AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતભરમાં 28થી 30 જૂન સુધી વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2023 | 12:03 AM
Share

આજે 25 જૂન રવિવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

25 જૂનના મહત્વના સમાચાર : ગુજરાતભરમાં 28થી 30 જૂન સુધી વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

આજે 25 જૂન રવિવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 25 Jun 2023 11:52 PM (IST)

    Gujarat News Live : હિમાચાલ પ્રદેશના મંડીમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન, નેશનલ હાઈવે બંધ

    હિમાચલ પ્રદેશની મંડી પોલીસે જણાવ્યું છે કે પંડોહ-મંડી NH પર ચારમીલથી સેવનમાઈલ વચ્ચે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને નેશનલ હાઈવે બંધ છે, જેને ખોલવામાં સમય લાગશે. કુલ્લુથી પંડોહથી સુંદર નગર ચંદીગઢથી નેર ચોક સુધીના નાના વાહનો ચેલ ચોકમાંથી પસાર થાય છે.

  • 25 Jun 2023 10:32 PM (IST)

    Gujarat News Live : બદ્રીનાથ નેશનલ હાઈવે ફરી ખુલ્યો

    કંચનગંગામાં ભારે પર્વત પરથી પથ્થર રોડ ઉપર ધસી આવવાના અને ભૂસ્ખલન થવાના કારણે બદ્રીનાથ ધામથી 4 કિલોમીટર પહેલા બદ્રીનાથ નેશનલ હાઈવે સંપૂર્ણપણે બંધ હતો. જેને તંત્ર દ્વારા હવે ખોલી દેવામાં આવતા અવરોધાયેલ ચારધામ યાત્રા ફરી શરુ થઈ છે.

  • 25 Jun 2023 10:29 PM (IST)

    Gujarat News Live : તમિલનાડુમાં માર્ગ અકસ્માત, 5ના મોત

    તમિલનાડુના ત્રિચી જિલ્લાના મનપરાઈ પાસે નેશનલ હાઈવે પર સરકારી બસ અને કાર વચ્ચે અથડામણમાં પાંચ લોકોના મોત થયા છે. ટાયર ફાટવાને કારણે કાર બેકાબૂ બની હતી અને સરકારી બસ સાથે અથડાઈ હતી. કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

  • 25 Jun 2023 10:06 PM (IST)

    Gujarat News Live : જમાલપુરમાં થયેલ ધમાલ મુદ્દે પોલીસે પકડ્યા આરોપીઓ

    અમદાવાદના  જમાલપુરમાં વિસ્તારમાં ગધાભાઈની ચાલી અને પીરબાઇ ધોબીની ચાલીમાં, ગઈકાલ શનિવારે મોડી રાત્રે સ્થાનિકો અને કિન્નરો વચ્ચે જૂથ અથડામણની ઘટનામાં સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનામાં સામેલ કિન્નરો અને સ્થાનિકોની ધરપકડ કરી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગધાભાઈની ચાલીમાં ઘણા સમયથી કિન્નરોનું જૂથ અને સ્થાનિક અલગ અલગ કોમના લોકો વસવાટ કરે છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.

  • 25 Jun 2023 08:14 PM (IST)

    Gujarat News Live : અમીરગઢ બોર્ડર પરથી મોટી માત્રામાં ચલણી નોટો ભરેલ બોક્સ સાથે કારચાલક ઝડપાયો

    ગુજરાતની અમીરગઢ બોર્ડર પરથી મોટી સંખ્યામાં ચલણી નોટો ઝડપાઈ છે. અમદાવાદ પાસિંગની કાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા ઝડપાઈ ગઈ છે. પોલીસે હાથ ધરેલ વાહન ચેકિંગ દરમિયાન શંકાના આધારે કારની તપાસ કરતા, કારમાંથી મોટીમાત્રામાં રોકડ ભરેલા બોક્સ મળી આવ્યા હતા. કારમાંથી મળી આવેલ રોકડના બોક્સને લઈને પોલીસે ચલણી નોટોની ગણતરી શરૂ કરી છે. પોલીસે અત્યારે તો કાર જપ્ત કરવા સાથે એક ઈસમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • 25 Jun 2023 07:50 PM (IST)

    Gujarat News Live : છોટાઉદેપુર સાંસદ ગીતાબેનની કારને નડ્યો અકસ્માત, થયો આબાદ બચાવ

    છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા સાંસદ જન સંપર્ક અભિયાન માટે જઈ રહ્યાં હતા તે સમયે, રંગલી ચોકડી પાસે અચાનક નીલ ગાય કાર સામે આવી જતા અકસ્માત થયો હતો. અકસ્માત સમયે સાંસદ ગીતાબેન રાઠવા અને પ્રદેશ યુવા મોરચાના ઉપ પ્રમુખ કારમાં સવાર હતા. સદનસીબે કાર ચાલક સહિત સાંસદ અને યુવા નેતા મુકેશ રાઠવાનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ સાંસદ જનસંપર્ક અભિયાન માટે પંચમહાલ જિલ્લાના જાંબુધોડા તાલુકાના ચાલવડ મુકામે પહોંચ્યા હતા.

