3 જૂનના મોટા સમાચાર: રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ‘આ રાજકારણનો સમય નથી’

|

Jun 03, 2023 | 11:51 PM

આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

3 જૂનના મોટા સમાચાર: રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ‘આ રાજકારણનો સમય નથી’
Gujarat latest live news and samachar today 3rd June 2023

Follow us on

આજે 3 જુન અને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ આજે જાણો વરસાદ અને હવામાનનો હાલ. સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની તમમા અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

 

 

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Jun 2023 11:48 PM (IST)

    મહેસાણામાં હોજ સાફ કરવા ઉતરેલા બે કામદારોના ગૂંગળામણથી મોત, અન્ય બેની તબિયત નાજૂક

    Mehsana મહેસાણાના કડીમાં ફરી એકવાર ગુંગળામણને કારણે બે કામદારોના મોત થયા છે. પાણીનો હોજ સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે. જ્યારે અન્ય બે કામદારોની તબિયત નાજૂક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે. બનાવની વાત કરીએ તો કડીના અલદેસણ નજીક આવેલી ઓમ શિવાય પેપર ફેક્ટરીમાં 6 કામદારો પાણીનો હોજ સાફ કરવા ઉતર્યા હતા.

    હોજ સાફ કરવા ઉતરેલા છ કામદારો ગુંગળામણને કારણે બેભાન થયા હતા. જેથી તેમને સારવાર માટે ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બે કામદારોના મોત થયા છે. જ્યારે અન્ય બે કામદારોની સ્થિતિ નાજૂક હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા છે.  ઘટનાની જાણ થતા જ કડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કામગીરી હાથ ધરી હતી.

  • 03 Jun 2023 11:10 PM (IST)

    Odisha Train Accident: મમતા સરકાર બંગાળના મૃતકોના પરિજનોને 2 લાખનું વળતર આપશે, અભિષેક બેનર્જીએ કરી જાહેરાત

    Kolkata: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 747 લોકો ઘાયલ થયા છે. આ ટ્રેન દુર્ઘટનામાં ઘણા રાજ્યોના મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. TMC નેતા અભિષેક બેનર્જી, મૃત બંગાળના મુસાફરો જેમણે ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. તેના પરિવારજનોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.


  • 03 Jun 2023 10:48 PM (IST)

    Surat: ફૂડ વિભાગ એક્શન મોડમાં, શહેરમાંથી 17 જગ્યાએથી ઘીના નમુના લઈને તપાસ અર્થે મોકલાયા

    Surat: ફૂડ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાંથી ઘીનું ઉત્પાદન સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓમાં સ્થળ તપાસ કરી 17 જગ્યાએથી ઘીના નમુના લેવામાં આવ્યા છે અને પુથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો રીપોર્ટમાં કોઈ ખામી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

    સુરતમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી અધિકારીઓ દ્વારા આજે શહેરના તમામ ઝોનની અંદર આવતા અલગ અલગ વિસ્તાર જેવા કે કતારગામ, ગોપીપુરા, મગોબ, સરથાણા, અડાજણ સહિતના વિસ્તારમાંથી અલગ અલગ અલગ ટીમ બનાવીને ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી સંસ્થાઓને ત્યાં સ્થળ તપાસ કરવામાં આવી હતી અને 17 સંસ્થાઓમાંથી નમુના લઈને પુથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને જો રીપોર્ટમાં કોઈ ખામી બહાર આવશે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • 03 Jun 2023 10:15 PM (IST)

    Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ યુવકનો ભેદ ઉકેલાયો, મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો

    Banaskantha: ભાભરમાં બે વર્ષથી ગુમ થયેલા શખ્સનો LCBએ ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં ગુમ થયેલા શખ્સે પોતાની પ્રેમિકાના ખેતરમાં આપઘાત કરી લીધો હોવાની અને મૃતકની પ્રેમિકા, તેના પતિ અને અન્ય એક શખ્સે ભેગા મળીને મૃતદેહનો કેનાલમાં નિકાલ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઘટનાની વાત કરીએ તો ભાભર તાલુકાના સુથાર નેસડી ગામના રમેશ ઠાકોર ગુમ થયા હોવાની બે વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી.

