27 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સાતમા નોરતાથી વરસાદ બગાડશે ખેલૈયાઓની મજા, કાલે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ, અતિ ભારે વરસાદની આગાહી
આજે 27 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 27 સપ્ટેમ્બરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભરૂચમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓની બેફામ દાદાગીરી
રાજ્યમાં ટોલ પ્લાઝા વિવાદનો અડ્ડો બની ગયો હોય તેમ વારંવાર ટોલ પર થયેલી બબાલના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં ટોલ પ્લાઝાના કર્મચારીઓની દાદાગીરી મોબાઈલ વીડિયોમાં કેદ થઈ છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે બેથી ત્રણ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ ટ્રેલરચાલકને બેફામ માર મારી રહ્યા છે. આ મારમારી કઈ બાબતે થઈ રહી છે તે અંગે કોઈ માહિતી સામે નથી આવી પરંતુ અન્ય ટ્રકચાલકે વીડિયો ઉતારતા તેના સાથે પણ દાદાગીરી કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ વીડિયો સામે આવતાની સાથે જ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
કેન્દ્રીય રેલવેમંત્રી અશ્ચિની વૈષ્ણવે લીધી સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે સુરતમાં નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી અને નિર્માણ કાર્યની સમીક્ષા કરી.બુલેટ ટ્રેન માટે ભારતમાં પ્રથમ વખત 320 કિમી પ્રતિ કલાકની ગતિ માટે ટ્રેક ટર્નઆઉટ ઇન્સ્ટોલેશનનું કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઇન્સ્ટોલેનના કાર્યોનું નિરીક્ષણ કર્યું.
-
-
નીલ સિટી ક્લબમાં બબાલ, કોંગ્રેસ નેતાએ ભાજપ સાધ્યુ નિશાન
રાજકોટની નીલ સીટી ક્લબના ગરબામાં બબાલનો મુદ્દો તૂલ પકડી રહ્યો છે. ત્યારે આયોજક કમ પૂર્વ ધારાસભ્ય એવા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને આરોપ લગાવ્યો છે કે RSS, VHP અને બજરંગ દળ એક એજન્ડા પર કામ કરી રહ્યા છે. ઇન્દ્રનીલે સવાલ કર્યો કે, શું હવે અમારે ભાજપ પાસેથી શીખવું પડશે કે માતાજીની આરાધના કેવી રીતે કરવી? રાજ્યગુરૂએ દાવો કર્યો કે, તેમના ગરબા આયોજનમાં એક પણ હિન્દી ગીત પર ગરબા ગવાતા નથી.
-
વિરમગામમાં શાંતિ ડહોળવાના ઈરાદે યુવકે રીલ બનાવી
રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાવતી ઘટનાઓ વધી છે. તેવામાં હવે, વિરમગામમાં પણ વિવાદ સામે આવ્યો છે. એક શખ્સે અફવા ફેલાવીને શાંતિ ડહોળવાના હેતુથી રીલ અપલોડ કરી. વિવિધ રિક્ષાઓ પર જઈને પોસ્ટર લગાવ્યા અને ધમકી આપી. આ રીલ વાયરલ થયા બાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ પોલીસે આરોપીની અટકાયત કરી. જેની સામે બે કોમના લોકો વચ્ચે વિખવાદ પેદા થાય, વૈમનસ્ય પેદા થાય, વેરવૃત્તિ જન્મે તેમજ ધર્મની માન્યતાને લઈને ડરનો માહોલ ઉભો કરવા જેવા આરોપો લગાવાયા છે.
