6 મેના મહત્વના સમાચાર : સૌથી વધુ 41.3 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં 41.2, રાજકોટમાં પારો પહોચ્યો 40.8 ડિગ્રીએ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2024 | 8:21 PM

Gujarat Live Updates : આજે 6મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

6 મેના મહત્વના સમાચાર : સૌથી વધુ 41.3 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં 41.2, રાજકોટમાં પારો પહોચ્યો 40.8 ડિગ્રીએ

ચૂંટણી પ્રચાર વચ્ચે અયોધ્યામાં વડાપ્રધાન મોદીએ રામલલાના દર્શન કર્યા. તો CM યોગી સાથે PM મોદીએ ખુલ્લી જીપમાં રોડ-શો કર્યો. 20મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાશે.  ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થયા છે.  હવે મતદારો મંગળવારે ગુજરાતની 25 બેઠકો પર મતદાન કરશે. 19 મહિલા ઉમેદવારો સહિત ચૂંટણી મેદાનમાં કુલ 266 ઉમેદવારો છે. તો મતદાનના દિવસે આકરી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. મતદારોને તકલીફ ન પડે તે માટે ચૂંટણી વિભાગે કમર છે. મતદાન કેન્દ્રો પર પીવાના પાણી સહિત શામિયાણાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાંચો દેશ અને દુનિયા સાથે જોડાયેલા દરેક મોટા સમાચાર…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 May 2024 08:21 PM (IST)

    સૌથી વધુ 41.3 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદમાં 41.2, રાજકોટમાં પારો પહોચ્યો 40.8 ડિગ્રીએ

    ગુજરાતમાં ગઈકાલે એક દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળ્યા બાદ, આજે ગરમીનો પારો પાછો ઉચકાયો છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે તો અમદાવાદમાં 41.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ગાંધીનગર અને રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થયો છે.

  • 06 May 2024 07:17 PM (IST)

    અરવિંદ કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરતા એલજી

    દિલ્હીના એલજી વીકે સક્સેનાએ, સીએમ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ NIA તપાસની ભલામણ કરી છે. આરોપ છે કે તેને આતંકવાદી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. એલજી દ્વારા મળેલી ફરિયાદ મુજબ, અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીને આ આતંકવાદી સંગઠન પાસેથી 16 મિલિયન યુએસ ડોલર મળ્યા હતા.

  • 06 May 2024 07:13 PM (IST)

    EDના દરોડા પછી અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાની ગણતરી કરાઈ

    ઝારખંડની રાજધાની રાંચીમાં ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સહાયક સંજીવ લાલના નોકરના ઘરેથી પકડાયેલી ચલણી નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે. મોટી માત્રામાં રોકડ મળી આવી છે. અત્યાર સુધીમાં 20 કરોડથી વધુની ગણતરી થઈ ચૂકી છે.

  • 06 May 2024 06:19 PM (IST)

    મતદાન સમયે આંગળી પર લગાવેલ અવિલોપ્ય શાહીનું નિશાન બતાવી AMTS માં નિશુલ્ક મુસાફરો કરો

    AMTS દ્વારા લોકસભાની ચૂંટણીમાં મતદાન વધે તે માટે મતદાતાઓ માટે મોટી જાહેરાત કરી છે. મતદાન કરનાર વ્યક્તિ AMTS માં કરી શકશે એક દિવસ નિશુલ્ક મુસાફરી. આવતીકાલે યોજાનાર લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 25 બેઠકો પર મતદાન યોજાશે. વધુને વધુ લોકો મતદાન કરે તે માટે એએમટીએસ દ્વારા નિર્ણય લેવાયો છે. મતદાન સમયે આંગળી ઉપર લગાવેલ અવિલોપ્ય શાહીનું નિશાન બતાવી મુસાફરો કરી શકશે નિશુલ્ક મુસાફરી. 7 તારીખે એક દિવસ માટે, નિશુલ્ક મુસાફરી કરી શકશે.

  • 06 May 2024 06:08 PM (IST)

    EDએ રાંચીમાં નોટો ગણવા માટે મોટું મશીન લગાવ્યું

    ઝારખંડ સરકારના મંત્રીના પીએસના નોકરના ઘરે EDના દરોડામાં મોટી માત્રામાં રોકડ મળી આવી છે. નોટો ગણવા માટે એક મોટું મશીન લાવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા એક સમયે 4 નોટોના બંડલ ગણી શકાય છે. આ ઉપરાંત 5 નાની નોટ ગણવાના મશીનો પણ મંગાવવામાં આવ્યા છે. જે નોટો ગણવાનું કામ કરવા સક્ષમ છે. નોટોની ગણતરી માટે અત્યાર સુધીમાં કુલ 7 મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

  • 06 May 2024 04:39 PM (IST)

    નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસે સુરત CPને આપી અરજી

    લોકસભાની સુરત બેઠક માટે કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને જિલ્લા કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા અંગેની એક અરજી સુરત પોલીસ કમિશનરને કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકર્તા અશોક સદાશિવ પીપળેએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે, નિલેશ કુંભાણી, તેના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે, સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

  • 06 May 2024 03:00 PM (IST)

    મતદાનના દિવસે જ કાળઝાળ ગરમીની હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં મતદાનના દિવસે જ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ તાપમાનનો પારો હાઇ રહેશે. તો અમદાવાદ અને ગાંધીનગમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

  • 06 May 2024 02:44 PM (IST)

    લોકશાહીની સૌથી મોટી ચૂંટણીને સમજવા વિદેશી ડેલિગેશન અમદાવાદ પહોંચ્યું

    લોકશાહીની સૌથી મોટી ચૂંટણીને સમજવા વિદેશી ડેલિગેશન અમદાવાદ પહોંચ્યું છે. ચૂંટણી વ્યવસ્થાપન સમજવા વિદેશી ડેલિગેશન અમદાવાદના પ્રવાસે છે. કિર્ગિસ્તાનના ડેલિગેશને અમદાવાદના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી. ચૂંટણી અધિકારીએ ડેલિગેશનને પ્રક્રિયા સમજાવી. અગાઉ વડાપ્રધાન મોદીએ ભારતની ચૂંટણી વ્યવસ્થા જોવા વિશ્વના દેશોને અપીલ કરી હતી.

  • 06 May 2024 02:24 PM (IST)

    અમદાવાદ શહેર અને ગ્રામ્યને મળી કુલ 16 સ્કૂલમાં બોમ્બની ધમકી

    અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યને મળી કુલ 16 સ્કૂલમાં અત્યાર સુધીમાં ધમકી મળી છે. જે પછી આ શાળામાં તપાસ કરવામાં આવી છે. જો કે ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કઇ જ શંકાસ્પદ મળી આવ્યુ નથી. શહેરની 12માંથી 11 સ્કૂલમાં પોલિંગ બૂથ પણ રાખવામાં આવ્યા છે. ઘાટલોડિયાની અમૃતા વિદ્યાલય, DPS બોપલ, ડ્રાઈવઈન રોડની એશિયા સ્કૂલ, ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલય અને થલતેજની આનંદ નિકેતન સ્કૂલને પણ ધમકી છે.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતની ટીમોએ  શાળામાં તપાસ કરી છે.

  • 06 May 2024 01:34 PM (IST)

    ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકીને હાઇકોર્ટની મોટી રાહત

    અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દીનું બોઘા સોલંકીને હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી છે. અમિત જેઠવા હત્યા કેસમાં દીનું બોઘા સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. સત્યની શોધમાં તપાસ એજન્સી અને પ્રોસિક્યુશન નિષ્ફળ રહ્યું હોવાનો હાઇકોર્ટનો મત છે.

  • 06 May 2024 12:25 PM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મતદારોને અપીલ

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદારોને અપીલ કરી છે. તેમણે કહ્યુ કે તમામ મતદારો મતદાન અધિકારનો ઉપયોગ કરે. મતદાન આપીને લોકશાહીને મજબૂત કરો. ફર્સ્ટ ટાઈમ વોટર ખાસ મતદાન માટે જાય. આળસમાં રહીને મતદાન કરવાની ફરજ ન ચુકતા. પ્રથમવાર મતદાન કરતા યુવાનો લોકશાહીને વધુ મજબૂત કરવા યોગદાન આપે.