    પ્રાથમિક તપાસમાં માહિતી મળી કે રમેશ ઠાકોરને નેસડા ચેમ્બુઆ ગામની અને તેની ધર્મની બહેન રમીલા માળી નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આ રમીલા માળી અન્ય વ્યક્તિ સાથે પ્રેમસંબંધો રાખતી હોય તેવો વહેમ રાખી રમેશ ઠાકોરના રમીલા માળી સાથે અવારનવાર ઝઘડા થતા હતા. આપઘાત કરતા પહેલા મૃતકે ઓડિયો ક્લિપ બનાવી હતી. જેમાં તેની પ્રેમિકા રમીલા માળી તેને બ્લેકમેલ કરી રૂપિયા પડાવતી હતી તથા તેના અન્ય પ્રેમી સાથે મળીને માનસિક ત્રાસ આપતી હતી તેવી વાત સામે આવી છે.

  • 03 Jun 2023 09:39 PM (IST)

    બચાવ કામગીરી લગભગ પૂર્ણ, 800 ઘાયલોની સારવાર ચાલુ

    ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ ભુવનેશ્વરમાં જણાવ્યું હતું કે બચાવ કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લી બોગીની કામગીરી શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં મૃત્યુઆંક 288ની આસપાસ છે. 800 ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

  • 03 Jun 2023 09:02 PM (IST)

    Gir Somnath: સરપંચે રાતોરાત પ્લોટ વેચી દીધા હોવાના આક્ષેપ, ઉપસરપંચે જ સરપંચ સામે કરી ફરીયાદ

    સૂત્રાપાડામાં આવેલા ટીંબડી ગામની સરકારી જમીનમાં કૌભાંડ થયું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટીંબડી ગ્રામ પંચાયતની સરકારી જમીનના 11 પ્લોટને બારોબાર સગેવગે હરાજી થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ કૌભાંડ ટીંબડી પંચાયતના સરપંચે જ કર્યું હોવાના આક્ષેપ થયા છે. ટીંબડી ગામ કે જ્યાં સરકારે ગ્રામ પંચાયતની ગામ તળ વધારવા જમીન આપી હતી. આક્ષેપ છે કે સરપંચે ગ્રામજનો અને તંત્રને જાણ કર્યા વિના જ પ્લોટ વેચી દીધા. જે અંગે ઉપસરપંચે ફરિયાદ કરીને તપાસની માગ કરી છે.

    એક તરફ ઉપસરપંચ જમીન હરાજી અંગેની તપાસની માગ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ પોતાનો બચાવ કરતા કહ્યું કે. તેમને આ અંગે કાઈ જાણ નથી. અને કોઇ પણ રેકોર્ડમાં છેડછાડ કરી નથી. સરપંચે વધુમાં કહ્યું કે રેકોર્ડ સાચવવાની જવાબદારી તલાટીની હોય છે મને એ વિશે ખબર નથી. મને બદનામ કરવામાં આવી રહ્યો છે.

  • 03 Jun 2023 08:18 PM (IST)

    ટ્રેન દુર્ઘટનાની તપાસ નિવૃત્ત જજ પાસે કરાવો- ફારૂક અબ્દુલ્લા

    બાલાસોર ટ્રેન દુર્ઘટના પર નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. 250 થી વધુ લોકોના મોત થયા છે. એક ટ્રેનને અકસ્માત થયો તો બીજી બે કેવી રીતે રોકાઈ નહીં? કેટલીક ભૂલ હતી, જેની તપાસ સ્વતંત્ર નિવૃત્ત ન્યાયાધીશ દ્વારા થવી જોઈએ.

  • 03 Jun 2023 08:05 PM (IST)

    રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ‘આ રાજકારણનો સમય નથી’

    વિપક્ષના રાજીનામાની માંગ પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ રાજકારણનો સમય નથી. મારી પીડા વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. હું ક્યાંય જવાનો નથી, હું અહીં જ રહીશ. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે.

  • 03 Jun 2023 07:36 PM (IST)

    જામનગરમાં ઉંડા બોરવેલમાં ફસાઈ બાળકી, ફાયર વિભાગની રેસ્કયુ કામગીરી

    Jamnagar: અઢી વર્ષની માસૂમ જિંદગી સામે જંગ લડી રહી છે. તમાચણ ગામે વાડી વિસ્તારમાં બાળકી રમતા રમતા બોરવેલમાં પડી છે. અઢી વર્ષની બાળકી 250 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં 25 ફૂટ નીચે ફસાઇ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી છે અને છેલ્લા છ કલાકથી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.