-
નવસારીમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર સામે માત્ર 10 દિવસમાં ચાર્જશીટ
બીલીમોરામાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આરોપીએ ઈન્સ્ટાગ્રામ થકી સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. જેથી પીડિતાને ગર્ભ રહી ગયો હતો. પરંતુ સગીરાએ આ વાત છુપાવી. પરંતુ 10 દિવસ પહેલા સગીરાને રાત્રિના સમયે પેટમાં અચાનક પીડા શરૂ થઈ અને બાથરૂમમાં જ તેને ગર્ભપાત થઈ ગયો હતો. દીકરીની સ્થિતિ જોતા પરિવાર હેબતાઈ ગયો. ગર્ભ બાબતે પૂછપરછ કરતા સદ્દામ હુસૈન સલમાનીનું નામ સામે આવ્યું હતું. ત્યારે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી અને આરોપીની ધરપકડ કરી. સગીરાને ઝડપથી ન્યાય મળે તે માટે મૃત ભૃણ અને આરોપીનું DNA ટેસ્ટ કરાવામાં આવ્યો અને તમામ પૂરાવા સાથે માત્ર 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી.
-
-
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ ડાંગમાં વરસાદી માહોલ છવાયો છે. ગિરિમથક સાપુતારા ખાતે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો. વરસાદને કારણે ગરબા રમવા થનગનતા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી છે. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં અચાનક કાળા ડિબાંગ વાદળો સાથે અંધારપટ છવાયો છે.
-
અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ, પાસ વગર ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં મચાવી ધમાલ
બોપલમાં વકીલ બ્રિજ પાસેના પાર્ટી પ્લોટમાં ગરબામાં મારામારીની ઘટના બની. જેમાં 5 જેટલા શખ્સોએ મફતમાં એન્ટ્રી માટે સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરતા હતા. ત્યારે ગેટ પર રહેલા સહ આયોજકે સમજાવાનો પ્રયત્ન કરતા તેની સાથે પણ બોલાચાલી કરી. 20થી વધુ લોકોનું ટોળું બોલાવી હુમલો અને તોડફોડ કરી. જેમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે સરખેજ પોલીસે 20થી વધુના ટોળા વિરુદ્ધ રાયોટિંગ સહિતનો ગુનો નોંધ્યો છે. જ્યારે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે પોલીસે CCTVની મદદથી અન્ય આરોપીઓની પકડવા તજવીજ હાથ ધરી છે.
-
વડોદરાઃ યુનાઈટેડ વેની વાયરલ રીલને યુવક-યુવતીએ કર્યો ખુલાસો
વડોદરાઃ યુનાઈટેડ વેના વાયરલ રીલને લઈને યુવક યુવતીએ ખૂલાસો કર્યો છે. વાયરલ રીલમાં દેખાતા યુવક યુવતીઓ સામે આવ્યા છે. વિલ્સન અને તેની પત્નીએ આરોપોને નકાર્યા છે. વિસ્લને પોતાની પત્નીને કાનમાં કશુંક કહેતા હોવાનો દાવો કર્યો છે. ફોટોને બ્લર કરીને તેને ખોટી રીતે દર્શાવાઈ રહ્યા છે. વિલ્સને કહ્યુ હું મારી પત્નીથી 4 ઈંચ દૂર હતો. ધાર્મિક લાગણી દુભાઈ હોય તો બંને પતિ-પત્નીએ માફી માગી છે. દુષ્કર્મના આરોપોને લઈને કોર્ટમાં કાર્યવાહી છે, સત્ય બહાર આવશે.
-
રાજકોટ : ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ અને વિજિલન્સ ટીમ વચ્ચે બબાલ યથાવત
રાજકોટ : ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓ અને વિજિલન્સ ટીમ વચ્ચે બબાલ યથાવત છે. દુકાન બહાર માલસામાન રાખવા મુદ્દે બબાલ થઈ હતી. શેરીમાંથી માલસામા કબજે કરાતો હોવાનો વેપારીઓે આક્ષેપ કર્યો છે. વિજિલન્સના અધિકારી એને વેપારી વચ્ચેૂ બબાલનો વીડિયો વાયરલ થયો છે. દિવાળીના તહેવાર સમયે છેલ્લા ત્રણ દિવસથી દુકાનદારો અને પાથરણાવાળા વચ્ચે બબાલ ચાલી રહી છે.
-
વડોદરામાં યુનાઈટેડ વે ગરબાને ભગવા સેનાએ આપી ચીમકી
વડોદરામાં યુનાઈટેડ વેના ગરબાનો વિવાદ થયો છે. નવરાત્રિની ગરિમાને લાંછન લગાવતી ઘટના સામે રોષ ફેલાયો છે. ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે કડક કાર્યવાહીની માગ કરી છે. માતાજીના પ્રાંગણમાં આવી હરકત શરમજનક હોવાનુ ભગવા સેનાએ ગણાવ્યુ છે. હિન્દુ ધર્મમાં ન ફાવે તો જ્યાં આ હરકત ચાલતી હોય ત્યાં જાય. આવા કૃત્ય બંધ નહીં થાય તો ગરબા આયોજન બંધ કરાવીશું.
-
ગાંધીનગરના બહિયલમાં પથ્થરમારો કરનારા આરોપીઓ 4 દિવસના રિમાન્ડ પર
ગાંધીનગર: દહેગામના બહિયલમાં પથ્થરમારો કરનારા 5 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે જ્યારે અન્ય આરોપીઓને જેલ હવાલે કરાયા છે. 5 આરોપી મુખ્ય સૂત્રધાર મનાતા હોવાથી પોલીસે રિમાન્ડ માગ્યા હતા. સાત દિવસના રિમાન્ડની માગ સામે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અન્ય આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા છે. અત્યાર સુધી કુલ 66 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
-
અમદાવાદઃ પ્રગતિનગર પાસે હોર્ડિંગ રિક્ષા પર પડ્યું
અમદાવાદઃ પ્રગતિનગર પાસે હોર્ડિંગ રિક્ષા પર પડ્યું. સદનસીબે હોર્ડિંગ પડવા છતાં રિક્ષાચાલકનો બચાવ થયો છે. હોર્ડિંગ ખૂબ મોટુ હતુ અને દુર્ઘટના પણ સર્જી શક્તુ હતુ. જો આ હોર્ડિંગ લોકો પર પડ્યુ હોત તો જાનહાનિ પણ થઈ શક્તી હતી. હોર્ડિંગની પરવાનગી અને જવાબદારી અંગે સવાલ ઉઠી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર જોખમી રીતે હોર્ડિંગ લગાવાઈ રહ્યા છે.
-
અમરેલી: સાવરકુંડલામાં વેપારીઓ અને કિન્નરોની માથાકૂટ
અમરેલી: સાવરકુંડલામાં વેપારીઓ અને કિન્નરોની માથાકૂટ સામે આવી. દુકાનોમાં નવરાત્રિના નામે પૈસા ઉઘરાવવા જબરદસ્તી કિન્નરો ઘુસ્યા હતા. દુકાનદારોએ પૈસા આપવાની ના પાડતા કિન્નરોની અશ્લિલ હરકતો કરી હતી. બે-બે હજારની રકમ દુકાનદારો પાસેથી ઉઘરાવતા બબાલ થઈ હતી. તમામ વેપારીઓએ ભેગા મળી કિન્નરોને માર્યો માર. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ થયો હતો.
-
ક્વિક કોમર્સ એપ્લિકેશનના ચેકિંગમાં અખાદ્ય સામગ્રી ઝડપાઈ
ક્વિક કોમર્સ એપ્લિકેશનની બેદરકારીની ઘટના રાજકોટથી સામે આવી. રાજકોટ શહેરમાં મનપાના આરોગ્ય વિભાગના ચેકિંગમાં મોટાપ્રમાણમાં અખાદ્ય સામગ્રી ઝડપાઈ છે. રૈયા રોડ પર આવેલા બ્લિંકિટ કોમર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોરેજમાંથી ટેટ્રા પેક દૂધનો અખાદ્ય અને ખરાબ થઈ ગયેલ જથ્થો મળી આવ્યો. મનપાના આરોગ્ય વિભાગે 10 લિટર અખાદ્ય દૂધના જથ્થાનો નાશ કર્યો છે. આ ઉપરાંત યોગ્ય સ્થિતિમાં સ્ટોરેજ ન થતા મનપાએ નોટિસ ફટકારી છે. જો નોટિસ બાદ પણ સુધારો નહીં થાય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
-
અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. શાહીબાગ ફોરેન ઓફિસના પાર્સલમાંથી ગાંજો ઝડપાયો છે. પાર્સલમાંથી 52 લાખ 58 હજારની કિંમતનો ગાંજો જપ્ત કરાયો છે. ચોકલેટ અને બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજો મોકલાયો હતો. ગાંજાના પાર્સલ પર બ્રિટેનથી આવ્યા હોવાનો ઉલ્લેખ છે. SOG એ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
પોરબંદરમાં મહેર સમાજે બોલાવી મણિયારા રાસની રમઝટ
પોરબંદર જિલ્લાના મહેર સમાજની ઓળખ સમો “મણિયારો રાસ” એ માત્ર પ્રાદેશિક નૃત્ય પૂરતો સીમિત નથી પરંતુ “મણિયારો રાસે” દેશ-વિદેશ અને રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ ગુજરાતની સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. પોરબંદરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાંચમા નોરતે. મહેર સુપ્રીમ કાઉન્સીલે શૌર્યથી ભરપૂર મણિયારો રાસનો આયોજન કર્યું હતું. જેમાં ખેલૈયાઓ જમાવટ કરી હતી. મણિયારો રાસમાં પુરૂષ ખેલૈયાઓ હોય છે. ખેલૈયાઓ પોતાના વિશિષ્ટ સ્ટેપ્સ અને હાવભાવથી શક્તિનું પ્રદર્શન કરે છે. આ રાસ માટે ખાસ પરંપરાગત પોશાક હોય છે. પુરૂષો ચોયણી, આંગણી, પાઘ, બાઠીયુ, ખેસ અને કેડિયું ધારણ કરે છે. કોઈ નિરશ વ્યક્તિમાં પણ જોમ અને જુસ્સો ભરી દે તે પ્રકારની રજૂઆત “મણિયારો રાસ”માં હોય છે. ઢોલ અને શરણાઈના સૂર-તાલ પર, આ યુવાનો દેશી લાકડામાંથી બનેલા દાંડિયા સાથે લયબદ્ધ ઘૂમતા આ ખેલૈયાઓના દ્રશ્યો. આંખ અંજવવા માટે પૂરતા છે. પોરબંદરના મહેર સમાજે આ વારસો આજે પણ જીવંત રાખ્યો છે.
-
સુરત: લિંબાયતના બજરંગનગરમાં મહિલાના આપઘાત બાદ બબાલ
સુરત: લિંબાયતના બજરંગનગરમાં મહિલાના આપઘાત બાદ મૃતકના પરિવારે તેના સાસરે પહોંચીને કરી ઉગ્ર બબાલ કરી. મહિલાનું મોત નહીં પરંતુ હત્યા કરાઈ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો. પરિવારે મહિલાના પતિ અને તેની બહેનને ઢોર માર માર્યો. મામલો ઉગ્ર બનતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં પણ પરિવારના લોકોએ બન્નેને માર માર્યો હતો. પોલીસની ગાડી અટકાવી બન્ને બહાર કાઢીને લોકોએ માર માર્યો હતો. પોલીસે મામલો શાંત કરવા બળપ્રયોગ પણ કર્યો.
-
સાયલા તાલુકાના ડોળિયા ગામે ખેતર માલિકે કૂવામાં ધક્કો મારી શ્રમિકની હત્યા કરી
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોળિયા ગામે ખેતર માલિકે કુવામાં ધક્કો મારીને ખેત શ્રમિકની હત્યા કરી નાખી. આરોપી જયદિપ ચૌહાણ અને મૃતક વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી.આરોપીએ મૃતકને પહેલા ઝઘડો કરીને લાફા ઝીંક્યા હતા અને બાદમાં અપશબ્દો પણ બોલ્યા હતા. મૃતકના બહેને આરોપીને અટકાવતા આરોપી ઉશ્કેરાઈ જઈ. મૃતકને નજીકમાં આવેલા કુવામાં ધક્કો મારી દીધો હતો અને એટલામાં પાણીમાં ડૂબી જતા શ્રમિકનું મોત નીપજ્યું.
-
ગરબામાં અશ્લીલતા મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
ગરબામાં અશ્લીલતા મુદ્દે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું એ નિવેદન આપ્યુ કે ગરબામાં કોઇ પણ પ્રકારની અશ્લીલતા ચલાવી લેવામાં નહીં આવે, અશ્લીલ હરકતો કરનારા સામે લેવાશે કડક એક્શન, તમામ જિલ્લાઓના પોલીસ વડાને કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે.
-
નીલ સિટી ક્લબના આયોજકે લવજેહાદ મુદ્દે આપ્યુ મોટુ નિવેદન
છેલ્લા એક અઠવાડીયામાં બીજીવાર વિવાદમાં આવેલી નીલ સિટી ક્લબ ના આયોજક અને કોંગી નેતાની 27 સપ્ટેમ્બર, બુધવારને રાત્રે VHPના કાર્યકરો સાથે થયેલી બબાલ બાદ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં અન્ય ધર્મના લોકોને ગરબા ગ્રાઉન્ડમાં એન્ટ્રી આપવામાં મુદ્દે કોઈ આપત્તિ ન હોવાનું ગણાવ્યું અને કહ્યું કે, અન્ય ધર્મના લોકો ગરબા ગાવા આવે છે કે કલમા ગાવા?
-
અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ
અમદાવાદમાં વિદેશી પાર્સલની આડમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. શાહીબાગ ફોરેન ઓફિસના પાર્સલમાંથી ગાંજો ઝડપાયો. પાર્સલમાંથી 52 લાખ 58 હજારની કિંમતનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો. ચોકલેટ અને બિસ્કીટના પાર્સલની આડમાં ગાંજો મોકલાયો હતો. ગાંજાના પાર્સલ પર બ્રિટેનથી આવ્યા હોવાનો ઉલ્લેખ છે. SOG ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.
-
ભરૂચ: લાખોના ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ
ભરૂચ: લાખોના ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી. ડ્રગ્સનો જથ્થો મંગાવીને છૂટકમાં વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. મોપેડમાં ડ્રગ્સની હેરાફેરી કરતા સમયે પોલીસે આરોપીઓને ઝડપ્યા. કુલ 1 લાખ 68 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
-
ગાંધીનગરઃ નિયમ તોડતા વાહનચાલકો સામે ઝૂંબેશ
ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે મહાત્મા મંદિર રોડ પર વિશેષ ઝૂંબેશ શરૂ કરી છે..વહેલી સવારથી પોલીસે રસ્તા પર વાહનચાલકોની તપાસ કરીને નિયમ તોડનારા વાહનચાલકો સામે દંડની કાર્યવાહી હાથ ધરી છે..હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા ટુ-વ્હીલરચાલકોને પોલીસે દંડ ફટકાર્યો તો..વાહનોના કાચ પર બ્લેક ફિલ્મ લગાવનારા કારચાલકો સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવી..વાહનમાં માન્ય PUC પ્રમાણપત્ર ન હોવા બદલ પણ મેમો આપવામાં આવ્યા..તો ઓવર સ્પીડથી વાહન ચલાવનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવી
-
વડોદરા: યુનાઈટેડ વે ગરબામાં અશ્લીલ હરકતોનો ફરી વિવાદ
સતત બીજા દિવસે વડોદરામાં યુનાઈટેડ વે દ્વારા આયોજિત ગરબા કાર્યક્રમમાં ફરીથી અશ્લીલ હરકતોનો બનાવ સામે આવ્યો છે. આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં આ ઘટના પ્રત્યે ગહન રોષ ફેલાયો છે. ગરબાના પવિત્ર અને સમાંજસ્ય ભરેલા માહોલમાં આવી શરમજનક હરકતથી સમગ્ર સમાજ વિક્ષુભિત થયો છે. જનમહોલમાં શાંતિ જળવાઈ રહે અને આવી ઘટનાઓ ન ઘટે તે માટે લોકો કડક કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને ભવિષ્યમાં આવા કિસ્સાઓને રોકવા માટે પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી છે.
