Vadodara : સરકારી જમીન કૌભાંડમાં વિપક્ષનો કલેક્ટર પર આક્ષેપ, કૌભાંડીઓને છાવરવામાં આવતા હોવાનો આરોપ
vadodara News : કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અને મુખ્ય ફરિયાદી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કૌભાંડને લઇ કલેક્ટર અતુલ ગૌર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો આરોપ છે કે કલેક્ટર અતુલ ગૌર કૌભાંડીઓને છાવરી રહ્યાં છે.
વડોદરાના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં તપાસ ચાલી રહી છે. ત્યારે સરકારી જમીન કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા અને મુખ્ય ફરિયાદી ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે કૌભાંડને લઇ કલેક્ટર અતુલ ગૌર પર ગંભીર આરોપ લગાવ્યાં છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો આરોપ છે કે કલેક્ટર અતુલ ગૌર કૌભાંડીઓને છાવરી રહ્યાં છે. લેન્ડગ્રેબિંગની 6 મહિના અગાઉ ફરિયાદ કરી હોવા છતાં કલેક્ટર કોઇના દબાણ નીચે કૌભાંડી સામે કાર્યવાહી કરી રહ્યાં નથી.
વડોદરામાં 100 કરોડની સરકારી જમીન પચાવી પાડીને ગેરકાયદે બાંધકામ કરનારા ભૂ-માફિયા સામે તપાસનો ધમધમાટ તેજ થયો છે. લેન્ડ ગ્રેબિંગના આરોપી સંજયસિંહ પરમાર, અને લક્ષ્મી પરમારના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે સંજયસિંહના બે બેંક ખાતામાંથી દોઢ કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. સંજયસિંહે 52 સબપ્લોટ પાડીને દસ્તાવેજો કર્યાનો ખુલાસો થયો છે. જમીનના દસ્તાવેજો જેમના નામે હતા તે બચુભાઈ માહિજીભાઈ રાઠોડના પત્ની શાંતાબેનની ધરપકડ કરાઈ છે. કલેક્ટરના આદેશથી દાખલ થયેલ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદમાં ત્રીજા આરોપી શાંતાબેન છે.
તો વિપક્ષ નેતાએ કલેક્ટર અતુલ ગૌર પર કેટલાક આક્ષેપ લગાવ્યા છે, તેમનો આક્ષેપ છે કે 2022માં સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરાયું હોવાની કલેક્ટરને રજૂઆત કરી હતી. એટલું જ નહીં લેન્ડગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. છતાં કલેક્ટર કોઈ કાર્યવાહી કરતા નથી. કલેક્ટરે કોઇ કાર્યવાહી ન કરતા આખે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
મહત્વનું છે કે, ક્રાઈમ બ્રાંચે કલેક્ટરના ટેનન્સી હુકમ, બીનખેતી હુકમ, રજાચિઠ્ઠી, સહિતના બોગસ દસ્તાવેજની તપાસના આધારે આરોપી સંજયસિંહ પરમારના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ત્યારે કોર્ટે 5 દિવસના જ રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. તપાસમાં સંજયસિંહના ટ્રાન્જેક્શન અંગે જાણવા અને રોકડ વ્યવહારોનો તાળો મેળવવા 27 દસ્તાવેજોની તપાસ કરવામાં આવી છે. જમીનના દસ્તાવેજો કરનાર શાંતા નામની મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સરકારી જમીન પરના વ્હાઇટ હાઉસનું દબાણ તોડવા તંત્રની તૈયારી ચાલી રહી છે.
જો કે કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સંજયસિંહ પરમારે સરકારી જમીન પર કબ્જો જમાવીને 53 પ્લોટ પર 27 મકાન બનાવી દીધા હતા. આ સમગ્ર પ્રકરણમાં રાજકીય મોટા માથા અને સરકારી અધિકારીઓની સંડોવણી પણ બહાર આવે તેવી શકયતા સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. સરકારી જમીન પચાવી પાડનારા સંજયસિંહ સામે ભૂતકાળમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજનો ગુનો નોંધાયેલો છે.