    બાળકીના રેસ્ક્યૂ માટે રોબર્ટ રેસ્ક્યૂ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે તો ગાંધીનગરથી NDRFની ટીમ પણ જામનગર જવા માટે રવાના થઇ છે. સાથે સાથે કાલાવડ ફાયર વિભાગ અને આરોગ્યની ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા છે. જેથી હાલ બોરવેલમાં બાળકીને ઓક્સિજન આપવાની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી છે.

  • 03 Jun 2023 06:46 PM (IST)

    Sabarkantha: ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે દોઢ કિલોના સોના આભૂષણો અર્પણ કરાયા, ભક્તે પટોળુ ચરણોમાં ધર્યુ

    સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં આવેલા અંબાજી માતાજીના મંદિરના શણગારમાં વધારો કરવામાં આવ્યો છે. સોનાના આભૂષણોમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્મા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દોઢ કિલો સોનાના ઘરેણાં વટ સાવિત્રી પૂર્ણિમાને લઈ મંદિરમાં અર્પણ કર્યા છે.

    આમ મંદિરમાં માતાજીનો શણગાર વધુ રુઆબદાર જોવા મળશે. પૂર્ણિમા અને રવિવારના દિવસે અહિં દર્શન કરવા માટે ભક્તોનો ધસારો મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે. ભક્તોની ભીડ અહીં ઉભરાતી હોય છે. દૂર દૂરથી ભક્તો અહીં પૌરાણિક મંદિરના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉભરાતી હોય છે.

     

  • 03 Jun 2023 05:43 PM (IST)

    Surat: ચોથા માળેથી પટકાતાં એક વ્યક્તિનું મોત, બિલ્ડિંગમાં કામ કરતી વખતે બની ઘટના

    Surat:  વધુ એક વ્યક્તિનું ચોથા માળેથી પટકાતાં મોત નિપજ્યું છે. ઉધના ઉદ્યોગ નગર ખાતે નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા આધેડનું ચોથા માળેથી પટકાતાં મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધેડ વતન ઉત્તરપ્રદેશથી 10 દિવસ પહેલા જ સુરત રોજગારી અર્થે આવ્યા હતા. ઉત્તરપ્રદેશના રાય બરેલીના 53 વર્ષીય શિવપ્રસાદ રામપાલ 10 દિવસ પહેલા રોજગારીને લઈને સુરત આવ્યા હતા. ઉધના ઉદ્યોગ નગર ખાતે આવેલી નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરી રહ્યા હતા. જે દરમ્યાન શિવપ્રસાદ બિલ્ડિંગમાં ચોથા માળેથી ફોનમાં વાત કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક શિવપ્રસાદ ચોથા માળેથી નીચે પટકાયા હતા.

  • 03 Jun 2023 04:56 PM (IST)

    અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે ગેરકાયદે દબાણ હટાવાયું, મૂર્તિને નુકસાન ન થાય તે રીતે તોડી પડાયું મંદિર

    Ahmedabad : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) પાસે ગેરકાયદે દબાણ પર ઔડાનું બુલડોઝર ફર્યુ. ઔડાના જ પ્લોટ પર કરવામાં આવેલું દબાણ ઔડાની ટીમે દૂર કરવામાં આવ્યું હતું. અહીં મંદિર, ગૌશાળા ઉપરાંત અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવા (Demolition) આવેલી ટીમે મૂર્તિને નુકસાન ન થાય તે રીતે મંદિર તોડી પાડ્યું હતું. એટલું જ નહિં ગૌશાળા અને અન્ય બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા.

  • 03 Jun 2023 04:26 PM (IST)

    Coromandel Express Train Accident: બેદરકારીના કારણે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ – લાલુ પ્રસાદ યાદવ

    આરજેડી ચીફ અને પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવે બાલાસોર ટ્રેન દુર્ઘટના પર કહ્યું છે કે તેમણે જે રીતે બેદરકારી દાખવી અને તકેદારી ન દાખવી તેના કારણે આટલી મોટી સંખ્યામાં જાનહાનિ થઈ. તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને તેના માટે જવાબદારો સામે પગલાં લેવા જોઈએ.

  • 03 Jun 2023 04:05 PM (IST)

    Coromandel Express Train Accident: ઓડિશાના બાલાસોર પહોચ્યાં PM મોદી, ઘટના સ્થળની લીધી મુલાકાત

    ઓડિશાના બોલોસરમાં ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનાને કારણે થયેલી તબાહીની તસવીરો સતત સામે આવી રહી છે. સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે ભારતીય વડાપ્રધાન ખુદ ઘટનાનો તાગ મેળવવા ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદી ગ્રાઉન્ડ ઝીરો પર પહોચીને સમગ્ર ઘટનાને લઈને શું કામગીરી કરવામાં આવી તેને લઈને જાણકારી મેળવી રહ્યા છે.

