Gujarat News : ગુજરાત હાઇકોર્ટ હેઠળની તમામ કોર્ટમાં હવેથી થશે હાઇબ્રિડ હિયરિંગ
Gujarat Live Updates : આજ 27 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

આજે 27 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
NIAની કાર્યવાહીથી ISI બેકફૂટ પર, 15 આતંકવાદીઓ-ગેંગસ્ટરોને ભૂગર્ભમાં સંતાડયા
LIVE NEWS & UPDATES
-
અમદાવાદ પકવાન બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત
- અમદાવાદના પકવાન બ્રિજ ઉપર સર્જાયો અકસ્માત
- ખાનગી બસ અને મીની આઇસર વચ્ચે સર્જાયો અકસ્માત
- અકસ્માતને કારણે ડિવાઈડર પર આવેલા લાઈટનો થાંભલો ધરાશાયી
- ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પહોંચી
-
ગુજરાત હાઇકોર્ટ હેઠળની તમામ કોર્ટમાં હવેથી હાઇબ્રિડ હિયરિંગ
- 29 સપ્ટેમ્બરથી હાઇકોર્ટ હેઠળની તમામ કોર્ટમાં લાગુ થશે નિર્ણય
- કેસની સુનાવણી દરમિયાન વકીલને ઓનલાઇન જોડી થશે સુનાવણી
- અત્યાર સુધી ગુજરાત અથવા બહારથી કેસની સુનાવણી માટે હાઇકોર્ટ આવતા હતા વકીલો
- હવેથી ગમે તે સ્થળેથી કોર્ટની પરવાનગી બાદ થશે હાઈબ્રિડ હિયરિંગ
- કોરોનાકાળ બાદ કોર્ટ કાર્યવાહીને મહત્તમ રીતે ડિજિટલ માધ્યમમાં આગળ વધારવાની કામગીરી
- અગાઉ ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા અને પ્રધાનમંત્રી પણ કોર્ટ પ્રક્રિયામાં ડિજિટલાઈઝેશનનો કરી ચૂક્યા છે ઉલ્લેખ
-
-
નવરાત્રિ દરમ્યાન નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ
ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી કોશિયા જણાવ્યું છે કે, ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સલુન-તલપદ, નડિયાદ ખાતે આવેલી મે. ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી અંદાજે રૂા. 4 લાખથી વધુ કિંમતનો 1462 કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
-
ગણેશ વિસર્જનને અનુલક્ષીને સમગ્ર વડોદરા શહેરમાં જડબેસલાક બંદોબસ્ત રહેશે
- શહેરના વિવિધ વિસ્તારો અને કૃત્રિમ તળાવો તરફ જવાના માર્ગો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા
- ગણેશ બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ ઉપરાંત SRP અને રેપીડ એક્શન ફોર્સ તૈનાત રહેશે
- બંદોબસ્ત સાથે સંકળાયેલ અધિકારીઓ કર્મચારીઓને કરાયું બ્રિફિંગ
- પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા અપાયું માર્ગદર્શન
- વડોદરામાં ગણેશ વિસર્જનને લઈ પોલીસની મહત્વપૂર્ણ બેઠક
- સયાજીરાવ નગર ગૃહમાં પોલીસના તમામ અધિકારીઓની પોલીસ કમિશનરે લીધી બેઠક
- બેઠકમાં અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ હાજર રહ્યા
- વડોદરામાં ફરજ બજાવી ચૂકેલા અધિકારીઓને પણ બંદોબસ્ત માટે વડોદરા બોલાવાયા
- વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનું નિવેદન
- ગણેશ બંદોબસ્તને લઈ પોલીસે એક્શન પ્લાન ઘડ્યો
- કુલ 6200 પોલીસ જવાનો ખડેપગે ફરજ બજાવશે
- આ બંદોબસ્તમાં 10 ડીસીપી, 25 એસીપી, 85 પીઆઈ , 168 psi મળી 2900 પોલીસ જવાન, 2700 હોમગાર્ડ, 600 TRB જવાન મળીને 6200 જવાનો ફરજ બજાવશે,
- સાથે રેપિડ એક્શનની એક ટીમ, crpf ની એક ટીમ અને srpની 6 ટીમો બંદોબસ્ત માં રહેશે
- બોડી વોર્ન કેમેરા સાથે 600 જવાનો ફરજ પર રહેશે
- કોઈ પણ પ્રકારના ભડકાઉ મેસેજ સોશીયલ મીડિયામાં નહિ મૂકવા પોલીસ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી
- અસામાજિક તત્વો પર બાજ નજર રહેશે
- 50 વિડિયોગ્રાફી રહેશે, સાથે દરેક ડીજે સાથે પોલીસ રહેશે, લાઈવ રેકોર્ડિંગ થશે,
- 10,000 કરતા વધુ મૂર્તિઓનું વિવિઘ કૃત્રિમ તળાવોમાં વિસર્જન થશે, 1800 જેટલાં મંડળો રજીસ્ટર થયા
- 3 ક્વિક રિસ્પોન્સ ટીમ રહેશે, 44 સી ટીમો કાર્યરત રહેશે
-
દમણમાં વરસાદી માહોલ વચ્ચે પડી વીજળી
- સંઘપ્રદેશ દમણની ઘટના સામે આવી છે.
- સંઘ પ્રદેશ દમણમાં વરસાદી માહોલ વચ્ચે પડી વીજળી
- દમણના દેવકા બીચ પર વીજળી પડી
- રાત્રી દરમિયાન બીચ ઉપર કોઈ ઓન વ્યક્તિ ન હોવાના કારણે મોટી દુર્ઘટના તળી
- વીજળી પડવાની ઘટના કેમેરામાં થઈ કેદ
-
-
વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો
- વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં ધોધમાર વરસાદ
- વલસાડ, ધરમપુર, કપરાડા સહિત સંઘ પ્રદેશ માં વરસાદી માહોલ
- વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ આવી સામે
- સંઘપ્રદેશ દમણમાં વીજળી પડવાની ઘટના મોબાઈલ માં થઈ કેદ
- તો વલસાડ ખાતે ભારે વરસાદમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી
- મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ભારે વરસાદમાં ડી.જે ના તાલે જુમ્યા
-
વડોદરાના શિનોરમાં વરસાદની તુફાની બેટિંગ
- શિનોરમાં દિવસભર અસહ્ય ગરમી બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠિયા હતા લોકો
- શિનોર, સેગવા, સાધલી, સહિત ડભોઇ રોડ, કરજણ રોડ, વડોદરા રોડ પર વરસાદ
- સાધલી માં વરસાદ ની ધમાકેદાર બેટિંગ ને લઈ 20 મિનિટ વિઝ ગુલ થતા છવાયો હતો અંધાર પટ્ટ
- શિનોર ના મેન બજારો માં વરસાદી પાણી વહેતા થતા મેન બજારો માં વરસાદી પાણી નદીની જેમ થયા હતા વહેતા
- શિનોર તાલુકા પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
-
દાહોદમાં SOGએ ઝડપી પાડયુ નશાનું વાવેતર
SOG એ જેતપુર ગામથી 50 કિલો જેટલુ ગાંજાનું વાવેતર ઝડપી પાડયું છે. જેતપુર ગામના મછાર ફળીયા રેહતા સામટી ફતીયાભાઈ મછારના ખેતરમાં નશાનું વાવેતર (ગાંજા)નું વાવેતર કરેલ હોવાની બાતમીના આધારે કરી હતી જેમાં SOGએ રેડ કરી છે. ગેરકાયદે વાવેતર કરેલ 54 જેટલા ગાંજાના છોડ સાથે પોલીસે એકને ઝડપી પાડી એનડીપીએસ મુજબનો ગુન્હો દાખલ કરાયો છે.
-
ડભોઇ શહેર અને તાલુકા એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ડભોઇ શહેરના પોલીસ લાઈન રબારી વાઘા શિનોર ચોકડી અંબિકા સોસાયટી વિમલ સોસાયટી સરિતા ફાટક જલારામ નગર વણકર વાર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ડભોઇ તાલુકાના શીરોલા રાજવી અંગુઠણ વણાદર કડોદરા બગલીપુરા કરનાળી આશાપુરા વીઘા જેવા વિસ્તારોમાં વરસાદ છે. વહેલી સવારથી લોકો ગરમીથી હતા પરેશાન વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. રોડ રસ્તા પાણી પાણી થયા છે.
-
દિલ્હીના સમયપુર બદલીમાં જ્વેલરીની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટ.
દિલ્હીના જંગપુરામાં જ્વેલરીના શોરૂમમાં રૂ. 25 કરોડની ચોરીનો મામલો હજુ ઉકેલાયો ન હતો ત્યારે સમયપુર બદલી વિસ્તારમાં અન્ય એક જ્વેલરીની દુકાનમાં બદમાશોએ લૂંટ ચલાવી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બપોરે ત્રણ છોકરાઓ દુકાનમાં ઘૂસ્યા હતા અને બંદૂકની અણીએ દુકાનમાંથી લાખોની કિંમતનું સોનું લૂંટી લીધું હતું. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
-
નવસારી જિલ્લામાં ગણપતિ વિસર્જનને લઈને તૈયારીઓ પૂર્ણ
- જિલ્લામાં ગણપતિ વિસર્જનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કૃ દેવાઈ છે.
- નવસારી શહેર અને જિલ્લામાં નદીઓ કિનારે તથા દરિયા કિનારે કરવામાં આવશે વિસર્જન
- ઉભરાટ, દાંડી, અંજલ માછીવાડ, બોરસી માછીવાડ જેવા દરિયાકિનારા ઉપર કરવામાં આવશે વિસર્જન
- જિલ્લાની 2000થી વધુનું પોલીસ દળ વિસર્જનના બંદોબસ્તમાં જોડાશે
- જિલ્લામાં 10,000થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું કરવામાં આવશે વિસર્જન
- જિલ્લામાં ટોટલ 10 થી વધુ માર્ગોને વન વે જાહેર કરવામાં આવ્યા
- જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું બહાર પાડી કરવામાં આવ્યા વનવે
-
સુરતન સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે
સુરતીઓ માટે મોટી વાત ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજીના વરદહસ્તે સુરતને સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
-
સુરતના ગોડાદરામાં 13 વર્ષની વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત
સુરતના ગોડાદરામાં 13 વર્ષની વિદ્યાર્થીનું બેભાન થયા બાદ મોત થયું છે. શાળામાં જ વિદ્યાર્થીની બેભાન થઇ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બેભાન થયા બાદ તેણીને હોસ્પિટલ લઇ જવાતા મૃત જાહેર કરાઈ હતી. કાપડ વેપારીની દીકરી ધો.8 માં અભ્યાસ કરતી હતી. ચાલુ ક્લાસ દરમ્યાન બેભાન થતા તેણીને ફોઈને બોલાવીને હોસ્પિટલ લઇ જવાઈ હતી. વિદ્યાર્થીના મોતનું કારણ પીએમ રીપોર્ટ બાદ જ બહાર આવશે.
-
સુરતમાં વધુ એક 20 વર્ષિય યુવકનું હાર્ટએટેકથી મોત
‘સાયલન્ટ કિલર’ સતત યુવાઓનો ભોગ લઈ રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક 20 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. કાપોદ્રામાં બપોરના જમ્યા બાદ બેભાન થઈ જતા રત્નકલાકારનું મોત નિપજ્યું. હાર્ટએટેકથી યુવકનું મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. બેભાન થઈ જતા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડ્યો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોત અંગે વધુ માહિતી સામે આવશે.
-
બારડોલી નગરના ગાંધીરોડ પર આવેલ દુકાનમાં ચોરીની ઘટના
- સુરતમાં બારડોલી નગરના ગાંધીરોડ પર આવેલ દુકાનમાં ચોરીની ઘટના
- ગાંધીરોડ પર આવેલા આચાર્ય મહાપ્રગન મેડિકલ સ્ટોરમાં રાત્રીના સમયે થઈ ચોરી
- ચોર શખ્સોએ દુકાનનું શટલ તોડીને મેડિકલ સ્ટોરમાં ચોરી કરવા ગયા હતા
- સ્ટોરના ગલ્લામાં રાખેલા મોબાઈલ રોક્કડ રકમ મળી 1.5 લાખની ચોરી કરી
- ચોરીની ઘટના સીસીટીવી થઈ કેદ
- મેડિકલ સ્ટોરના મેનેજરે બારડોલી પોલોસ ખાતે ફરિયાદ કરી
-
મોદી સન્સ કંપનીમાં 10.500 ગ્રામ ચાંદીના વાયરની ચોરી
- વલસાડના વાપી GIDCમાં આવેલી મોદી સન્સ કંપનીમાં 10.500 ગ્રામ ચાંદીના વાયરની ચોરી
- 7.77 લાખની ચાંદીના વાયરની થઈ હતી ચોરી
- કંપનીમાં વાયર ડ્રો ડિપાર્ટમેન્ટના લો-વોલ્ટેજ પ્લાન્ટમાં કન્ટ્રક્શનનું કામ કરવા આવેલા મજૂરોએ કરી હતી ચોરી
- વાપી GIDC પોલીસે એક સગીર સહિત 3 કરી ધરપકડ
-
ગોધરા કાંડના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની પ્રતિક્રિયા
વડાપ્રધાનના ગોધરા કાંડના નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહેલાં મુદ્દાઓ નીચે મુજબ
- અટલ બિહારી વાજપેયીએ પણ રાજ ધર્મ નીભાવવવા એમને કહ્યું હતું
- આ બધું ગુજરાતમાં બન્યું હતું અને ગુજરાતની જનતા જાણે છે
- જ્યારે એમના વડાપ્રધાન એમને સલાહ આપી ચૂક્યા હોય ત્યારે મારે કંઈ કહેવાનું રહેતું નથી
- વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટમાં ગોધરા કાંડ વિશે કોંગ્રેસ પર સાધ્યું હતું નિશાન
- ગુજરાત કોંગ્રેસનુ પ્રતિનિધી મંડળ રાજ્યપાલ સાથે કરશે મુલાકાત
- પુરની ન્યાયીક તપાસ માટે હાઇકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતા વાળુ તપાસ પંચ રચના કરશે માંગ
- નર્મદા નદીમાં આવેલા પુર અંગે કરશે રજૂઆત
- કોગ્રેસનો દાવો છે નર્મદા નદીમાં આવેલું પુર માનવ સર્જીત
- પુરના કારણે નાના વેપારી , નાગરીકોની ઘરવખરી અને ખેડુતોને થયેલા નુકસાનનુ પુરતુ વળતર આપવા કરાશે માંગ
- પુર માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા કરશે રજૂઆત
-
અમરેલી વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘ મહેર
વીજળીના કડાકા અને ભારે પવન સાથે મેઘ મહેર શરૂ થઈ છે. ભારે પવનથી કન્યા વિદ્યાલય પાસે મેઈન રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું. ઘટનામાં કોઈ જાનહાની નથી. મહત્વનુ છે કે સુરગપરા મેઈન રોડ ઉપર મોટું વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ થયો હતો. વડિયા પંથકમાં વરસાદી માહોલ દેવળકી, બાટવાદેવળી, બરવાળા, બાવળમાં પણ મેઘ મહેર છવાઇ છે. ધીમીધારે વરસાદથી લોકોને ગરમીના ઉકળાટથી રાહત મળી છે.
-
સુરતમાં શ્વાનનો આતંક યથાવત
- લીંબાયત સ્થિતિ પ્રતાપ નગરમાં બાળક પર શ્વાનએ કર્યો હુમલો
- એક મહિનામાં પાંચ લોકો પર કર્યો હુમલો
- પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી
- પરિવાર બાળકને લઈ સિવિલ હોસ્પિટલ પહોચ્યુ
-
ઓલપાડ તાલુકામાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ
- સુરતના ઓલપાડમાં ઘરફોડ ચોરી કરતાં આરોપી ઝડપાયા છે.
- ઉમરા ગામે થોડા દિવસ અગાઉ એક ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
- Lcb પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ ઇસમોની અટક કરી
- ચોરી કરેલ સોનાના દાગીના,મોપેડ,રોકડ,મોબાઈલ સહિત 1.44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
-
રામમંદિરના ગર્ભગૃહ અને પ્રથમ માળનું ફ્લોરિંગનું કામ પૂર્ણ
Ram Mandir: રામજન્મભૂમિ પર બની રહેલા ભવ્ય રામ મંદિરનું કામ હવે વધુ ઝડપે થઈ રહ્યું છે. આ ત્રણ માળનું મંદિર બનવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ, રામ લલ્લાના અભિષેક પહેલા અહીં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ કરવું પડશે. આવી સ્થિતિમાં ગર્ભગૃહ સંપૂર્ણપણે તૈયાર છે, પરંતુ હજુ 35થી 40 ટકા કામ બાકી છે. રામ મંદિરના પહેલા માળની સીડીઓ તૈયાર થઈ ગઈ છે, પરંતુ થાંભલાનું કામ હજુ 50 ટકા બાકી છે.
-
PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ
-
વડોદરામાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં પહોંચ્યા PM મોદી, સ્વાગત સત્કાર માટે ઉમટી 20 હજારથી વધુ મહિલાઓ
Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડોદરા પહોંચ્યા છે અને પીએમના સ્વાગત સત્કાર માટે વડોદરા ભાજપ મહિલા મોરચા દ્વારા નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં 20 હજારથી વધુ મહિલાઓ પીએમને આવકારવા માટે પહોંચી છે.
-
Vadodara: વડાપ્રધાન મોદી નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા
Vadodara: વડાપ્રધાન મોદી નવલખી ગ્રાઉન્ડ પહોંચ્યા
-
છોડાઉદેપુરના બોડેલીમાં PM મોદીના હસ્તે કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
પીએમ નરેન્દ્ર મોદી છોડાઉદેપુરના બોડેલીમાં 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. જેમાં શિક્ષણ વિભાગના મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 4505 કરોડના વિકાસ કાર્યો પણ સામેલ છે. 4505 કરોડના કાર્યોમાં 1426 કરોડના કામોનું લોકાર્પણ અને 3079 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
-
Bhavanagar : ભાવનગરના NCCના ગ્રાઉન્ડ પર 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારુનો કરાયો નાશ
Bhavanagar : રાજ્યમાં અવારનવાર પ્રતિબંધિત નશાકારક પદાર્થો મળી આવતા હોય છે. પરંતુ દારુબંધી જાણે કાગળ પર જ હોય તેવી સ્થિતિ જોવા મળે છે. તો આ તરફ આજે ભાવનગરમાં બે કરોડથી વધુ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. સીદસરથી વરતેજ જવાના રોડ પર એનસીસીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરાયો હતો.
પોલીસ અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થા ઉપર JCB અને રોલર ચલાવવામાં આવ્યું હતું. દારૂની કિંમત આશરે બે કરોડથી વધુ હોવાનું પોલીસનું અનુમાન છે. ચેકિંગ અને રેડ દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી ભારતીય બનાવટી દારૂ પકડયો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે. તો પ્રશ્નએ થાય છે કે રાજ્યમાં દારુબંધી છે છતા પણ આટલો દારુ ક્યાંથી રાજ્યમાં આવી રહ્યો છે.
-
Gujarat News Live : અગાઉની સરકાર ગુજરાત આવતા વિદેશી મૂડીરોકાણકારોને ધમકાવતી હતી-પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યં કે, ગુજરાતના વિકાસથી દેશનો વિકાસની વાત પહેલેથી જ કહેતો આવ્યો છુ. પરંતુ આ વાત અગાઉની સરકાર સાંભળતી નહોતી. વિકાસ આડે રોડા નાખવામાં આવતા હતા. વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા. આમ છંતા રોકાણકારો આવ્યા અને રોકાણ કર્યું.
-
Gujarat News Live : પંજાબના પૂર્વ સીએમ અમરિંદર સિંહના પૂર્વ મીડિયા સલાહકારના ઘરે દરોડા
પંજાબના પટિયાલામાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના પૂર્વ મીડિયા સલાહકાર ભરતેન્દ્ર સિંહ ચહલના ઘરે વિજિલન્સે દરોડા પાડ્યા છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજિલન્સ ટીમ ચહલની ધરપકડ કરવા પહોંચી છે.
-
Gujarat News Live : વન નેશન વન ઈલેકશનને લઈને આજે કાયદા પંચની બેઠક
એક દેશ એક ચૂંટણીને લઈને, આજે કાયદા પંચની સવારે 11 વાગ્યે એક બેઠક યોજાવાની છે. એક દેશ એક ચૂંટણી માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદના અધ્યક્ષસ્થાને રચાયેલી સમિતિએ, કાયદા પંચ સહિતની સંસ્થાઓ અને રાજકીય પક્ષો પાસે અભિપ્રાય માગ્યો છે.
-
Gujarat News Live : સાયન્સ સિટીમાં પહોચ્યા PM મોદી
અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે વાયબ્રન્ટ ગુજરાતગ્લોબલ સમિટની સફળતાના 20 વર્ષની ઉજવણી કરવામાં આવશે. PM નરેન્દ્ર મોદી, સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી નિમિત્તે યોજાનાર કાર્યક્રમને સબોધન કરશે.
-
Gujarat News Live : ખાલિસ્તાનીઓ પર NIAનો સકંજો, 6 રાજ્યોના 50 સ્થળોએ દરોડા
ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર સામે NIAએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. દેશના કુલ 6 રાજ્યોમાં NIAએ દરોડા પાડ્યા છે. પંજાબ, હરિયાણા સહિત 6 રાજ્યોમાં 50 ઠેકાણે દરોડા પાડ્યા છે. પંજાબમાં 30, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4 જગ્યાએ NIAએ દરોડા પાડ્યા છે. ઉત્તરાખંડમાં 2, ઉત્તરપ્રદેશમાં 1, દિલ્લી-NCRમાં પણ 1 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાલિસ્તાનીઓ, ગેંગસ્ટર, ડ્રગ્સ ડિલર પર સકંજો કસવામાં આવ્યો છે. ખાલિસ્તાની આતંકી અને ગેંગસ્ટરો વચ્ચેની ફન્ડિંગ ચેઈન તોડવા કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.
-
Gujarat News Live : ઈરાકમાં લગ્ન સમારોહમાં આગ લાગવાથી 100ના મોત, 150 ઘાયલ
ઉત્તરી ઈરાકમાં એક વેડિંગ હોલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાકના નિનેવેહ પ્રાંતમાં એક લગ્નમાં ભીષણ આગ લાગી હતી.
Published On - Sep 27,2023 6:26 AM