Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખી શાળાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામ આપવામાં આવ્યું છે.

Ahmedabad : શહીદ જવાનના પરિવાર માટે ગર્વની ક્ષણ, એલિસબ્રિજ શાળા નંબર 28 નું શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામાભિકરણ કરાયું
Ahmedabad
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 18, 2021 | 1:14 PM

દેશ માટે શહીદી વોરનાર જવાનનું ઋણ ભૂલી ન શકાય અને તેમના માટે આપણે કરીએ તેટલું પણ ઓછું પડે. ત્યારે આવા શહીદ વીર જવાનોના સન્માન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહ્યું છે. જેમ તાજેતરમાં સરકારને કરાયેલી રજુઆતમાં રિવર ફ્રન્ટ (Riverfront) પર શહીદ સ્મારક પાર્ક બનાવવાની જાહેરાત કરાઈ. તો એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર નિલેશ સોની નામ અપાતા જવાનના પરિવારે ગર્વ અનુભવ્યો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાર્યક્રમ રાખી શાળાનું નામાભિકરણ કરવામાં આવ્યું હતું. જેમાં એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર કેપ્ટન નિલેશ સોની નામ આપવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં શહીદ જવાનના પરિવાર અને મેયર, ધારાસભ્ય, સાંસદ કિરીટ સોલંકી સહિત સ્કૂલ બોર્ડ સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તો સાથે જ આગામી સમયમાં અન્ય શાળાઓના નામ શહીદ જવાનના નામ પર પડી શકે છે, તેવા આયોજન પણ ચાલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરમાં 7 શાળાને શહીદ જવાનના નામ આપવામા આવી ચુક્યા છે. ત્યારે એલિસબ્રિજ શાળાના નામાભિકરણ સાથે શહેરમાં 8 શાળાના નામ શહીદ જવાન પર પડ્યા છે. જે નામાભિકરણ થતા જવાનના પરિવારે ગર્વ અનુભવ્યો અને તેમાં પણ પહેલા રિવર ફ્રન્ટ પર શહીદ સ્મારક પાર્ક બનવાની જાહેરાત અને હવે શાળા પર જવાનનું નામ આવતા કેપ્ટન નિલેશ સોનીના પરિવારે ગર્વનું અનુભૂતિ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તો સાથે જ આ નામથી લોકોમાં દેશભક્તિ વિશે જાણવાની ઈચ્છા થશે તેવું સાંસદ અને શહીદ જવાનના પરિવારનું પણ માનવું છે.

કઈ કઈ શાળાને ક્યાં નામ અપાયા

1. બાપૂનગર 13 શાળાને શ્રી ઋષિકેશ રામાણી શાળા નામ આપ્યું.

2. અસારવા શાળા નંબર 11 ને વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા નામ આપ્યું.

3. એલિસબ્રિજ શાળા નંબર 28 ને શહીદ વીર નિલેશ સોની નામ આપ્યું.

4. વાડજ ગુજરાતી શાળા નંબર 1 ને શહીદ મુકેશ પરમાર નામ આપ્યું.

અમદાવાદમાં રિવરફ્રન્ટ (Ahmedabad Riverfront) પ્રોજેકટ ફેઝ-2 ની કામગીરી હાલ ચાલી રહી છે, જેમાં શહીદ પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) અને રક્ષા મંત્રાલય વચ્ચે આ અંગેના MOU થયા છે.

કેમ્પ હનુમાન સામે રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળની જગ્યામાં શહીદ પાર્ક બનાવવામાં આવશે. રિવરફ્રન્ટના Dy.MC ના જણાવ્યા પ્રમાણે જમીન રિકલેમ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. જ્યાં શહીદ સ્મારક પાર્ક, સ્પોર્ટ્સ સંકુલ અને આર્મી માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat : કોરોનાના વળતા પાણી, વૅક્સીનના બંને ડોઝ લેનારાની સંખ્યા 1 કરોડને પાર

આ પણ વાંચો : Gujarat : આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં મોસમનો સરેરાશ 311.82 મી.મી. વરસાદ નોંધાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">