  • 03 Jun 2023 03:48 PM (IST)

    Coromandel Express Train Accident: બાલાસોર દુર્ઘટના પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકે શોક વ્યક્ત કર્યો, પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના

    બાલાસોર અકસ્માત બાદ બ્રિટિશ પીએમ ઋષિ સુનકે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે મારી સંવેદનાઓ પીએમ નરેન્દ્ર મોદી અને ઓડિશા અકસ્માતમાં પીડિત પરિવારો પ્રત્યે છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.

  • 03 Jun 2023 03:26 PM (IST)

    Ahmedabad: રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા માટે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારી, બળદગાડા તૈયાર કરાયા

    અમદાવાદમાં યોજાનારી 146મી રથયાત્રા (RathYatra) પૂર્વે રવિવારે જળયાત્રા (Jalyatra) યોજાશે. ત્યારે જળયાત્રાને લઇને મંદિરમાં તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આવતીકાલે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહેવાના છે.

    રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. 108 જેટલા કળશ લઇને સાબરમતી નદી ભૂદરના આરે જવામાં આવે છે. આ તમામ 108 કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવે છે. ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવે છે. જે બાદ ભગવાનના ગજવેશના દર્શન થશે. ત્યારે આ તમામ તૈયારીઓ મંદિરમાં આરંભી દેવામાં આવી છે.

  • 03 Jun 2023 02:46 PM (IST)

    PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી USAમાં પણ રચશે ઈતિહાસ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જૂને અમેરિકી સંસદને સંબોધિત કરવાના છે. પીએમ મોદી અમેરિકી સંસદના બંને ગૃહો – સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ પહેલીવાર છે જ્યારે કોઈ વડાપ્રધાન યુએસ સંસદને બે વાર સંબોધિત કરવા જઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી (PM Narenrda Modi) આ પહેલા પણ અમેરિકી સંસદને સંબોધિત કરી ચૂક્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. સંરક્ષણથી લઈને વેપારના ક્ષેત્રમાં બંને દેશો નજીક આવ્યા છે.

    તેમની મુલાકાત 21 થી 24 જૂન સુધી રહેશે

    ગૃહ અને સેનેટ બંનેના દ્વિપક્ષીય નેતૃત્વ દ્વારા સમર્થિત, યુએસ હાઉસના સ્પીકર કેવિન મેકકાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુએસ કોંગ્રેસને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 22 જૂને વ્હાઇટ હાઉસની મુલાકાતે જવાના છે. તેમની મુલાકાત 21 થી 24 જૂન સુધી રહેશે. વડાપ્રધાન આ પહેલા પણ અનેક પ્રસંગોએ અમેરિકા જઈ ચુક્યા છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ રાજકીય પ્રવાસે અમેરિકા જઈ રહ્યા છે.

  • 03 Jun 2023 02:34 PM (IST)

    લિબિયામાં બંધક બનેલા 9 ભારતીયોને છોડાવાયા, સ્વદેશ પરત આવવાની પ્રક્રિયા શરૂ

    લિબિયામાં બંધક બનાવવામાં આવેલા 9 ભારતીયોને છોડાવવામાં આવ્યા છે. આ પછી, વતન મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં 9 ભારતીયોને બંધક બનાવવામાં આવ્યા હતા.

  • 03 Jun 2023 02:20 PM (IST)

    Coromandel Express Train Accident: PM મોદી બાલાસોર જવા રવાના, અકસ્માત સ્થળનું કરશે નિરીક્ષણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર જવા રવાના થઈ ગયા છે. અહીં તે અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરશે. આ પછી તે મૃતકોના પરિજનો અને ઘાયલોને પણ મળશે.

  • 03 Jun 2023 02:02 PM (IST)

    Odisha Train Accident: વિરાટ કોહલીએ ઓડિશા ટ્રેન અકસ્માત પર કરી ઈમોશનલ પોસ્ટ, ગંભીરે પણ દુઃખ વ્યકત કર્યું

    ઓડિશામાં ગત રોજ સાંજે 7 વાગ્યાની આસપાસ થયેલા ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતે સેંકડો પરિવારોને એક જ ઝાટકે જીવનભરની પીડા આપી દીધી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા અકસ્માતના વીડિયો હૃદયને હચમચાવી નાખે તેવા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 900થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના વિશે સાંભળીને વિરાટ કોહલી પણ અંદરથી ધ્રૂજી ગયો અને તેણે આ ઘટના પર વેદના વ્યક્ત કરી હતી.

    ઓડિશામાં દર્દનાક ટ્રેન દુર્ઘટના

    કોહલી હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઈંગ્લેન્ડમાં છે. IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સફર લીગ સ્ટેજમાં પૂરી થઈ ગયા બાદ વિરાટ કોહકલી ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયો હતો, જ્યાં કોહલી WTC ફાઈનલની તૈયારીમાં વ્યસ્ત છે. WTCની ફાઈનલ 7 થી 11 જૂન દરમિયાન ઈંગ્લેન્ડની ઓવલ ખાતે રમાશે. કોહલીનું સંપૂર્ણ ધ્યાન હાલ માત્ર આ ફાઈનલ પર જ હતું, પરંતુ આ દરમિયાન ભારતમાં આ મોટી ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને તેને ખૂબ જ દુઃખ થયું છે અને તેણે ટ્વિટ કરી આ અંગે દુઃખ વ્યકત કરી હતી.

  • 03 Jun 2023 01:29 PM (IST)

    Ahmedabad : અમદાવાદમાં રથયાત્રાને લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત, સમગ્ર રુટ પર ત્રીજી આંખથી રહેશે નજર

    અમદાવાદમાં(Ahmedabad)  રથયાત્રાને(Rathyatra)  લઇને સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં સમગ્ર રુટ પર ડ્રોન અને સીસીટીવીથી સતત નજર રાખવામાં આવશે.અમદાવાદમાં નીકળનાર રથયાત્રા ગુજરાત પોલીસનો સૌથી મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રા અંગે સેક્ટર -01ના પોલીસ કમિશ્નર નીરજ બડગુજરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે સુરક્ષાને લઇ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે. જેમાં કોમ્યુનિટી પોલીસિંગ, અસામાજિક તત્વો અંગે કામગીરી કરાઈ છે.

  • 03 Jun 2023 01:12 PM (IST)

    Odisha Train Accident: વંદના વોશરૂમમાં હતી એટલે જીવ બચ્યો, નિવાસની આંખ ખુલી તો લાશનો ઢગલો દેખાયો

    Train Accident: શુક્રવારના સાંજે શાલીમારથી ચેન્નાઈ સેન્ટ્રલ જતી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન (Coromandel Express Accident) ઓડિશાના બાલાસોરમાં અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેનમાં એક 19 વર્ષનો છોકરો હાજર હતો જેણે અકસ્માતના તેના નજરે જોનાર સાક્ષીનું વર્ણન કર્યું છે. કેવી રીતે થયો અકસ્માત? પ્રશ્ન સાંભળીને છોકરાએ ક્ષણભર આંખો બંધ કરી. જાણે સમગ્ર અકસ્માતનું રિપ્લે એ એક પ્રશ્ન સાથે સામે આવ્યું છે. આ અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે. પરંતુ 19 વર્ષીય નિવાસ કુમાર બચી ગયો હતો. તે તેના દાદા સાથે હાવડાથી બિહાર જઈ રહ્યો હતો. અકસ્માતની વાત કરતાની સાથે જ તેની આંખોમાં એક વિચિત્ર ડર દેખાયો.

  • 03 Jun 2023 12:55 PM (IST)

    Manipur Violence: મણિપુર હિંસામાં મૃત્યુ પામેલ લોકોના મૃતદેહને નથી સ્વિકારી રહ્યા પરિવારજનો

    મણિપુરમાં જાતિય હિંસાએ રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારને પણ હચમચાવી દીધી હતી. હિંસાગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પોતે પ્રવાસ પર આવ્યા હતા. તે જ સમયે, હવે મણિપુર સરકારે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે મણિપુરમાં જાતિય હિંસામાં ઓછામાં ઓછા 98 લોકોએ જીવ ગુમાવ્યો અને 310 અન્ય ઘાયલ થયા. ત્યારે આ બધાની વ્ચ્ચે છેલ્લા 24 કલાકમાં પોમ્બીખોકમાંથી હિંસાની ફરી ઘટના સામે આવી છે. જો કે આ દરમિયાન કોઈ જાનહાની થઈ નથી.

    મણિપુરમાં ફરી હિંસા 15 ઘાયલ

    તાજેતરમાં મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં હથિયારો અને બોમ્બથી સજ્જ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા છે. રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગના બે ગામોમાં તૈનાત પણ જવાબી કાર્યવાહી કરી હતી. શુક્રવારે રાત્રે ચાર કલાકથી વધુ સમય સુધી બંને તરફથી ગોળીબાર થયો હતો. આ અથડામણમાં, પોલીસે આતંકવાદીઓનો નજીકના પહાડોમાં પીછો કર્યો.

  • 03 Jun 2023 11:24 AM (IST)

    Breaking News : જામનગરના તમાચણ ગામે બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી, રેસ્ક્યૂની કામગીરી પૂરજોશમાં

    જામનગર જિલ્લામાં તમાચણ ગામે બાળકી બોરવેલમાં ખાબકી છે. ગોવિંદભાઈની વાડીમાં આદિવાસી મજુરની બે વર્ષની દીકરી રમતા રમતા બોરવેલમાં પડી ગઇ છે. બાળકી આશરે 35 થી 40 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ છે. આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી છે.

  • 03 Jun 2023 11:22 AM (IST)

    બાલાસોર દુર્ઘટનાને લઈ મોટા સમાચાર, PM મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા ઘટનાસ્થળે જશે

    ઓડિશા ટ્રેન દુર્ઘટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટનાને લઈને સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક બોલાવી છે.ભારત સરકારના સૂત્રોએ આ માહિતી આપી છે કે પીએમ મોદી ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા કરવા ઘટનાસ્થળે જશે.

  • 03 Jun 2023 09:34 AM (IST)

    Odisha Train Accident પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ મોદી સહિત અન્ય નેતાઓએ શોક વ્યક્ત કર્યો

    ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે મોડી સાંજે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. ઓડિશામાં, કોરોમંડલ એક્સપ્રેસ (12841-અપ) બહંગા સ્ટેશનથી બે કિમી દૂર પનપના પાસે અકસ્માતનો ભોગ બની હતી. આ પછી દુર્ઘટના સ્થળે બીજી ટ્રેનનો અકસ્માત થયો હતો. ત્યારે રેલ્વે મંત્રી અશ્વિની વૈષણવ અને ઓડિસા સીએમ નવીન પટનાયક પણ ત્યાં પહોચ્યા છે અને ઘટનાનો તાગ મેળવી રહ્યા છે.

    દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. ઍમણે કિધુ હતુ કે ઓડિશાના બાલાસોરમાં એક કમનસીબ ટ્રેન અકસ્માતમાં જાનહાનિ વિશે જાણીને ખૂબ જ દુઃખ થયું. મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો માટે સહન કરે છે. હું બચાવ કાર્યમાં સફળતા અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.

    પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

    ઓડિશામાં ટ્રેન દુર્ઘટના વિશે સાંભળીને દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. દુર્ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

     

  • 03 Jun 2023 09:32 AM (IST)

    ધર્મેન્દ્ર પ્રધાન પણ બાલાસોર પહોંચશે

    કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કોલકાતાથી અધવચ્ચેથી નીકળીને બાલાસોર પહોંચવાના છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સવારે 9.30 વાગ્યા સુધીમાં બાલાસોરમાં ઘટનાસ્થળે પહોંચી જશે. રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવ અને શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન બાલાસોરમાં રોકાશે અને ટ્રેન દુર્ઘટનામાં પીડિત અને ઘાયલો માટે રાહત અને બચાવ કાર્યની દેખરેખ રાખશે.

  • 03 Jun 2023 08:58 AM (IST)

    UNGAએ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું, કહ્યું- ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું

    ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 200થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 900ને વટાવી ગઈ છે. વાસ્તવમાં શુક્રવારે સાંજે એક પેસેન્જર ટ્રેન બીજી ટ્રેનના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી, જેના કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં ત્રીજી માલગાડી પણ સામેલ હતી.

    આ ટ્રેન દુર્ઘટના હાલના સમયમાં સૌથી ખતરનાક ટ્રેન દુર્ઘટનાઓમાંની એક હોવાનું કહેવાય છે. દુર્ઘટનામાં સામેલ ટ્રેનોમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)એ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. UNGAએ કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને દુઃખ થયું છે.

  • 03 Jun 2023 08:34 AM (IST)

    તમિલનાડુમાં પણ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી

    ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900 લોકો ઘાયલ થયા છે.

  • 03 Jun 2023 08:26 AM (IST)

    તપાસ બાદ અકસ્માતનું કારણ બહાર આવશેઃ રેલવે મંત્રી

    દુર્ઘટના બાદ ઘટનાની જાણકારી લેવા આવેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ ખૂબ જ દર્દનાક અકસ્માત છે. રેલ્વેની સાથે NDRF, SDRF અને રાજ્ય સરકાર બચાવ કાર્યમાં લાગેલી છે. તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. અકસ્માતની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તપાસ બાદ જ અકસ્માતનું કારણ બહાર આવશે.

  • 03 Jun 2023 08:15 AM (IST)

    રેલ્વે મંત્રી ઘટના સ્થળે પહોંચ્યા, સ્થિતિનો તાગ મેળવશે, ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા

    રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તે ત્યાંની સ્થિતિનો તાગ મેળવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, “ઓડિશાના બાલાસોરમાં ગયા શુક્રવારે સાંજે જે ભયાનક ટ્રેન દુર્ઘટના થઈ તે ખૂબ જ દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. ટ્રેન દુર્ઘટનાને જોતા ભાજપે કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર યોજાનાર તેના તમામ કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે.

  • 03 Jun 2023 08:11 AM (IST)

    Coromandel Train Accident: આખરે કેવી રીતે 3 ટ્રેનો એકબીજા સાથે અથડાઈ અને કોરોમંડલ એક્સપ્રેસ બની અકસ્માતનો શિકાર, જાણો કારણ

    ઓડિશાના બાલાસોરના બહનાગા પાસે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. ત્રણ ટ્રેનો (હાવડા-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને માલસામાન ટ્રેન) એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

    આ ઘટના બાદ દરેકના મનમાં એક જ સવાલ છે કે આ દર્દનાક ઘટના કેવી રીતે બની? કારણ કે શરૂઆતમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોરોમંડલ એક્સપ્રેસ ગુડ્સ ટ્રેન સાથે ટકરાઈ હતી. પરંતુ તપાસ બાદ રેલવેએ જણાવ્યું કે સામસામે આવવાને બદલે ત્રણ ટ્રેનો એકસાથે ટકરાઈ હતી. જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

  • 03 Jun 2023 08:10 AM (IST)

    Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ ઘણી ટ્રેનો રદ, ઘણા રૂટ ડાયવર્ટ, જાણો સંપૂર્ણ યાદી

    ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત ઓડિશાના બાલાસોરથી લગભગ 40 કિમી દૂર થયો હતો. આ અકસ્માતમાં 233 લોકોના મોત થયા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના ત્રણ ટ્રેનની ટક્કરના કારણે બની હતી.

  • 03 Jun 2023 07:54 AM (IST)

    ઓડિશા રાજ્યમાં એક દિવસનો શોક, મૃતકોના પરિવારજનોને 12-12 લાખનું વળતર

    ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાથી દરેક લોકો ચોંકી ગયા છે. આ સમાચાર લખાય ત્યાં સુધી આ દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ દરમિયાન ઓડિશામાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. બાલાસોર ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરી છે.

    પીએમઓએ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 2-2 લાખની મદદની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ઘાયલોને 50-50 હજારની મદદની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ રેલ્વે મંત્રાલય દ્વારા મૃતકોના પરિવારજનોને 10-10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે.

  • 03 Jun 2023 07:32 AM (IST)

    ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં

    રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન દુર્ઘટનાને 12 કલાક વીતી ગયા હોવા છતાં હજુ પણ કેટલાક મૃતદેહો ટ્રેનના કોચમાં છે. ઘણી એજન્સીઓ રાહત કાર્યમાં લાગેલી છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

  • 03 Jun 2023 07:08 AM (IST)

    ટ્રેન અકસ્માતના પગલે અનેક રૂટની ટ્રેનોને અપાયુ ડાયવર્ઝન તો અમુક ટ્રેન કરાઈ કેન્સલ, વાચો List

    ટ્રેન અકસ્માતના પગલે અનેક રૂટની ટ્રેનોને અપાયુ ડાયવર્ઝન તો અમુક ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે.  આ સાથે અમે લિસ્ટ પણ મુકી રહ્યા છે કે જેને આધારે હાલની તમામ સ્થિતિનો ચિતાર આપ મેળવી શકશો.

