AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર

ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે. વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની પર નો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે

ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર
Gujarat assembly Bill
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2023 | 10:55 PM
Share

ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે. વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની પર નો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે

ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા. સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યુ અને સાથે જ પરિક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યુ   હતું.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યુ હતુ અને સાથે જ તેઓએ કહ્યુ હતુ કે તેઓ સ્વીકારે છે કે પેપર ફૂટ્યુ હતુ પરંતુ હવે આવુ ના થાય અને પરિક્ષાર્થીઓને ફાયદો થાય તેવો કાયદો બનશે.  સાથે જ કહ્યુ કે સરકારે અન્ય રાજ્યોના વિધેયકોનો અભ્યાસ કરીને આ વિધેયક બનાવ્યુ હોવાની વાત કરી હતી. સરકારનું માનવું છે કે પેપરલીક મામલે હવે  કાયદો બન્યો છે કોઈપણ પેપરલીક કરતા વિચારશે.

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકની મુખ્ય જોગવાઈ

  •  પેપરલીક કરનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ
  •  ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ 10 વર્ષની સજા
  • દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે
  • પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતની મિલકત ટાંચમાં લેવાશે
  • આરોપી હશે તેની સામે બિનજામીનપાત્ર ગુનો
  •  PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ
  •  પરીક્ષામાં ગેરરીતિ આચરનારને 3 વર્ષ સુધીની જેલ
  •  ગેરરીતિ આચરનારને 1 લાખ સુધીનો દંડ
  •  2 વર્ષ સુધી પરીક્ષાર્થી પરીક્ષા નહીં આપી શકે
  •  પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા
  •  ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા

કોંગ્રેસ આ મામલે ઉગ્ર વિરોધ કરી રહી છે કોંગ્રેસના આરોપ છે કે રાજ્ય સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કરી, હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે કે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ જ વાપર્યો છે કોંગ્રેસ કહી રહી છે કે વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે સાથે જ સવાલ કર્યો હતો કે બોર્ડ અને કોલેજમાં ગેરરીતિ કરનારને શું પોલીસને હવાલે કરશો ?

આ પણ વાંચો : Rajkot: બજેટ પૂર્વે ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ઉદ્યોગોને બુસ્ટ મળે તે માટે નવી યોજનાઓ લાગુ કરવા કરી માંગ

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
g clip-path="url(#clip0_868_265)">