ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે..તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે..
AHMEDABAD : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે..તો મધ્ય ગુજરાતમાં કેટલાક સ્થળે હળવો વરસાદ પડી શકે છે..જ્યારે ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ રહેશે. બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે.
આગામી બે દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હજી પણ 48 ટકા જેટલી વરસાદની ઘટ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો છે. એવામાં વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. જેમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે, રાજયમાં પાછલા ત્રીસ વર્ષની સરખામણીએ 37.12 ટકા જ વરસાદ વરસ્યો છે.
આ વર્ષે ચોમાસાની સીઝનમાં ગુજરાતમાં વરસાદ ખેંચાઈ રહ્યો છે. ખેડૂતો માટે આ કપરો સમય છે. ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માગ કરી રહ્યા હતા. જો કે હવે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યના 39 જળાશયોમાંથી 9.5 લાખ એકર જમીનને સિંચાઈનું પાણી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. એટલે કે રાજ્યમાં કુલ પાંચ લાખ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.
આ પણ વાંચો : AHMEDABAD : સુપ્રીમ કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાંથી પ્રથમ મહિલા જજની થઇ શકે છે નિમણૂંક
આ પણ વાંચો : VADODARA : સી.એચ.જવેલર્સમાં સોનાની ચોરીના કેસમાં 2.31 કરોડનું સોનું રીકવર કરવામાં આવ્યું