  • 06 May 2024 12:23 PM (IST)

    નવસારી શહેર કોંગ્રેસમાં ભંગાણ

    લોકસભાની ચૂંટણી વચ્ચે નવસારી શહેર કોંગ્રેસમાં ભંગાણ થયું છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સભ્ય ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતનાર બન્ને સભ્યે કેસરિયા કર્યા છે. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખે બન્નેને ભાજપનો ખેસ પહેરાવ્યો. ઉપરાંત 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા.

  • 06 May 2024 12:23 PM (IST)

    અમરેલીઃ ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું જનસંપર્ક અભિયાન

    અમરેલીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોનું જનસંપર્ક અભિયાન ચાલી રહ્યુ છે. ભરત સુતરીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયા વેપારીઓને મળ્યા. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર પણ પગપાળા જનસંપર્ક અભિયાન કરી રહ્યા છે. જનસંપર્ક દરમિયાન જેની ઠુમ્મર અને દિલીપ સંઘાણી વચ્ચે ઉડતી મુલાકાત થઇ હતી. જેની ઠુમ્મરે દિલીપ સંધાણીને પગે પડી લીધા આશીર્વાદ લીધા હતા.

  • 06 May 2024 11:59 AM (IST)

    ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ

    ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ છે.

  • 06 May 2024 11:28 AM (IST)

    અમદાવાદમાં અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

    અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. અમદાવાદમાં કેટલીક સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. ધમકી મળનાર સ્કૂલો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યુ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે પહોંચી છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં આવી મેઇલ મળી રહ્યા છે. અમદાવાદનું પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે.  અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિતની ટીમો અલગ અલગ સ્કૂલો પર પહોંચી છે.

  • 06 May 2024 10:39 AM (IST)

    છોટાઉદેપુર: દેવલીયા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

    છોટાઉદેપુરના દેવલીયા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. મોડીરાત્રે અકસ્માતમાં બાઇક સવાર ત્રણના મોત થયા. બોલરો જીપે બાઇકને પાછળથી ટક્કર મારતા સર્જાયો અકસ્માત. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી

  • 06 May 2024 10:31 AM (IST)

    ઝારખંડના પ્રધાનના PSના ઘરેથી મળ્યા 30 કરોડ રૂપિયા

    ઝારખંડના પ્રધાનના PSના 30 કરોડ રૂપિયા ઘરેથી મળ્યા છે. ચૂંટણી વચ્ચે EDના દરોડામાં 30 કરોડ મળ્યા રોકડા છે. રાંચીમાં અનેક જગ્યાએ EDએ રેડ કરી હતી. ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીરના નજીકના સંજીવ લાલના નોકર પાસેથી રૂપિયા મળ્યા. મની લોન્ડ્રિંગ કેસમાં 2023માં ઝારખંડના ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્યા અભિયંતા વીરેન્દ્ર રામની ધરપકડ થઈ હતી.

  • 06 May 2024 07:32 AM (IST)

    આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન

    આવતીકાલે ગુજરાત સહિત 12 રાજ્યોની 93 બેઠકો માટે મતદાન થશે. રાજ્યની 25 લોકસભા બેઠકો પર મંગળવાર મતદાન થશે. 19 મહિલા ઉમેદવારો સહિત ચૂંટણી મેદાનમાં કુલ 266 ઉમેદવારો છે. મતદાન પહેલા જ સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. અંતિમઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડિચોટીનું જોર લગાવ્યું છે.

  • 06 May 2024 07:30 AM (IST)

    વડોદરા: પ્લાસ્ટિકના પતરા બનાવતી કંપનીમાં લાગી આગ

    વડોદરાના રતનપુરમાંથી આગની ઘટના સામે આવી છે. જ્યાં, અક્ષર સિટી જય એસ્ટેટમાં પ્લાસ્ટિક બનાવતી એક કંપનીમાં આગ લાગી ગઇ. આ કંપનીનું નામ ધ્રુમિલ ફાઇબર એન્ડ ફેબ્રિકેટર હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં આગ લાગતા માલ-સામાન બળીને ખાખ થયો. જેમાં વ્યાપક નુકસાન થયું. તો, ઘટનાની જાણ થતા પાણીગેટ અને ERCના ફાયર વિભાગ પણ સ્થળ પર પહોંચ્યા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી છે.

Published On - May 06,2024 7:25 AM

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">