Gujarat Top News: રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વરસાદ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર, જાણો માત્ર એક ક્લિકમાં

|

Sep 03, 2021 | 5:00 PM

રાજ્યમાં કોરોનાની સ્થિતિ, આગામી ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી, નવસારી જિલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન રોગચાળો વકર્યો તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: રાજ્યમાં કોરોનાની સ્થિતિ, વરસાદ કે વિવિધ જિલ્લાને લગતા મહત્વના સમાચાર, જાણો માત્ર એક ક્લિકમાં
Gujarat Top News

Follow us on

1.કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજકોટ તંત્ર એક્શનમાં, મહારાષ્ટ્રથી આવતા મુસાફરોની ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ

ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર જોવા મળી રહ્યો છે. જો કે સરકાર સંભવિત ત્રીજી લહેરને લઈને પહોંચી વળવા અગાઉથી જ અગમચેતીના પગલા લઈ રહી છે. ત્યારે રાજકોટમાં રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોની ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે અગમચેતી, રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા મુસાફરોના ટેસ્ટિંગની પ્રક્રિયા

 

2. મધ્યપ્રદેશમાં વીજળીનું સંકટ, ગુજરાતના કાકરાપાર અણુમથકમાંથી 93 મેગાવોટ વીજળી ખરીદવાનો કરાર થયો

મધ્યપ્રદેશમાં વીજળીના સંકટને પગલે ગુજરાતના કાકરાપાર અણુમથકમાંથી 93 મેગાવોટ વીજળી ખરીદવાનો ફરી કરાર કરવામાં આવ્યો છે. એમપી પાવર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પાવર કાકરાપાર પરમાણુ પ્લાન્ટમાંથી 2.28 રૂપિયા પ્રતિ યુનિટના દરે ઉપલબ્ધ થશે.

 

આ સમાચાર વિગતવાર વાંચો :મધ્યપ્રદેશમાં વીજળીનું સંકટ, ગુજરાતના કાકરાપાર અણુમથકમાંથી 93 મેગાવોટ વીજળી ખરીદવાનો ફરી કરાર થયો

 

3. રાજ્યમાં આગામી ચાર દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર, મધ્ય-ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ સમાચાર વિગતવાર વાંચો: RAIN FORECAST : રાજ્યમાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી, કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે

 

4. રાજ્યમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો કહેર, 24 કલાકમાં માત્ર 10 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટતુ જોવા મળી રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 4 કેસ નોંધાયા તો અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયા છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Gujarat : રાજ્યમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો કેર, 24 કલાકમાં 10 નવા કેસ, મૃત્યુઆંક શૂન્ય

 

5. ખેડાના રઢુ ગામનું અનોખું મહાદેવનું મંદિર, 600 વર્ષથી ભગવાનને અર્પણ કરાયેલું શુદ્ધ ઘી હજુ બગડયું નથી

રઢુ ગામમાં આવેલ કામનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટતા હોય છે, જેમાં મંદિરના ત્રણ ઘીના કોઠારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. 600 વર્ષથી સતત એકત્ર કરવામાં આવતા ઘીની કોઠીઓમાં ક્યારેય ઘી બગડતું નથી.

આ સમાચાર વિગતવાર વાંચો: Kheda : રઢુ ગામનું અનોખું મહાદેવનું મંદિર, 600 વર્ષથી ભગવાનને અર્પણ કરાયેલું શુદ્ધ ઘી હજુ બગડયું નથી

 

6. નવસારી જિલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન રોગચાળો વકર્યો, પશુપાલકોમાં ચિંતાનો માહોલ

આ રોગમાં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે. સાથે જ પશુ દૂધ પણ ઘટી જાય છે, ત્યારે આ રોગને પગલે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Navsari : જિલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન રોગચાળો વકર્યો, પશુપાલકોમાં ચિંતાનો માહોલ

 

7. રાજકોટમાં એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, અંદાજે 1 કરોડની દવાનો જથ્થો જપ્ત

રાજકોટની શ્રમજીવી સોસાયટીમાં SOGના દરોડાના કેસમાં દવાના કાળો કારોબારનો પર્દાફાશ થયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં એક્સપાયરી દવાના વેપલાનો ખુલાસો થયો છે. જેમાં અંદાજે 1 કરોડની દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Rajkot : એક્સપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, અંદાજે 1 કરોડની દવાનો જથ્થો જપ્ત

 

8. તાપી જિલ્લાની સખી મંડળની બહેનોએ નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

તાપી જિલ્લાની સખી મંડળની બહેનોએ નારિયેળીના રેસામાંથી ગણેશજીની મૂર્તિ બનાવી છે, જેમાં મૂર્તિની કિંમત તેમાં કરવામાં આવેલા શણગાર અને મૂર્તિની સાઈઝના આધારે નક્કી કરવામાં આવે છે. ગણપતિની પ્રતિમાઓ બનાવવાની સાથે આ મહિલાઓ અલગ અલગ વસ્તુઓ પણ નાળિયેરના રેસામાંથી બનાવે છે.

આ સમાચાર વિગતવાર વાંચો: Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

 

9. સુરખાબ પક્ષીઓ ભાવનગરને આંગણે બન્યા મહેમાન, પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી

સુરખાબ પક્ષી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પોરબંદર અને જામનગર સહિત રાજ્યના મોટાભાગના જલપ્લાવિત વિસ્તારોમાં જોવા મળતું યાયાવર પક્ષી છે. ત્યારે સુરખાબ પક્ષીઓ ભાવનગરને આંગણે મહેમાન બનતા પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર વિગતવાર વાંચો: સુરખાબ પક્ષીઓ ભાવનગરને આંગણે બન્યા મહેમાન, પ્રકૃતિવિદો અને પક્ષીવિદોમાં આનંદની લાગણી

 

10. જામનગર જિલ્લા પંચાયતમાં અધિકારી અને શાસકો વચ્ચે તકરાર

જામનગર જીલ્લા પંચાયતમાં ફરી અધિકારી અને શાસકો વચ્ચેની તકરાર સામે આવી છે. આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા સમિતીને શોભા ગાંઠીયા સમાન ગણાવી, અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનો અને શાસકોને ગણકારતા ના હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા.

 

આ સમાચાર વિગતવાર વાંચો: Jamnagar : જિલ્લા પંચાયતમાં અધિકારી અને શાસકો વચ્ચે તકરાર, આરોગ્ય સમિતી શોભાના ગાંઠીયા સમાન : ચેરમેન

Next Article