરમાં એલિસબ્રિજ શાળા નંબર 28ને શહીદ વીર નિલેશ સોની નામ આપવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સરકારને કરાયેલી રજુઆતમાં રિવરફ્રન્ટ પર શહીદ સ્મારક પાર્ક બનાવવાની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર વિગતવાર વાંચો:  Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

9. પોરબંદર નગરપાલિકામાં પાણી વિતરણ મામલે રાજકારણ ગરમાયું

પોરબંદર-છાયા સયુંકત નગરપાલિકા હવે બીજા દિવસના બદલે ત્રીજા દિવસે પાણી વિતરણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જે મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આક્ષેપ લગાવી રહ્યા છે તો આ મુદ્દે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Porbandar : નગરપાલિકા દ્વારા ત્રણ દિવસના પાણી વિતરણની જાહેરાત, પાલિકાનું રાજકારણ ગરમાયું

10. વડોદરાના ડભોઈ તાલુકામાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોની વધી ચિંતા

કપાસના પાકમાં આ પહેલીવાર ભેદી રોગ આવતા જગતનો તાત ચિંતિત બન્યો છે. ઉપરાંત આ રોગ પાકનો વિકાસ પણ અટકાવી દે છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નથી આવી રહ્યું, જેના પગલે ખેતરમાં સિંચાઈ પણ શક્ય નથી.

આ સમાચાર વિગતવાર વાંચો:  VADODARA : ડભોઇ તાલુકામાં કપાસના પાકમાં ભેદી રોગથી ખેડૂતોમાં ચિંતા, 23 હજાર હેક્ટરના પાક સામે ખતરો

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">