3 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં છેડતી મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, વટવા, મણિનગર, દાણીલીમડા સહિતની પોલીસ ઘટના સ્થળે ખડકાઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:12 AM

Gujarat Live Updates : આજ 3 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

3 ઓગસ્ટના મહત્વના સમાચાર: અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં છેડતી મુદ્દે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, વટવા, મણિનગર, દાણીલીમડા સહિતની પોલીસ ઘટના સ્થળે ખડકાઈ

આજે 3 ઓગસ્ટને ગુરૂવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Aug 2023 11:36 PM (IST)

    કચ્છના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને ખાણ ખનીજ વિભાગની લીઝમાં શરતભંગ બદલ 20 હજારનો દંડ

    કચ્છમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્રને દંડ ફટકારાયો છે. ખાણ ખનીજ વિભાગની લીઝમાં શરતભંગ બદલ 20 હજારનો દંડ ફટકારાયો છે. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર સામે આક્ષેપ છે. ખાણ-ખનીજ વિભાગની તપાસનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. પુત્ર અર્જુનસિંહ જાડેજાની બ્લેકટ્રેપ ખનીજની લીઝમાં માપણી કરાઈ. ફરિયાદીની અન્ય રજૂઆત મામલે પણ તપાસ ચાલી રહી છે.

  • 03 Aug 2023 11:33 PM (IST)

    અમદાવાદના ઈસનપુરમાં વિધર્મી યુવકની ધોલાઈ, યુવતીની છેડતીનો આરોપ

    અમદાવાદના ઈસુનપુરમાં યુવતીની છેડતીના આરોપીમાં વિધર્મીની ધોલાઈની ઘટના સામે આવી છે. લોકોએ યુવકને મેથીપાક ચખાડ્યો છે. આવકાર હોલ પાસેનો યુવતીની છેડતી કરવાના આરોપમાં લોકોએ વિધર્મી યુવકને ઘેર્યા. પોલીસ યુવકને લોકોથી બચાવીને પોલીસ મથકે લઇ ગઈ.

  • 03 Aug 2023 08:55 PM (IST)

    ગુજરાતની દીકરી અરિહાનાને જર્મનીથી પરત લાવવા મુદ્દે ભારત સરકારનું મંથન

    ગુજરાતની દીકરી અરિહા શાહ લગભગ 20 મહિનાથી જર્મનીમાં ફસાયેલી છે. ત્યાં તેને ચાઈલ્ડ કેર સેન્ટરમાં રાખવામાં આવી છે. બાળકીના માતા-પિતા પર આરોપ લગાવીને તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. જો કે, પાછળથી ફોજદારી આરોપો છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ બાળકને માતા-પિતાને સોંપવામાં આવ્યું ન હતું.

  • 03 Aug 2023 08:14 PM (IST)

    જ્ઞાનવાપી કેસ પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

    સુપ્રીમ કોર્ટ આવતીકાલે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરશે. જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વેના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ શકી નથી.

  • 03 Aug 2023 07:45 PM (IST)

    AAP સાંસદ સુશીલ કુમાર રિંકુને સમગ્ર સત્ર માટે કરાયા સસ્પેન્ડ

    આમ આદમી પાર્ટીના સાંસદ સુશીલ કુમાર રિંકુને સંસદના સમગ્ર સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. AAP સાંસદ સુનશીલ કુમાર રિંકુએ કાગળ ફાડીને સીટ તરફ ફેંકી દીધો. રિંકુને વર્તમાન સત્રના બાકીના દિવસો માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

  • 03 Aug 2023 07:23 PM (IST)

    ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીને મળ્યા નવા મહિલા કુલપતિ, ડૉ. રાજુલ ગજ્જરની કુલપતિ પદે કરાઇ નિમણુંક

    ગુજરાત ટેક્નિકલ યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યા છે. GTUના કુલપતિ પદે રાજુલ ગજ્જરની નિમણુંક કરાઇ છે. ગુજરાત યુનિવર્સિટી બાદ GTUને પણ મહિલા કુલપતિ મળ્યા છે. GTU માં 8 મહિના બાદ કુલપતિ નિમાયા છે. ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ 3 વર્ષનો રહશે.

  • 03 Aug 2023 07:13 PM (IST)

    સાબરકાંઠામાં ડીગ્રી વગરના ડૉક્ટરે ઇંજેક્શન આપતા બાળકનું મોત

    સાબરકાંઠાના પોશીનાના કોટડા ગઠીમાં એક ઘટના બની છે. જેમાં 2 વર્ષિય બાળકને ઇંજેક્શન આપતા મોત નિપજ્યું છે. ઘટના સ્થળે ટોળા થતા સ્થળ ઉપરથી ડૉક્ટર ફરાર થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને આ અંગે તપાસ શરૂ કરી છે.

  • 03 Aug 2023 06:14 PM (IST)

    Gujarat Latest News : તોફાનના કેસમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સહિત 6 નો નિર્દોષ છુટકારો

    ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડભોઇના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા સહિત 6 ને નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ વડોદરા સેશન્સ કોર્ટ દ્વારા શૈલેષ સોટ્ટા સહિત 6 ને 1 વર્ષ ની સજા ફાટકારી હતી. જેની સામે હાઈકોર્ટમાં હુકમને પડકાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 24 – 9 -1995ના રોજ બનેલ હુલ્લડના ગુનામાં, વડોદરાની સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2000માં સજા ફટકારવામાં આવી હતી.

  • 03 Aug 2023 05:39 PM (IST)

    Gujarat Latest News : નૂહ હિંસા કેસમાં અત્યાર સુધીમાં 93 FIR નોંધાઈ

    હરિયાણાના નૂહમાં ગત સોમવારે હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. આ કેસમાં નૂહ જિલ્લામાં 46, ફરીદાબાદમાં 3, ગુરુગ્રામમાં 23, પલવલમાં 18, રેવાડીમાં 1 એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં 176 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • 03 Aug 2023 05:29 PM (IST)

    Gujarat Latest News : કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું

    કેન્દ્ર સરકારે, કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે. કેબિનેટની નિમણૂક સમિતિએ ગુરુવારે રાજીવ ગૌબાની સેવા વધારવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે.

  • 03 Aug 2023 04:01 PM (IST)

    Gujarat Latest News : ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ

    ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવાયો છે. હવામાન ખરાબ હોવાના કારણે ફેરીબોટ સર્વિસ બંધ રખાઈ છે. જી.એમ.બી. દ્વારા યાત્રિકોની સલામતીના ભાગરૂપે ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બહારથી દ્વારકાના દર્શન કરવા આવતા યાત્રિકો બેટ દ્વારકામાં દર્શન કર્યા વિના પરત ફરી રહ્યાં છે.

  • 03 Aug 2023 03:25 PM (IST)

    Gujarat Latest News : અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં પડશે ભારે વરસાદ

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને નવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન ઉતર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. જેની અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગમાં આજથી વરસાદ વરસશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજે આશ્રેશા નક્ષત્ર હોવાથી, મોટા ફોરાનો વરસાદ પડે. આજના નક્ષત્રમાં પડેલો વરસાદ ખેતીપાક માટે નુકસાન કારક રહે. અંબાલાલ પટેલે કરેલ આગાહી અનુસાર, 4, 5, અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે.

  • 03 Aug 2023 03:04 PM (IST)

    Gujarat Latest News : દિલ્હી સરકારનો ઉદ્દેશ્ય લડવાનો છે, સેવા કરવાનો નથીઃ અમિત શાહ

    લોકસભામાં દિલ્હી સેવા બિલ પર બોલતા ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે, વર્ષ 2015માં દિલ્હીમાં એક એવી પાર્ટી સત્તામાં આવી જેનો ઉદ્દેશ્ય માત્ર લડાઈ કરવાનો હતો, સેવા કરવાનો નહી. સમસ્યા ટ્રાન્સફર-પોસ્ટિંગ કરવાનો અધિકાર મેળવવાનો નથી, પરંતુ તમારા ( મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના) બંગલા બનાવવા જેવા ભ્રષ્ટાચારને છુપાવવા માટે તકેદારી વિભાગ ઉપર કબજો મેળવવાનો છે.

  • 03 Aug 2023 02:44 PM (IST)

    Gujarat Latest News : દિલ્હી સર્વિસ બિલ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું- અમને કાયદો બનાવવાનો પૂરો અધિકાર છે

    દિલ્હી સેવા બિલ પર ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે, અમને કાયદો બનાવવાનો પૂરો અધિકાર છે. અમિત શાહે કહ્યું કે સંસદને દિલ્હીના કોઈપણ વિષય સાથે સંબંધિત કાયદો બનાવવાનો અધિકાર છે, કોર્ટે પણ આ અંગે સ્પષ્ટતા કરી છે.

  • 03 Aug 2023 02:22 PM (IST)

    Gujarat Latest News : રાજકોટમાં આયુર્વેદિક સીરપના નામે પકડાયેલ નશાકારક સીરપના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ત્રણની કરી ધરપકડ

    રાજકોટમાં ગત જુલાઈ મહિનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આયુર્વેદિક સીરપના નામે વેચાતી નશાકારક 73 હજાર બોટલ સીરપ ઝડપી પાડી હતી. પકડી પાડેલ બોટલનો FSL રિપોર્ટ આવતા ક્રાઇમ બ્રાન્ચે 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાંથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરાઈ છે. લખધીરસિંહ જાડેજા, જયરાજ ખેરડીયા અને અશોક ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી ને બાકીના અન્ય ત્રણની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પકડવાના બાકી છે તેમા રૂપેશ ડોડીયા, ધર્મેન્દ્ર ડોડિયા અને મેહુલ જસાણી નામ સામે આવ્યા છે. રૂપેશ ડોડીયા યુવા ભાજપમાં ઉપપ્રમુખ રહી ચૂક્યો છે, જ્યારે ધર્મેશ ડોડીયા હાલમાં બક્ષીપંચ મોરચામાં મંત્રી છે.

  • 03 Aug 2023 02:16 PM (IST)

    Gujarat Latest News : ASI આવતીકાલે સવારે 7 વાગ્યાથી જ્ઞાનવાપીમાં સર્વે શરૂ કરી શકે છે

    ASI ટીમ આવતીકાલે એટલે કે 4 ઓગસ્ટે વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ કેમ્પસમાં સવારે 7 વાગ્યાથી સર્વે શરૂ કરી શકે છે.

  • 03 Aug 2023 01:54 PM (IST)

    નવસારી: શહેરના વિવિધ વિસ્તારોમાં પશુઓમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગે વેક્સિનેશન શરૂ કર્યું

    • શહેરના ઇટાવા વિસ્તારમાં લંપીના લક્ષણો ધરાવતા પશુઓને વેક્સિનેશન શરૂ કર્યું
    • જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવી વેક્સિનેશનની કામગીરી શરૂ કરી
    • પશુપાલન વિભાગની સાથે નવસારી વિજલપોર નગરપાલિકા એ પણ પોતાના વિસ્તારમાં લંપીના લક્ષણો ધરાવતા પશુઓની ઓળખ શરૂ કરી
    • સ્થાનિક એનજીઓને સાથે રાખી માંદા અને લંપીના લક્ષણો ધરાવતા પશુઓને પકડવાની શરૂઆત કરી
    • નગરપાલિકા અને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે સંયુક્ત રીતે લંપી ડીસિઝ બાબતે કામગીરી શરૂ કરી
    • 50000 થી માંડીને ₹1,50,000 સુધીના મોંઘા પશુઓ રાખી પશુપાલન કરતા પશુપાલકોમાં લંપીના રોગની શક્યતાને પગલે ભયનો માહોલ છવાયો
  • 03 Aug 2023 01:51 PM (IST)

    સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં યુવકની હત્યાનો વીડિયો વાયરલ

    • 2 દિવસ પહેલા પ્રેમ સંબંધમાં સમાધાન કરવા ગયેલા બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી
    • યુવકને જાહેરમાં છરીના ઘા જીકી અને હત્યા કરવાં આવી હતી
    • જાહેરમાં બનેલી હત્યાની ઘટનાનો વીડિયો વાયરલ થયો
    • કાયદો અને વ્યવસ્થાના જાહેરમાં ઉડયા લિરા
    • પોલીસ તંત્રનો ખોફ હવે હત્યારાઓને નથી રહ્યો
    • બસ સ્ટેન્ડ બહાર જ બનેલી હત્યાની ઘટના મામલે પોલીસ કામગીરી સામે પણ સવાલો
    • દિન દહાડે અને બસ સ્ટેન્ડની બહાર જ યુવકની હથિયારના ઘા જીકી અને હત્યા મામલે સુરેન્દ્રનગર પોલીસ આવી ફરી ચર્ચામાં
  • 03 Aug 2023 01:40 PM (IST)

    સરકારની મોટી જાહેરાત, લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર લગાવ્યો પ્રતિબંધ

    એક મોટી જાહેરાત કરતા, ભારત સરકારે ગુરુવારે લેપટોપ, ટેબલેટ અને પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની નોટિસ જાહેર કરી છે. વાણિજ્ય વિભાગ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું છે કે પોસ્ટ કે કુરિયર દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ પરથી ખરીદાયેલા કમ્પ્યુટર્સ સહીત ઑલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ અથવા અલ્ટ્રા સ્મોલ ફોર્મ ફેક્ટર કમ્પ્યુટર્સની આયાત કરાઈ રહી હોય. તેને આયાત પરવાનાની જરૂરિયાતોમાંથી મુક્તિ આપવામાં આવશે.

  • 03 Aug 2023 01:31 PM (IST)

    Ahmedabad: ટ્રાફિકના નિયમો તોડ્યા તો ઘરે આવ્યો મેમો, હવે RTOમાં દંડ ભરવા લાગી કતારો

    અમદાવાદના ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ ટ્રાફિક વિભાગ (Traffic Department) એક્શનમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગે નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા માટે ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં રોંગ સાઇડમાં જનારા, ઓવર સ્પીડ ચાલક, નશામાં ધૂત ચાલક સહિતનાને પકડવા અને દંડ ફટકારવાની કામગીરી શરુ કરવામાં આવી છે. અન્ય રીતે ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓને પણ ટ્રાફિક વિભાગે ઝડપી દંડ ફટકાર્યો છે. જેના પગલે હવે RTOમાં દંડ ભરવા આવતા લોકોની ભીડ વધી છે.

  • 03 Aug 2023 12:21 PM (IST)

    રાજકોટ: સોની બજારમાંથી ત્રણ આતંકી પકડાવવાનો મામલો

    ATS ટીમના CCTV આવ્યા સામે તપાસ દરમિયાન ઘુસી ત્યારે ATS ટીમના કર્મચારીઓ સામાન્ય માણસની જેમ ઘરમાં પ્રવેશ્યા હતા બંગાળી કારીગરો જ્યાં રહે છે ત્યાં ATS ટીમના અધિકારીઓ સામાન્ય માણસની જેમ તપાસ માટે ગયા હતા આતંકીઓ જે ઘરમાં ગયા ત્યાંના સીસીટીવી આવ્યા સામે

  • 03 Aug 2023 12:06 PM (IST)

    સુરત: ઓલપાડના દેલાડ ગામે તસ્કરો ત્રાટક્યા

    • બિન્દાસ ફરી રહેલા 3 તસ્કરોએ બે ઘરને બનાવ્યા નિશાન
    • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
    • ઘરમાં કબાટ તોડતા કઈ ન મળતા સામાન વેરવિખેર કરી નુકશાન પહોંચાડ્યું
    • થોડાદિવસ અગાઉ પણ તસ્કરોએ 3 ઘરને બનાવ્યા હતા નિશાન
  • 03 Aug 2023 11:19 AM (IST)

    જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે ચાલુ રહેશે, હાઈકોર્ટનો આદેશ યથાવત

    અલાહાબાદ હાઈકોર્ટે વારાણસીના જ્ઞાનવાપી કેમ્પસમાં થયેલા સર્વે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે ASI સર્વે ચાલુ રહેશે. હાઇકોર્ટે વારાણસી કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો. આ પહેલા 27 જુલાઈએ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. બીજી તરફ મુસ્લિમ પક્ષે કહ્યું કે તે સુપ્રીમ કોર્ટમાં જઈને આ નિર્ણયને પડકારશે.

  • 03 Aug 2023 10:35 AM (IST)

    રાજકોટ: સોની બજારમાંથી ત્રણ આતંકીઓ પકડાવાનો કેસ

    • ATS દ્રારા ટેટર ફંડિગને લઇને તપાસ
    • 3 આતંકીઓના બેંક ખાતાની હાથ ધરાઇ રહી છે તપાસ
    • આતંકીઓના સંપર્કમાં રહેલા લોકો, પરિવારજનોના બેંક ખાતાની પણ હાથ ધરાઇ તપાસ
    • 10 થી 12 શકમંદોની પણ સઘન પૂછપરછ હાથ ધરાઇ
    • શકમંદોના બેંક ખાતાની તપાસ હાથ ધરાઇ
    • બેંક ખાતામાં થયેલા વ્યવહારોની પણ ચકાસણી હાથ ધરાઇ
    • વિદેશથી કોઇ ફન્ડીંગ થયુ છે કે કેમ તે દિશામાં તપાસ
    • આતંકીઓની NIA સહિત અન્ય રાજ્યોની ATS અને કેન્દ્રીય એજન્સીઓની તપાસ હાથ ધરાઇ
  • 03 Aug 2023 10:02 AM (IST)

    જ્ઞાનવાપી પરિસરમાં સર્વે થશે કે નહીં? આજે અલ્હાબાદ હાઈકોર્ટ તેનો ચુકાદો આપશે

    જ્ઞાનવાપી પરિસરમાં સર્વે થશે કે નહીં? આજે અલ્હાબાદ હાઈકોર્ટ તેનો ચુકાદો આપશે, મુસ્લિમ પક્ષે પૂરક અરજી દાખલ કરી હતી

  • 03 Aug 2023 09:41 AM (IST)

    રાજકોટ: ગત મહિનામાં ઝડપાયેલા શંકાસ્પદ સીરપને લઇને મોટો ખુલાસો

    રાજકોટમાં ગત મહિનામાં ઝડપાયેલા શંકાસ્પદ સીરપને (Syrup) લઇને મોટો ખુલાસો થયો છે. આયુર્વેદિક સીરપના નામે નશાયુક્ત સીરપ (Intoxicating syrup) વેચવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભાજપના 2 આગેવાનો સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાજપના આગેવાન ધર્મેન્દ્ર અને રૂપેશ ડોડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) તેમજ ગુનાહિત કાવતરું રચવા સહિતની કલમો હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં ખુલાસો થયો છે કે આયુર્વેદિક બોટલમાં ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરાતો હતો. 3 જુલાઇએ વિવિધ જગ્યાએથી શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો હતો. લગભગ સીરપનો 73 લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપાયો હતો.

  • 03 Aug 2023 09:31 AM (IST)

    અમદાવાદ: સંજય રાયના દેશભરનાં 42 સ્થળો ઉપર ઈડીના દરોડા

    • PMOના નામે અનેક લોકોને છેતરનાર સંજય રાયના દેશભરનાં 42 સ્થળો ઉપર ઈડીના દરોડા
    • કચ્છમાં વર્ષો પહેલા હોટેલ રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતા સંજય રાય સામે ઈડી દ્વારા અલગ ફરિયાદ તથા ચાર્જશીટ દાખલ કરવામાં આવી
    • ઇડીએ ગાંધીધામ સહિત દેશના જુદા જુદા શહેરોમાં 42 સ્થળોએ દરોડા પાડી 14.54 કરોડની મિલકત લીધી ટાંચમાં
    • કિરણ પટેલ બાદ PMOના નામે લોકો સાથે ચીટીંગ કરનાર વધુ એક શખ્સ સામે તંત્રની કાર્યવાહી
  • 03 Aug 2023 09:15 AM (IST)

    સુરત: ધારાસભ્ય કુમાર કાનાણીનો વીડિયો થયો વાયરલ

    • ટીઆરબી જવાનનો ઉઘડો લેતા દેખાયા
    • મિનિબજાર પાસેની ઘટના
    • ટ્રાફિક નિયમનને લઈ ઉઘડો લેતા હોવાની વાત
    • ધારાસભ્ય સાથે તેમના પત્ની પણ ઉઘડો લેતા દેખાયા
    • મિનિબજાર પર સૌથી વધુ ટ્રાફિક જામની પરિસ્થિતિ રહેતી હોય છે
    • છાશવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે ધારાસભ્ય રજુઆત કરતા દેખાયા છે
  • 03 Aug 2023 08:45 AM (IST)

    સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધામાં વધારો, સોમનાથથી ગોલોકધામ દર કલાકે બસ સેવાનો પ્રારંભ

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ જ્યાં બિરાજમાન છે એવા પ્રભાસ તીર્થમાં આવનાર ભક્તો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યાત્રીલક્ષી સુવિધાઓમાં સતત વૃદ્ધિ કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભક્તો ગોલોકધામ તીર્થનો અચૂક લાભ લઈ શકે તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજનબદ્ધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

  • 03 Aug 2023 07:44 AM (IST)

    રાજકોટ: ગુજરાત ATS ની તપાસમાં મોટો ખુલાસો

    • આતંકીઓના ટાર્ગેટ પર હતો જન્માષ્ટમીનો તહેવાર
    • સોશિયલ મિડીયાના માધ્યમથી AK 47 જેવા હથિયારો ચલાવવાની પણ ટ્રેનિંગ લેતા હતા
    • સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ
    • લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં હાજર હોય છે
    • આતંકીઓએ રેલવે સ્ટેશનની પણ રેકી કરી હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે.
    • 10થી 12 જેટલા શકમંદોની ATS પૂછપરછ કરી રહી છે જેમાં એક સાળા-બનેવી ATSની રડારમા.
    • વર્ષોથી બંગાળી કારીગર તરીકે કામ કરતા સાળા બનેવીએ લોકલ સપોર્ટ પૂરો પાડ્યો હોવાની માહિતી
    • ત્રણ આતંકીઓ સાથે ત્રણ કટ્ટરપંથીઓ તેમાં જોડાયાની આશંકા
  • 03 Aug 2023 07:41 AM (IST)

    અમદાવાદ: વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા

    • સાબરમતી નદીમાં સન સરોવરનું પાણી આવતા વાસણા બેરેજના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા
    • પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે નહાવા પડ્યા
    • આશરે 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
  • 03 Aug 2023 06:54 AM (IST)

    Gujarat Weather Forecast : આજે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત્ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો પવનની ગતિમાં વધારો થતાં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે.

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, ભાવનગર, બોટાદ, દેવભૂમિદ્વારકા, જામનગર, ખેડા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, નર્મદા, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા અને વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ અમરેલી, આણંદ, ભરુચ, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

  • 03 Aug 2023 06:46 AM (IST)

    અમદાવાદ: મેઘાણીનગરમાં બન્યો હત્યાનો બનાવ

    • અમરાજીનગરની ચાલીમાં બની ઘટના
    • રવિ ઉર્ફે લલ્લા રાકેશસિંઘ ભદોરીયાની હત્યા
    • પાર્થ અને કરણ ચૌહાણ સાથે ઝઘડો થતા કરાઈ હત્યા
    • પેટમાં તથા માથાના ભાગે હુમલો કરાયો
    • પાઇપ તથા તિક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવ્યો

Published On - Aug 03,2023 6:36 AM

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">