     

    Latest list of diverson or cancilation of train

  • 03 Jun 2023 07:01 AM (IST)

    અમે પીડિતો સાથે ઉભા છીએ – પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ

    ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે અમે ઘટનાસ્થળે જઈ રહ્યા છીએ. અમે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના પીડિત લોકોની સાથે ઉભા છીએ. રેલ્વે એન્ટી કોલીશન ડીવાઈસ પર કામ કરી રહી છે અને આવનારા સમયમાં તેના પર વધુ કામ કરવામાં આવશે. અકસ્માતમાં જે પણ દોષી હશે તેને પકડીને સજા કરવામાં આવશે.

  • 03 Jun 2023 07:00 AM (IST)

    2009માં પણ કોરોમંડલ એક્સપ્રેસ અકસ્માતનો ભોગ બની હતી, 16ના મોત થયા હતા

    વર્ષ 2009માં પણ કોરોમંડલ એક્સપ્રેસ એક ભયાનક અકસ્માતનો શિકાર બની હતી. તે સમયે હાવડાથી ચેન્નાઈ જતી વખતે અકસ્માત થયો હતો. ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દરમિયાન 16 લોકોના મોત થયા હતા જ્યારે 161 લોકો ઘાયલ થયા હતા. યોગાનુયોગ એ વર્ષે પણ આ ઘટના શુક્રવારે બની હતી.

  • 03 Jun 2023 06:59 AM (IST)

    ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ફંક્શન રદ, ઓડિશામાં એક દિવસનો રાજકીય શોક

    ઓડિશા ટ્રેન દુર્ઘટનાને કારણે ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ફંક્શન રદ કરવામાં આવ્યું હતું. કોંકણ રેલવેના અધિકારીએ આ અંગે માહિતી આપી છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવારની ઉજવણી કરવામાં આવશે નહીં. ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગે આ માહિતી આપી હતી.

  • 03 Jun 2023 06:57 AM (IST)

    ફકીર મોહન મેડિકલ કોલેજમાં કેટલાક ઘાયલોની સારવાર ચાલી રહી છે

    ઓડિશા ટ્રેન અકસ્માતમાં ઘાયલ કેટલાક લોકોને બાલાસોરની ફકીર મોહન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

  • 03 Jun 2023 06:56 AM (IST)

    ઓડિશાના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળની મુલાકાત લેશે

    ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક આજે બાલાસોર જશે, જ્યાં તેઓ ઘટનાસ્થળની મુલાકાત લેશે. કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે લગભગ સાત વાગ્યે અકસ્માતનો ભોગ બની હતી. હવે આ અકસ્માતમાં 207 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. રાજ્યમાં એક દિવસના રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. આજે ઓડિશામાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં આવશે નહીં.

  • 03 Jun 2023 06:55 AM (IST)

    ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે.

    ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ માહિતી આપી છે. જણાવી દઈએ કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ ઘટનામાં 900થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

     

  • 03 Jun 2023 06:54 AM (IST)

    વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે

    મળતી માહિતી મુજબ ટ્રેનની બોગીમાં હજુ વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. સાથે જ સેના પણ આ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે. એરફોર્સનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું છે.

     

  • 03 Jun 2023 06:53 AM (IST)

    નેપાળના પીએમ પ્રચંડે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે

    નેપાળના વડાપ્રધાન પુષ્પા દહલ કામ પ્રચંડે ઓડિશા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

  • 03 Jun 2023 06:39 AM (IST)

    Gujarat Weather Forecast : રાજ્યમાં નવસારી સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના

    હવામાન વિભાગની આગાહી ( Weather Forecast) અનુસાર આજે શનિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહેશે. જ્યારે ન્યુનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. જો વાત અમરેલી જિલ્લાની કરીએ તો આજે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે ભેજવાળુ વાતાવરણ 59 ટકા રહેશે. આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. જ્યારે ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

  • 03 Jun 2023 06:39 AM (IST)

    સુરત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ બનાવી સાયકલની વિશાળ પ્રતિકૃતિ

    World Bicycle Day 2023 : 3 જૂન વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે . જેના ભાગરૂપે સુરતમાં વેડરોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળના પરિસરમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ સાયકલની વિશાળ માનવ પ્રતિકૃતિ બનાવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક રીતે સિમ્બોલ બનાવી સાયકલના ઉપયોગ અને જાગૃત્તિનો સંદેશ જનજન સુધી પહોંચાડવાની ઉમદા પહેલ કરવામાં આવી હતી.

Published On - 6:37 am, Sat, 3 June 23