Surendranagar: ધારા કડીવાર હત્યા કેસનું રિકન્સ્ટ્રક્શન, સાયલા નજીકથી મૃતકના કેટલાક અવશેષો મળી આવ્યા, જુઓ Video
ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં સૂરજ ભુવાજી સહિતના સાત આરોપીઓને જેલ હવાલે મોકલાયા છે. આ ઘટનામાં સાયલા ખાતે રિકન્સ્ટ્રકશન સમયે મૃતકના અવશેષો મળ્યા. એક આરોપી ગુંજન જોશીના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
Surendranagar: રાજ્યભરમાં ચકચાર મચાવનારા ધારા કડીવાર (Dhara Kadivar) હત્યા કેસના આઠ પૈકીના 7 આરોપીઓને જેલ હવાલે મોકલાયા છે. સૂરજ ભુવાજી સહિતના સાત આરોપીઓને જેલ હવાલે મોકલાયા. આરોપીઓને સાથે રાખીને લાશ સળગાવવામાં આવી ત્યાં રિકન્સ્ટ્રક્શન કરાયું. સાયલા નજીકથી મૃતકના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. જેના ડીએનએ મેચિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જૂનાગઢની યુવતીની હત્યાનો કેસ, આરોપી સૂરજ ભૂવા સામે કડક કાર્યવાહી કરવા ઉઠી માગ
19 જૂન 2022એ ધારાની હત્યા કરવામાં આવી અને હત્યાના ષડયંત્રનો મુખ્ય સુત્રધાર સૂરજ ભૂવા હતો. સૂરજે કોઈ પણ ભોગે ધારાને પતાવી દેવાનું નક્કી કર્યું. જે માટે કોઈ ફિલ્મ કે વેબ સીરિઝના પ્લોટને પણ ટક્કર મારે તેવું કાવતરું રચ્યું હતું. પ્લાન મુજબ ધારા, સૂરજ અને મિત ત્રણેય એક સાથે કારમાં જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળ્યા. પરંતુ સૂરજ પૈસા લેવાનું બહાનું કાઢી ધારાને ચોટીલા પાસે તેના ગામ લઈ ગયો.
અહીં સૂરજના ભાઈ યુવરાજ, મુકેશ તેમજ ગુંજન જોશીએ તેને ધમકાવી સૂરજ સામેના કેસ પરત ખેંચી લેવા તકરાર કરી. આ દરમિયાન કારમાં સવાર મિત શાહે ગળુ દબાવી ધારાની હત્યા કરી નાંખી. અને બાદમાં યુવરાજની વાડીમાં ધારાના મૃતદેહને સળગાવી દીધો. ધારાની હત્યાનો શક ન થાય તે માટે સૂરજ સહિતના આરોપીઓએ ધારા જીવિત હોવાને અને તે ફરાર થયાનો ઘટનાક્રમ રચ્યો. જો કે તમામની કોલ ડિટેઈલે હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો.
સુરેન્દ્રનગર અને જુનાગઢ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો