Junagadh : પ્રવાસીઓ માટે ખુશખબર, ગીરમાં સિંહ દર્શનની સાથે હવે સનસેટ પોઇન્ટ, સેલ્ફી પોઇન્ટ, વોચ ટાવર અને નેચરલ પાર્કની પણ મજા માણી શકશો !
રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી (Wild Life Authority) દ્વારા સંયુક્ત રૂપે સાસણ ગીર અને આંબરડી પાર્કમાં 50 કરોડના ખર્ચે નવા લાઈન પ્રોજેકટને મંજુરી આપવામાં આવી છે.
Junagadh : ગીરના સિંહોને નિહાળવા આવતા પ્રવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. નવા લાયન પ્રોજેક્ટના અમલથી પ્રવાસીઓ વોચ ટાવર, સેલ્ફી પોઇન્ટ, સનસેટ પોઇન્ટની સાથે નેચરલ પાર્ક (Natural Park) અને ફૂડ કોર્ટનો પણ લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર હવે સિંહ અભ્યારણને વધુ સુરક્ષિત કરવાની સાથે સહેલાણીઓ માટે પણ વધુ સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
50 કરોડના નવા લાયન પ્રોજેક્ટને મંજુરી
રાજયના પ્રવાસન વિભાગ તથા વાઈલ્ડ લાઈફ ઓથોરીટી (Wild Life Authority) દ્વારા સંયુક્ત રૂપે સાસણ ગીર અને આંબરડી પાર્કમાં 50 કરોડના ખર્ચે આ પ્રોજેકટને અમલમાં મુકવાની મંજુરી આપી છે. આપને જણાવી દઈએ કે, હાલ અભ્યારણમાં પ્રવાસીઓને ખાસ પ્રકારની જીપમાં સિંહ તથા અન્ય પ્રાણીઓના દર્શન કરાવવામાં આવે છે. તેના બદલે હવે ઉંચા પાંચ ટાવર્સ ગોઠવવામાં આવશે. ઉપરાંત એક નેચરલ પાર્ક પણ બનાવવામાં આવશે અને મગરનું એક બ્રીડીંગ સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે.
પ્રવાસન ક્ષેત્રે પણ આ સ્થળ મહત્વનું બની રહેશે
ગીરના અભ્યારણમાં નવા લાયન પ્રોજેક્ટના અમલથી સહેલાણીઓ માટે વધુ સુવિધાસભર વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. ઉપરાંત સિંહ દર્શન માટે જાણીતા એવા દેવળીયા પાર્કમાં પણ ખાસ સનસેટ પોઈન્ટ (Sunset point) બનાવવામાં આવશે અને નેચરલ પાર્ક, વિશાળ મેદાન અને સેલ્ફી પોઈન્ટ ઉમેરાતા પ્રવાસન ક્ષેત્રે પણ આ સ્થળ મહત્વનું બની રહેશે.
કેન્દ્ર સરકારે લાયન પ્રોજેકટની કરી હતી જાહેરાત
મખ્યપ્રધાને જણાવ્યું હતું કે, રાજય સરકાર સિંહના આરોગ્યના જતન અને સંરક્ષણ માટે સાસણ ગીરમાં અદ્યતન લાયન હોસ્પિટલ, લાયન એમ્બ્યુલન્સ, રેસ્કયુ એન્ડ રેપીડ એકશન ટીમ, ટ્રેડર્સ અને વન્ય પ્રાણી મિત્રનાં નવતર કોન્સેપ્ટ વિકસાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એશીયાઇ સિંહોનાં સંરક્ષણને પ્રાધાન્ય આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા લાયન પ્રોજેકટ માટે જાહેરાત કરવામાં આવી હતી.
સફારી એરીયામાં વોચ ટાવર બનાવવામાં આવશે
ગીર અભ્યારણયમાં સફારી એરીયામાં (Safari Area) 30 મીટર ઉંચા વોચ ટાવર ઉભા કરવામાં આવશે. જેથી લોકો જીપ ઉપરાંત આ વોચ ટાવર પરથી સિંહ અને અન્ય પ્રાણીઓને નિહાળી શકશે. આપને જણાવી દઈએ કે, આંબરડી પાર્કમાં પણ રોડ બ્રીજ અને ફુડ કોર્ટ અને સેલ્ફી પાર્ક બનાવવામાં આવશે. જે માટે 25.67 કરોડનો ખર્ચને મંજુરી આપવામાં આવી છે.
અહીં એક આધુનિક એનિમલ હોસ્પીટલ તથા રીસર્ચ ડાયગ્નોસિસ સેન્ટર (Research Diagnosis Center) પણ ઉભુ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ સિંહની પ્રજાતી જળવાઈ રહે તે માટે જીન પુલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: AHMEDABAD : સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની થઇ શકે છે નિમણૂંક
આ પણ વાંચો: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી