28 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં ઘટ્યુ વરસાદનું જોર, આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી, કેટલાક વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા
આજે 28 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 28 ઓગસ્ટને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભાથી એક્શનમાં ભાજપ
રાજકોટ: સામા કાંઠા વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાની સભા, AAPની સભાની જાહેરાત થતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને સક્રિય થવાનો આદેશ કરાયો હોવાનો સૂત્રોનો દાવો છે. ઘણા સમયથી શહેર ભાજપના કાર્યક્રમમાં હાજર ન રહેતા અરવિંદ રૈયાણી સક્રિય થયા છે. મનપા ચૂંટણી પહેલા AAP ખેલ ન બગાડે તે માટે કવાયત હાથ ધરાઈ છે. પાટીદારોના પ્રભુત્વ વાળા વિસ્તારમાં પાટીદાર નેતાને ભાજપે સક્રિય કર્યા
-
મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યુ છે સમારકામ
ભાવનગરના મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર છેલ્લા બે વર્ષથી સમારકામ ચાલી રહ્યું છે. ત્યારે ડુડાસ ચોકડી પાસે મોટા-મોટા ખાડા પડી જતા તંત્રએ રસ્તાઓને થીગડાં માર્યા હતા. જો કે રસ્તા પૂરવાના નામે માત્ર ચીકણી માટી પાથરી દીધી હતી. પરિસ્થિતિ એવી સર્જાઈ કે સામાન્ય વરસાદમાં પણ રસ્તા વધુ ચીકણા થઈ જતા અને ટુવ્હીલર ચાલકો ફસડાઈ રહ્યા છે. રોજના ચાલીસેક જેટલાં ટુવ્હીલર ફસડાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ હતો. આ સમગ્ર ઘટના પર tv9 દ્વારા અહેવાલ રજૂ કરાયો અને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા
-
-
સુરત: ઉમરપાડામાં મેઘરાજાની તોફાની બેટિંગ
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે..બપોરના 2 થી 4 વાગ્યા સુધીમાં બે કલાકમાં ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થયું છે. ભારે વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે. રસ્તા પર પાણી ફરી વળતા નાગરિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો.
ભારે વરસાદ મુશ્કેલીનું કારણ બન્યો છે. ઉમરપાડાના ઉંચવાણ ગામમાં નાળામાં પાણીનો પ્રવાહ લાકડા લઈને જઈ રહેલો યુવક મોપેડ સાથે પાણીમાં ખેંચાઈ ગયો હતો. પાણીનો પ્રવાહ એટલે પ્રચંડ હતો કે યુવક મોપેડ સાથે પાણીના પ્રવાહમાં ખેંચાઈ રહ્યો હતો. જોકે સદનસીબે ત્યાં હાજર લોકો મદદ માટે તરત જ દોડી હતા અને યુવકને પાણીના પ્રવાહમાં તણાતા બચાવી લીધો હતો
-
ગુજરાતવાસીઓને સાવચેત કરતી અંબાલાલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતવાસીઓને સાવચેત કરતી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એક વાર મેઘાના આક્રમક અંદાજની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં જ ગુજરાતમાં વરસાદનો ભયાનક રાઉન્ડ શરૂ થવાનો છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અંબાલાલ પટેલના મતે પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘો ધમધોકાર અંદાજમાં વરસતો જોવા મળશે.
-
સુરેન્દ્રનગરના ખેડૂતો કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ
કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટી માફીની મર્યાદા વધારતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ગુજરાતમાં કપાસનું સૌથી વધુ વાવેતર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય છે. જેને લઈ સુરેન્દ્રનગરના ખેડૂતો કેન્દ્ર સરકારના નિર્ણયથી નારાજ થયા છે. ખેડૂતો આગેવાનો પણ સરકારના આ નિર્ણયને વખોડી રહ્યા છે. આ નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી 7 સપ્ટેમ્બરે ચોટીલામાં ખેડૂત મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે.
-
-
સુરત: BRTS રૂટમાં બાઈક ચલાવનારા સામે તપાસના આદેશ
સુરત: BRTS રૂટમાં બાઈક ચલાવનારા સામે મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપવામાં આપ્યા છે. પોલીસ કમિશનરને બાઈકચાલક સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. BRTS રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ હોના છતા રૂટ પર ઈમરજન્સી વાહનો પણ દોડતા હોય છે. આથી ખોટી રીતે BRTS રૂટમાં પ્રવેશ ન કરવાની અપીલ કરાઈ છે. કતારગામ BRTS રૂટનો વીડિયો વાયરલ થયો હતો જેમા રોંગ સાઈડમાં બાઈક ચલાવનારાએ દાદાગીરી કરી BRTS બસચાલક સાથે માથાકૂટ કરી હતી
-
આણંદ: બોરસદમાં નવી કાર ખરીદનારાને સીન સપાટા પડ્યા ભારે
આણંદ:બોરસદમાં નવી કાર ખરીદનારાને સીન સપાટા ભારે પડ્યા. શોરૂમમાંથી કારની ડિલીવરી બાદ રીલ્સ બનાવવાના ચક્કરમાં અકસ્માત કરી બેઠા. નવી કારના ચાલકે કાબૂ ગુમાવતા સિક્યુરિટી ગાર્ડ ઘાયલ થયો. અકસ્માતને પગલે શોરૂમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી.
-
તાપીના વ્યારા સહિત જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ
તાપીના વ્યારા સહિત જિલ્લામાં અનેક સ્થળે ધોધમાર વરસાદ વરસ્યો છે. સતત વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ સામે આવ્યો. વ્યારાની શબરીધામ શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા. શાળાના કમ્પાઉન્ડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી. આ તરફ તાપીમાં વ્યારા ઉપરાંત વાલોડ, ડોલવણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે અને મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ છે.
-
પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્યપંથકમાં વરસાદી માહોલ જામ્યો
પંચમહાલના ગોધરા શહેર અને ગ્રામ્યપંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. જોતજોતામાં પવન સાથે ભારે વરસાદ ફૂંકાતા રસ્તા પર પાણી ભરાયા. શહેરના જીલ્લા કલેક્ટર કચેરી, પંચાયત ભવન અને સેવા સદન પાસે પાણી ભરાતા નાગરિકો સાથે કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો. મુખ્ય માર્ગો જળમગ્ન થતા વાહનચાલકો અને રાહદારીઓ પણ પરેશાન થયા. ઉલ્લેખનીય છે કે શહેરમાં વરસાદી પાણીનાં યોગ્ય નિકાલની વ્યવસ્થાનો અભાવ હોવાથી સામાન્ય વરસાદમાં પણ સ્થિતિ કફોડી બને છે.
-
બોડેલીમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી
છોટાઉદેપુરના બોડેલીમાં વહેલી સવારથી જ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ધોધમાર વરસાદના કારણે બોડેલીના રામનગર, ગંગાનગર, સોસાયટીમાં પાણી ભરાયા હતા..વરસાદના કારણે બોડેલીના ભાદરવી પાંચમના મેળામાં વરસાદનું વિઘ્ન આવતા. મેળામાં નિરાશા જોવા મળી હતી. વરસાદના કારણે મેળાની રોનક ફિક્કી પડી હતી અને મેળામાં સ્ટોલધારક વેપારીઓએ નિરાશ થયા છે.
-
મહેસાણા: વિજાપુરના લાડોલમાં પશુપાલકોએ માંડ્યો મોરચો
મહેસાણા: વિજાપુરના લાડોલમાં પશુપાલકોએ દૂધસાગર ડેરીના સત્તાધિશો સામે મોરચો માડ્યો છે. આક્રોશિત પશુપાલકોની સાથે મંડળીના અગ્રણી અન ડિરેક્ટરો પણ જોડાયા છે. દૂધના ભાવ અને દૂધની ગુણવત્તા મુદ્દે ભારે વિરોધ થઈ રહ્યો છે. ભાવ ફેર અંગે ઝીણવટભરી સ્પષ્ટતા ન કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ભાવ ફેરન કોઠા મામલે પણ વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યુ છે. પશુપાલકો અને અગ્રણીઓએ ડેરી સત્તાધિશો સામે મોરચો માંડ્યો છે.
-
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ છે. ચલામલી નજીકથી પસાર થતી હેરમ નદી બે કાંઠે થઈ છે. બોડેલીના રાજવાસણા નજીકનો આડબંંધ ઓવરફ્લો થયો છે.
-
અંબાજીમાં ગરાસિયા સમાજના લોકો ધજા ચઢાવવા પહોંચ્યા
પારંપરિક વાદ્યોનાં તાલે બોલ માડી અંબે જય જય અંબેનાં નાદ સાથે આજે યાત્રાધામ અંબાજીમાં ડુંગરી ગરાસિયા સમાજના લોકો ધજા ચઢાવવા આવ્યા. અરવલ્લીની ગિરિમાળાઓમાં વસતા ડુંગરી ગરાસિયા લોકો દાયકાઓથી અંબાજીની આરાધના કરે છે. ભાદરવી પુનમ સમયે અન્ય વિસ્તારોમાંથી લાખો ભક્તો ઉમટતા હોવાથી ડુંગરી ગરાસિયા સમાજનાં લોકો તે સમયે ધજા ચઢાવવા આવવાનું ટાળતા હતા. જો કે મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના માર્ગદર્શનથી ગત વર્ષથી એક નવી ચિલો ચિતરાયો. પ્રશાસને ગરાસિયા સમાજના લોકોને સુવિધા પુરી પાડી અને હવે દર ભાદરવા સુદ પાંચમના દિવસે મોટી સંખ્યામાં ડુંગરી ગરાસિયા સમાજનાં લોકોનો સંધ ધજા લઇને મંદિરે પહોંચે છે.
-
ઋષિ પંચમીના પર્વે દામોદર કુંડમાં સ્નાન માટે ઉમટ્યા ભાવિકો
જુનાગઢ ગિરનાર પર્વતની ગોદમાં આવેલા દામોદર કુંડમાં આજે ઋષિ પંચમીના પાવન દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ધર્મગ્રંથોમાં અનુસાર કોઈ સ્ત્રી અથવા પુરુષના હાથે અજાણમાં થયેલા પાપોને પ્રાયશ્ચિત કરવા માટે ઋષિ પંચમીનો વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. માન્યતા છે કે ઋષિ પાંચમનું વ્રત કરીને દામદોર કુંડમાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. દામોદર કુંડમાં આજે મોટી સંખ્યામાં ભાવિકો સ્નાન કરવા ઉમટ્યા હતા
-
ખેડા : સાબરમતી નદીના પૂરના પાણીથી પશુપાલકો મુશ્કેલીમાં
ખેડા : સાબરમતી નદીના પૂરના પાણીથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. રસીકપુરા ગામમાં પૂરના પાણીમાં લીલો અને સૂકો ઘાસચારો તણાયો છે. આ તરફ ત્રણ દિવસથી પશુઓને બ્રિજ પાસે બાંધવામાં આવ્યા છે. આહારના અભાવે દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવા તંત્ર પાસે માગ કરાઈ છે.
-
મગ, અડદ, સોયાબિનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે
રાજ્યના ખેડૂતો માટે અત્યંત મહત્વના સમાચાર. મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. 1 થી 15 સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે. ચાલુ વર્ષે આ પાકોનું મોટી માત્રામાં વાવેતર થયું છે. ખેડૂતો પોતાનો પાક વેચવા માટે ઈ-ગ્રામ કેન્દ્રો, ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર આ નોંધણી કરાવી શકશે.
-
ભરૂચ-નર્મદા દુધધારા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત
ભરૂચ-નર્મદા દુધધારા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપના દિગ્ગજ અરૂણસિંહ રણા અને ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે ટક્કર થશે. આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની અપક્ષ પેનલ પણ મેદાને છે. ફોર્મ ભર્યા બાદ મહેશ વસાવાના અરુણસિંહ રાણા પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. અરૂણસિંહને ભ્રષ્ટાચારી અને પ્રકાશ દેસાઈને ગુનેગાર ગણાવ્યા છે. પશુપાલકોના હિત માટે અમારી પેનલ કામ કરશે
-
દાહોદ : બેફામ બસચાલકે મોપેડ પર જતાં વૃદ્ધને ટક્કર મારી
દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં એસટી બસ ચાલકોની બેફામ દોડનો વધુ એક કેસ સામે આવ્યો છે. બેફામ બસચાલકે મોપેડ પર જતાં વૃદ્ધને ટક્કર મારી દીધી, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. નોંધનીય છે કે આ એક જ સપ્તાહમાં ગોધરા રોડ પર થયો ત્રીજો અકસ્માત છે. ઘટનાની જાણ થતાં પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
નર્મદાઃ સરદાર સરોવર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક
નર્મદામાં સરદાર સરોવર ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ રહી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક પાણી પ્રવેશી રહ્યું છે, જ્યારે 94 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 5 દરવાજા 1.4 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 92.11 ટકા પાણીનો જથ્થો છે અને જળસપાટી 130.30 મીટરે પહોંચી ગઈ છે, જે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરથી થોડું જ ઓછી છે.
-
પૂણેથી આવેલી સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ પહોંચી
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂણેથી આવેલી સેવન્થ ડે સ્કૂલની મેનેજમેન્ટ ટીમ અમદાવાદ પહોંચી છે. ગુજરાત અને મહારાષ્ટ્રની મેનેજમેન્ટ હેડ ઓફિસથી ખાસ ટીમ સ્કૂલના મુદ્દે તપાસ માટે આવી છે. સ્કૂલની બેદરકારીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા મેનેજમેન્ટ ટીમને કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. DEOએ સ્પષ્ટ કર્યો કે બેદરકારી દાખવનાર સામે કડક પગલાં લેવાશે.
-
જો ભારત રશિયન તેલની આયાત બંધ કરે, તો તેલના ભાવ પ્રતિ બેરલ $90-100 સુધી વધી શકે છે: CLSA
CLSA કહે છે કે રશિયન તેલની આયાતથી મળતો ફાયદો મીડિયામાં જણાવવામાં આવેલા આંકડા કરતા ઘણો ઓછો છે. ભારતને તેનું 36 ટકા તેલ રશિયા પાસેથી મળે છે, જે વૈશ્વિક માંગના લગભગ 5 ટકા છે. રશિયન ક્રૂડ ઓઇલની આયાતનો મુદ્દો રાજકીય બની ગયો છે, પરંતુ ભારત વૈશ્વિક નિયમો હેઠળ વેપાર કરવાના તેના સાર્વભૌમ અધિકાર પર આગ્રહ રાખી રહ્યું છે.
-
મુંબઈ: વિરાર પૂર્વમાં એપાર્ટમેન્ટ અકસ્માતમાં 15 લોકોના મોત, 2 ગુમ
નારંગીના વિરાર પૂર્વમાં રમાબાઈ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં ૧૫ લોકોના મોત થયા છે અને ૯ લોકો ઘાયલ થયા છે જ્યારે ૨ લોકો ગુમ છે. NDRF દ્વારા બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.
-
રાજસ્થાન: હાઈકોર્ટે SI ભરતી 2021 રદ કરી
રાજસ્થાન હાઈકોર્ટે SI ભરતી 2021 રદ કરી છે. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 14 ઓગસ્ટે નિર્ણય અનામત રાખવામાં આવ્યો હતો. જસ્ટિસ સમીર જૈનની ડિવિઝન બેન્ચે આજે ચુકાદો સંભળાવ્યો છે.
-
પેઇન્ટ સ્ટોકમાં વધારો
પેઇન્ટ સ્ટોકમાં સારો વધારો જોવા મળ્યો છે. એશિયન પેઇન્ટ્સ નિફ્ટીના ટોચના લાભકર્તાઓમાંનો એક છે. બર્જર પેઇન્ટ્સ, કાન્સાઇ નેરોલેકના શેરમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે.
-
આંધ્ર સિમેન્ટ્સનો 6 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ સંપૂર્ણપણે કાર્યરત
આંધ્ર સિમેન્ટ્સના 6 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું અમલીકરણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે અને હવે ગ્રીન એનર્જી પહેલના ભાગ રૂપે આંધ્ર પ્રદેશ રાજ્યના પાલનાડુ જિલ્લાના ગામલાપાડુ ગામ, દાચેપલ્લી માંડા ખાતે કંપનીના સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટમાં સંપૂર્ણપણે કાર્યરત છે.
-
વર્ધમાન ટેક્સટાઇલ્સના શેરમાં 21 અઠવાડિયામાં સૌથી મોટો વધારો
આજે, વર્ધમાન ટેક્સટાઇલ્સના શેરના ભાવમાં 21 અઠવાડિયામાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. હાલમાં, વર્ધમાન ટેક્સટાઇલનો શેર 24.15 રૂપિયા અથવા 6.07 ટકાના વધારા સાથે 422.30 રૂપિયા પર જોવા મળી રહ્યો છે. તે આજે 433.75 રૂપિયાની ઊંચી સપાટી અને 387.40 રૂપિયાની નીચી સપાટીને સ્પર્શી ગયો છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, શેર 3.76 ટકા અથવા 15.55 રૂપિયા ઘટીને 398.15 રૂપિયા પર બંધ થયો હતો. હાલમાં, શેર તેના 52-સપ્તાહના ઉચ્ચ સ્તરથી 25.08 ટકા નીચે અને 52-સપ્તાહના નીચલા સ્તરથી 16.46 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તેનું માર્કેટ કેપ 12,214.05 કરોડ રૂપિયા છે.
-
HFCL ને રૂ. 101.82 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો
HFCL ની પેટાકંપની HTL ને ભારતીય સેના તરફથી ટેક્ટિકલ ઓપ્ટિકલ ફાઇબર કેબલ અને સંબંધિત એસેસરીઝના સપ્લાય માટે રૂ. 101.82 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.
-
GST સુધારાથી ઓટોને સૌથી વધુ ફાયદો મળશે
જેફરીઝે ઓટો પર પણ સકારાત્મક અહેવાલ આપ્યો છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે GSTમાં ઘટાડાથી ઓટો માંગમાં વધારો થશે. આનાથી ટુ-વ્હીલર અને નાની કારની માંગમાં વધારો થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 26-28માં ટુ-વ્હીલર અને પીવી વોલ્યુમ વૃદ્ધિ 2-6 ટકા રહેવાની ધારણા છે. પસંદગીના ઓટો શેરોમાં 2-8 ટકા EPS અપગ્રેડ શક્ય છે. TVS મોટર, હીરો મોટો, મારુતિ અને હ્યુન્ડાઇ માટે અપગ્રેડ થવાની અપેક્ષા છે. બ્રોકરેજ કહે છે કે નાણાકીય વર્ષ 25-28માં TVS, M&M તરફથી સૌથી વધુ EPS CAGR શક્ય છે. TVS મોટરમાં 27 ટકા અને M&Mમાં 19 ટકા EPS CAGR વૃદ્ધિ થવાની ધારણા છે. જેફરીઝને ઓટોમાં TVS મોટર, M&M અને મારુતિ ગમે છે. બ્રોકરેજએ હીરો મોટોકોર્પનું રેટિંગ વધારીને HOLD કર્યું છે. સ્ટોક ટાર્ગેટ રૂ. 5200 છે. તે જ સમયે, Hyundai અને Tata Motorsમાં તેનું અંડરપરફોર્મ રેટિંગ અકબંધ રહે છે.
-
બાયોકોનને સીતાગ્લિપ્ટિન ગોળીઓ માટે USFDA ની કામચલાઉ મંજૂરી મળી
બાયોકોનની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, બાયોકોન ફાર્મા લિમિટેડ, ને 25 મિલિગ્રામ, 50 મિલિગ્રામ અને 100 મિલિગ્રામની શક્તિમાં સીતાગ્લિપ્ટિન ગોળીઓ USP માટે ANDA માટે US FDA તરફથી કામચલાઉ મંજૂરી મળી છે. ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયકેમિક નિયંત્રણ માટે સીતાગ્લિપ્ટિન ગોળીઓનો ઉપયોગ થાય છે.
-
દાહોદમાં ખાબક્યો વરસાદ
દાહોદમાં વરસાદ ખાબક્યો. લીમખેડા, દેવગઢ, બારીયા, ધાનપુરમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
-
આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી રહેશે અળગા
આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામથી અળગા રહેશે. હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલોએ વિરોધ કર્યો છે. હડતાળ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ગેટ નંબર 2 પાસે GHAAની મળેલી EGMમાં નિર્ણય લેવાયો. GHAAનું 6 સભ્યોનું ડેલીગેશન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાથે મુલાકાત કરશે.
-
અમેરિકા: અલાસ્કામાં US એરફોર્સનું પ્લેન ક્રેશ
અમેરિકા: અલાસ્કામાં US એરફોર્સનું પ્લેન ક્રેશ થયુ છે. આઈલ્સન એરબેઝ પર F-35A પ્લેન તૂટી પડ્યું. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. પ્લેનનો લેન્ડિંગ ગિયર જામ થઈ જવાથી દુર્ઘટના બની. તાપમાનના કારણે લેન્ડિંગ ગિયર જામ થયાનું સામે આવ્યું છે. દુર્ઘટના પહેલા પાયલોટ બહાર નીકળી જતા સુરક્ષિત છે.
-
નીચા સ્તરેથી બજારમાં શાનદાર રિકવરી
નીચા સ્તરેથી બજારમાં શાનદાર રિકવરી આવી છે. મિડકેપ ઇન્ડેક્સ નીચેથી લગભગ 450 પોઈન્ટ સુધર્યો છે. નિફ્ટી નીચેથી લગભગ 150 પોઈન્ટ સુધર્યો છે. બેંક નિફ્ટી નીચેથી લગભગ 350 પોઈન્ટ સુધર્યો છે. સેન્સેક્સ નીચેથી લગભગ 450 પોઈન્ટ સુધર્યો છે.
-
ટેક્સટાઈલ ક્ષેત્રને સરકાર તરફથી મોટી રાહત મળી
યુએસ ટેરિફ વચ્ચે, ટેક્સટાઈલ ક્ષેત્રને સરકાર તરફથી મોટી રાહત મળી છે. કપાસ પર આયાત ડ્યુટી મુક્તિનો સમયગાળો વધુ 3 મહિના લંબાવવામાં આવ્યો છે. હવે ડિસેમ્બર સુધી કપાસ પર આયાત ડ્યુટીમાંથી મુક્તિ રહેશે. આ રાહત સપ્ટેમ્બરમાં સમાપ્ત થઈ રહી હતી.
-
રેલ વિકાસ નિગમે ટેક્સમેકો રેલ સાથે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા
રેલ વિકાસ નિગમે ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ સાથે રેલ્વે અને સંલગ્ન માળખાગત ક્ષેત્રોમાં પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટે સંયુક્ત સાહસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પ્રસ્તાવિત શેરહોલ્ડિંગ RVNL માટે 51% અને ટેક્સમેકો રેલ માટે 49% હશે.
-
ટ્રમ્પના 50% ટેરિફને કારણે, ભારતની આ કંપનીઓના શેર ક્રેશ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફની અસર ભારતીય સીફૂડ કંપનીઓ પર દેખાવા લાગી છે. આજના ટ્રેડિંગમાં, અવંતી ફીડ્સ, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ, ઝીલ એક્વા સહિત ઘણી સીફૂડ નિકાસ કરતી કંપનીઓના શેર 6% સુધી ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પના 50 ટકા ટેરિફથી રોકાણકારોમાં ચિંતા વધી ગઈ છે કારણ કે ભારતીય ઝીંગા નિકાસ માટે યુએસ બજાર સૌથી મોટું બજાર માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે આજે અવંતી ફીડ્સના શેર 3 ટકા અને એપેક્સ ફ્રોઝન ફૂડ્સના શેર 6 ટકાથી વધુ ઘટ્યા હતા. તે જ સમયે, ઝીલ એક્વાના શેર પણ 3 ટકાથી વધુ ઘટ્યા હતા. વોટરબેઝના શેર 4 ટકા સુધી ઘટ્યા હતા.
-
INDIGO માં 7,027 કરોડનો બ્લોક ડીલ
આજે, INTERGLOBE AVIATION માં લગભગ 7,025 કરોડનો બ્લોક ડીલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાકેશ ગંગવાલ પરિવારે 3.1% હિસ્સો વેચી દીધો છે. આ ડીલ માટે, પ્રતિ શેર 5,808 રૂપિયાની ફ્લોર પ્રાઈસ 4% ડિસ્કાઉન્ટ પર નક્કી કરવામાં આવી હતી.
-
પીએમ મોદીની જાપાન અને ચીનની મુલાકાત આજથી શરૂ થઈ રહી છે
ટેરિફ યુદ્ધ વચ્ચે, પીએમ મોદી આજે જાપાન અને પછી 31 ઓગસ્ટે ચીનની મુલાકાત લેશે. જાપાન સાથે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી પર ચર્ચા થશે. તે જ સમયે, પ્રધાનમંત્રી ચીનમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં ભાગ લેશે.
-
અમેરિકા સાથે ટેરિફ પર વાટાઘાટોના દરવાજા હજુ પણ બંધ નથી.
અમેરિકા દ્વારા ૫૦% ટેરિફ લાદવામાં આવ્યા છતાં, વાટાઘાટોના દરવાજા હજુ પણ બંધ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચે વાટાઘાટોના દરવાજા હજુ પણ ખુલ્લા છે અને બંને દેશો તરફથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. સૂત્રો કહે છે કે બંને દેશો વચ્ચેના વેપારમાં અવરોધ કામચલાઉ છે. નિકાસકારોએ ગભરાવાની જરૂર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિવિધ દેશોમાં નિકાસ માટે પુષ્કળ અવકાશ છે. પ્રથમ ચાર મહિનામાં નિકાસમાં ૨૧.૬૪% નો વધારો થયો છે. નિકાસ ગયા વર્ષના ૮૬.૫ અબજ ડોલરના સ્તરે પહોંચશે. નિકાસકારોને મદદ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસ નિકાસકારો સાથે બેઠક થશે.
-
શિલ્પા મેડિકેર ફાર્મા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાણ કર્યુ
શિલ્પા મેડિકેરની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, કોના ઇન્ટરનેશનલ એફઝેડ એલએલસી, યુએઈએ સાઉદી અરેબિયામાં એક નવી ફાર્મા મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે સાઉદી અરેબિયા સ્થિત એક નવી સંયુક્ત સાહસ કંપની બનાવવા માટે, એક અગ્રણી સાઉદી એન્ટરપ્રાઇઝ, ફાર્મા ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ અને બાયોલોજિકલ પ્રોડક્ટ્સ (પીપીઆઈ) સાથે કરાર કર્યો છે.
-
સેન્સેક્સ, નિફ્ટી ઘટ્યો
મિશ્ર વૈશ્વિક સંકેતો છતાં, ભારતીય સૂચકાંકો 28 ઓગસ્ટે ઘટાડા સાથે ખુલ્યા. સેન્સેક્સ 498.60 પોઈન્ટ એટલે કે 0.62 ટકાના ઘટાડા સાથે 80,260.84 પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી 165.50 પોઈન્ટ એટલે કે 0.67 ટકાના ઘટાડા સાથે 24,541.70 પર જોવા મળી રહ્યો છે. લગભગ 1023 શેર ઉપર છે, 1458 શેર નીચે છે અને 195 શેર યથાવત છે. હીરો મોટોકોર્પ, એશિયન પેઇન્ટ્સ, સિપ્લા, ટાટા કન્ઝ્યુમર અને ટાઇટન કંપની નિફ્ટીમાં ટોચના ફાયદાકર્તા છે. જ્યારે, શ્રીરામ ફાઇનાન્સ, ICICI બેંક, Jio ફાઇનાન્સિયલ, NTPC અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
-
નિફ્ટી આજે નીચે રહેશે અને માઈનસમાં બંધ થશે.
નિફ્ટી આજે નીચે રહેશે અને માઈનસમાં બંધ થશે.

-
5 મિનિટમાં જ, નિફ્ટીમાં OI માં તફાવત 1 કરોડને વટાવી
પહેલા 5 મિનિટમાં જ, નિફ્ટીમાં OI માં તફાવત 1 કરોડને વટાવી ગયો. એટલે કે, બજારમાં ઘણો દબાણ છે અને આજે તે દિવસભર નીચે રહી શકે છે, જોકે દિવસમાં એકવાર તેજી ચોક્કસપણે 50-60 પોઈન્ટ માટે નાની તેજી લાવી શકે છે.

-
પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે સમ્માન કેપિટલના 42.5 લાખ શેર ખરીદ્યા
પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટે હાઉસિંગ ફાઇનાન્સ કંપની સમ્માન કેપિટલના 42.5 લાખ શેર પ્રતિ શેર રૂ. 119.69 ના ભાવે ખરીદ્યા છે, જેની કિંમત રૂ. 50.86 કરોડ છે. પાછલા ટ્રેડિંગ સત્રમાં, શેર 2.19 ટકા અથવા 2.65 રૂપિયા ઘટીને રૂ. 118.30 પર બંધ થયો હતો. આ શેર 26 સપ્ટેમ્બર, 2024 અને 7 એપ્રિલ, 2025 ના રોજ 52 અઠવાડિયાના ઉચ્ચતમ ભાવ રૂ. 174.00 અને 52 અઠવાડિયાના નીચલા સ્તર રૂ. 97.80 પર પહોંચ્યો હતો. હાલમાં, શેર 52 અઠવાડિયાના ઉચ્ચતમ ભાવથી 32.01 ટકા નીચે અને 52 અઠવાડિયાના નીચલા ભાવથી 20.96 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 9,811.56 કરોડ રૂપિયા છે.
-
રૂપિયો 85.70 ના સ્તર પર ખુલ્યો
ગુરુવારે ભારતીય રૂપિયો 18 પૈસા વધીને 87.50 ના સ્તર પર ખુલ્યો, જ્યારે મંગળવારે તે 87.68 ના સ્તર પર બંધ થયો.
-
સરદાર સરોવર ડેમની જળસપાટી 136.16 મીટર પહોંચી
નર્મદામાં સરદાર સરોવર ડેમ હાલમાં 91.66 ટકા પાણીના જથ્થા સાથે ભરાઈ ચૂક્યો છે. ડેમની જળસપાટી 136.16 મીટર પર પહોંચી ગઈ છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ ડેમમાં 89,541 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, અને 45,363 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 150 સેમીનો વધારો થયો છે. સવારથી નર્મદા ડેમના 5 દરવાજા 1.5 મીટર સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે અંદાજે 95 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતી રહી છે.
-
પ્રી-ઓપન સેશનમાં બજાર ફ્લેટ ખુલ્યું
બેન્ચમાર્ક સેન્સેક્સ-નિફ્ટી પ્રી-ઓપન સેશનમાં ફ્લેટ ટ્રેડ કરી રહ્યા છે. સેન્સેક્સ 34.84 પોઈન્ટ અથવા 0.04 ટકાના ઘટાડા સાથે 80,751.70 પર અને નિફ્ટી 33.55 પોઈન્ટ અથવા 0.14 ટકાના ઘટાડા સાથે 24,678.50 પર જોવા મળી રહ્યો છે.
-
નિફ્ટીમાં સમાપ્તિ દિવસના મહત્વપૂર્ણ સમાચાર.
નિફ્ટીમાં સમાપ્તિ દિવસના મહત્વપૂર્ણ સમાચાર. આજે ગુરુવારે વીકલી એક્સપાઈરીનો છેલ્લો દિવસ છે, આ એક્સપાઈરી અગાઉ 26 જૂન 2000માં થઈ હતી.
-
ટ્રમ્પ ટેરિફના દબાણને કારણે સેન્સેક્સ 850 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી એક ટકા ઘટીને 24,700 ની નજીક બંધ થયો
26 ઓગસ્ટના રોજ, બેન્ચમાર્ક સૂચકાંકો દિવસના નીચલા સ્તરની નજીક બંધ થયા. 27 ઓગસ્ટથી ભારતીય આયાત પર વધારાના 25 ટકા ટેરિફ લાદવાના યુએસ પ્રમુખ ટ્રમ્પના આદેશ અંગે ચિંતાને કારણે લાર્જકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. આ કારણે, ઇન્ટ્રાડેમાં નિફ્ટી 24,700 ની નીચે સરકી ગયો.
ટ્રેડિંગ સેશનના અંતે, સેન્સેક્સ 849.37 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઘટાડા સાથે 80,786.54 પર બંધ થયો અને નિફ્ટી 255.70 પોઈન્ટ અથવા 1.02 ટકાના ઘટાડા સાથે 24,712.05 પર બંધ થયો. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૧.૩ ટકા ઘટ્યો અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૭ ટકા ઘટ્યો.
૨૭ ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના અવસર પર શેરબજાર બંધ થયું.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો શ્રીરામ ફાઇનાન્સ, સન ફાર્મા, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, ટ્રેન્ટમાં થયો. જ્યારે તેજીમાં આઇશર મોટર્સ, એચયુએલ, મારુતિ સુઝુકી, નેસ્લે ઇન્ડિયા અને આઇટીસી હતા.
એફએમસીજી સિવાય, અન્ય તમામ ક્ષેત્રો લાલ નિશાનમાં બંધ થયા. પીએસયુ બેંકો, ધાતુઓ, ફાર્મા, તેલ અને ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ટેલિકોમમાં ૧-૨% ની નબળાઈ જોવા મળી.
-
અમદાવાદઃ બાપા સીતારામ કૃષ્ણનગર વિસ્તારની ઘટના
અમદાવાદઃ બાપા સીતારામ કૃષ્ણનગર વિસ્તારમાં ભોંયતળિયાનો સ્લેબ તૂટી પડતા 3 લોકો દબાયા. ગણેશજીના આગમનને જોવા લોકો ઉમટી પડ્યા હતા. ફાયરની ટીમે રેસ્ક્યુ કરી 3 લોકોને કાટમાળમાંથી કાઢ્યા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.
-
સુરેન્દ્રનગરઃ ચુડાના ચમારડી ગામે નદીમાં ડુબી જતા દાદા-પૌત્રનું મોત
સુરેન્દ્રનગરઃ ચુડાના ચમારડી ગામે નદીમાં ડુબી જતા દાદા-પૌત્રનું મોત થયુ છે. વાસણ નદીમાં અકસ્માતએ ડુબી જતા મોત થયુ. એક જ પરિવારમાં 2ના મોતથી શોકની લહેર ઉઠી છેે.
-
દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર વધ્યું, રાહત શિબિરો ઉભા કરાયા
દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર વધ્યું છે. તે હાલમાં ખતરાના નિશાનથી ઉપર છે. આને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં રાહત શિબિર સ્થાપી છે.
Published On - Aug 28,2025 7:50 AM