Gujarat પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન પેટ્રોલિયમ કંપનીઓના વિરોધમાં બ્લેક થર્સ-ડે મનાવશે

આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનના 75 ડિલરો દ્વારા ગુરુવારે કાળા કપડાં પહેરીને પ્રતીક ઉપવાસ કરીને પેટ્રોલિયમ કંપનીઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે.

Gujarat પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન પેટ્રોલિયમ કંપનીઓના વિરોધમાં બ્લેક થર્સ-ડે મનાવશે
Gujarat Petroleum Dealers Association to observe Black Thurs Day against petroleum companies
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Aug 18, 2021 | 6:02 PM

વિવિધ પેટ્રોલિયમ કંપનીઓ સામે કમિશન વધારવાની માંગ સાથે પેટ્રોલપંપના ડિલરોએ બાંયો ચડાવી છે ત્યારે એક અઠવાડિયા પહેલા શરૂ થયેલા ગુજરાત  પેટ્રોલપંપ એસોસિએશનન આંદોલન(Agitation) થી પેટ્રોલિયમ કંપનીઓના પેટનું પાણી પણ હલ્યું નથી જેને લઈને હવે ફેડરેશન ઓફ ગુજરાત(Gujarat)  પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા તેમનું આંદોલન ઉગ્ર બનાવવાની તૈયારીઓ આરંભી લીધી છે.

આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન( Petroleum Dealers Association) ના 75 ડિલરો દ્વારા ગુરુવારે કાળા કપડાં પહેરીને પ્રતીક ઉપવાસ કરીને પેટ્રોલિયમ કંપનીઓ સામે વિરોધ નોંધાવવામાં આવશે. સાથે જ પેટ્રોલિયમ કંપનીઓની જોહુકમી સામે આવતીકાલે બ્લેક થર્સ-ડે જાહેર કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે પેટ્રોલ-ડીઝલ અને CNG ના વેચાણ બદલ પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા વિવિધ પેટ્રોલપંપના ડિલરોને ચુકવવામાં આવતું કમિશન છેલ્લા 4 વર્ષથી વધારવામાં આવ્યું નથી જેને લઈને 12મી ઓગસ્ટથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

જેના ભાગરૂપે ગુજરાતના તમામ પેટ્રોલપંપના ડિલરો દર ગુરુવારે પેટ્રોલિયમ કંપનીઓના ડેપો પરથી પેટ્રોલ-ડિઝલનું જથ્થો નહિ ખરીદવાનું તેમજ 1 કલાક દરમ્યાન ગુજરાતના તમામ CNG પમ્પો પર ગેસનું વેચાણ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ગુજરાતના અલગ અલગ ડિલર્સ ને ચુકવવામાં આવતું કમિશનમાં દર વર્ષે વધારો કરવાની જોગવાઈ છે તેમ છતાં છેલ્લા 4 વર્ષથી એકપણ રૂપિયા નું કમિશન વિવિધ પેટ્રોલિયમ કંપનીફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનઓ દ્વારા વધારવામાં આવ્યું નથી જેને કારણે ગુજરાતના વિવિધ ડિલર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમજ છેલ્લા 4 વર્ષથી કમિશન વધ્યું નથી અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે જેને કારણે ડેપો પરથી પેટ્રોલપંપ સુધી પેટ્રોલ લઈ જવું પણ ડિલર્સ ને મોંઘું પડી રહ્યું છે જેને કારણે એસોસિએશન દ્વારા ડિલર્સને ચુકવવામાં આવતું કમિશન વધારવાની માંગ કરાઈ છે.

અત્યાર સુધી ગુજરાતના વિવિધ ડિલર્સ ને પેટ્રોલમાં 3 રૂપિયા કમિશન, ડિઝલમાં 2 રૂપિયા કમિશન અને CNG માં 1.75 રૂપિયા કમિશન ચુકવવામાં આવે છે જેને વધારીને આ તમામ કમિશન બમણું કરવાની માંગ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ સમક્ષ મુકવામાં આવી છે.

ગુજરાતના અલગ અલગ ડિલર્સ ની કમિશન વધારવાની માંગ જ્યાં સુધી પુરી ન થાય ત્યાં સુધી ગુજરાતના તમામ પેટ્રોલપંપના ડિલર્સ દ્વારા દર ગુરુવારે ડેપો પરથી જથ્થો નહિ ઉપાડવાનો નિર્ણય એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.

Latest News Updates

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
g clip-path="url(#clip0_868_265)">