-
જામનગર : PGVCL કચેરી ખાતે ખેડૂતોનો વિરોધ
જામનગર જિલ્લાના ખીલોસ અને રણજીતપર ગામના ખેડૂતોએ વીજળી ન મળતા મધરાતે PGVCLની કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો ન મળતા ખેડૂતો પોતાના પાકની સિંચાઈ નથી કરી શકતા. ઉપરાંત આઠ કલાકમાં માત્ર ત્રણથી ચાર કલાક જ વીજળી મળતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે. વીજળીના ધાંધિયાથી કંટાળીને ખેડૂતોએ PGVCL કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આકરો વિરોધ નોંધાવ્યો હતો. PGVCLના અધિકારીઓએ વીજ પુરવઠો પૂરતો અને સમયસર મળી રહેશે તેવી ખેડૂતોને ખાતરી આપી છે.
-
વલસાડઃ APMCમાં મારામારીનો કેસ, આરોપી પિતા-પુત્રની ધરપકડ
વલસાડ APMC માર્કેટ યાર્ડમાં અચાનક ઘમાસાણ સર્જાયું ત્યારે ચેરમેન સાથે મારામારીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બે શખ્સોએ ચેરમેનને ઝીંકીને લાફા માર્યા હતા તેમજ ધમકી પણ આપી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે તરત જ કાર્યવાહી કરી આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને સુરક્ષાની દ્રષ્ટિએ APMC વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.
-
આજે ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ
ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે. વડાપ્રધાન મોદી વર્ચ્યુલી જોડાઇને ટ્રેનને આપશે લીલી ઝંડી .અમૃત ભારત ટ્રેન શરૂ થવાથી સામાન્ય મુસાફરો માટે આરામદાયક અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. સુરત અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી આ ટ્રેનની માંગણી ચાલી રહી હતી. અહીં રહેતા ઓડિશાના હજારો પરિવારોને તહેવારો કે રજાઓ દરમિયાન પોતાના વતન જવા માટે સીધી ટ્રેનની અછતને કારણે ઘણી મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ હવે આ નવી ટ્રેન શરૂ થવાથી તેમની મુસાફરી સરળ બનશે.
-
ગીર સોમનાથઃ તહેવારો પૂર્વે SOG અને ફૂડ વિભાગના દરોડા
ગીર સોમનાથઃ તહેવારો પૂર્વે SOG અને ફૂડ વિભાગના દરોડા. વોલ્ગા ઘી ડીપોમાં પોલીસ વિભાગે દરોડા પાડ્યા. ફૂડ વિભાગની ટીમોએ સેમ્પલ લેબ તપાસમાં મોકલ્યા. ભેળસેળ યુક્ત ઘીના વેચાણની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી.
-
ગીર સોમનાથઃ મૂળ દ્વારકા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો
ગીર સોમનાથઃ મૂળ દ્વારકા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો. જિલ્લા SOGએ બોગસ ડોક્ટરની ધરપકડ કરી. ડિગ્રી વગર એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાનો ખુલાસો થયો છે. દવાઓ સહિત 8 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.
Published On - Sep 27,2025 7:38 AM