  • 25 Jun 2023 07:16 PM (IST)

    Gujarat News Live : રાજકોટ શહેરમાં સાંજે વરસ્યો ધોધમાર વરસાદ, પોપટપરા અન્ડરપાસ વાહનો માટે કરાયો બંધ

    રાજકોટ શહેરમાં આજે સાંજે 4થી 6 સુધીના બે કલાકમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજકોટ મધ્ય અને પૂર્વમાં એક- એક ઈં વરસાદ વરસ્યો હતો. રાજકોટ પશ્ચિમમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ શહેરના પોપટપરા અંડરપાસમાં પાણી ભરાઈ જતા, વાહનચાલકો માટે અન્ડરપાસ બંધ કરી દેવાયો છે.

  • 25 Jun 2023 07:09 PM (IST)

    Gujarat News Live : પીએમ મોદીનું દિલ્હી એરપોર્ટ પર ભાજપ કરશે સ્વાગત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈજિપ્તથી ભારત આવવા રવાના થઈ ગયા છે અને તેઓ આજે રાત્રે લગભગ સાડા બાર વાગ્યે દિલ્હી પહોંચશે. PM મોદીનું સ્વાગત કરવા માટે દિલ્હીના તમામ BJP સાંસદો એરપોર્ટ પર પહોંચશે. દિલ્હી બીજેપી નેતાઓને રાત્રે 11.30 વાગ્યા સુધીમાં એરપોર્ટ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે.

  • 25 Jun 2023 06:57 PM (IST)

    Gujarat News Live : વિશ્વભરમાં આજે પાકિસ્તાનની નહી, ભારતના વિકાસની વાત થઈ રહી છે : નડ્ડા

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, આજે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અન્ય નેતાઓ વડાપ્રધાન મોદીને ‘ગ્લોબલ લીડર’ કહે છે. હવે જ્યારે વડાપ્રધાન વિદેશ જાય છે ત્યારે પાકિસ્તાનની કોઈ ચર્ચા થતી નથી. હવે માત્ર ભારતના વિકાસની ચર્ચા થાય છે. કોરોના અને યુક્રેન યુદ્ધ પછી વિશ્વમાં આર્થિક મંદી આવી હતી, પરંતુ ભારત એકમાત્ર એવો દેશ છે જે વિશ્વમાં ‘બ્રાઈટ સ્પોટ’ની જેમ ચમકી રહ્યું છે. આજે ભારત દસમા નંબરની અર્થવ્યવસ્થામાંથી છલાંગ મારીને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

  • 25 Jun 2023 06:28 PM (IST)

    Gujarat News Live : રાજકોટના ગોંડલના મોટા મહિકા ગામે વિજળી પડવાથી પરપ્રાંતિય મજૂરનું મોત

    રાજકોટના ગોંડલના મોટા મહિકા ગામે ખેતરમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરનું વિજળી પડવાથી મોત નિપજ્યું છે. નાના મહિકાથી મોટા મહિકા ગામે સંજયભાઈ માવજીભાઈ સગપરીયાની વાડીએ કામે ગયેલ મજૂર ઉપર વિજળી ત્રાટકી હતી. પરપ્રાંતિય સુનિલ મોહનસિંહ પરમાર ઉપર વિજળી પડતા તેને સારવારઅર્થે પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા તેને મૃત જાહેર કરતા સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો હતો

  • 25 Jun 2023 06:11 PM (IST)

    Gujarat News Live : ગુજરાતભરમાં 28થી 30 જૂન સુધી વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી

    જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ પડવા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આગામી 28થી 30 જૂન દરમિયાન વરસાદ પડશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રીય થઈ રહી છે. આ સિસ્ટમ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસાવશે.

  • 25 Jun 2023 06:00 PM (IST)

    મુંબઈ: વિલે પાર્લેમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત

    મુંબઈ: વિલે પાર્લેમાં બિલ્ડિંગ ધરાશાયી થતાં 2નાં મોત થયા છે જ્યારે 5 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.

  • 25 Jun 2023 05:46 PM (IST)

    બોટાદ: ગઢડા તાલુકાના હામાપર ગામે પાડલીયો નદીમાં આવ્યા ઘોડાપુર

    • હામાપર ગામના બે લોકો બાઈક પર નદીમાંથી પસાર થતાં પાણીનો પ્રવાહ વધારે આવતા બાઈક સાથે તણાયા
    • ગામલોકોએ એક બાઈક બહાર કાઢ્યું અને એક બાઈક પાણીમાં તણાયુ, બન્ને બાઇક ચાલકનો બચાવ
    • ભીમડાદ, રાજપરા, ખાખુઈ સહિતના ગામોમાં વરસાદ થતા હામાપર ગામની પાડલીયો નદીમાં આવ્યા ઘોડાપુર
  • 25 Jun 2023 05:03 PM (IST)

    Surat : સ્મીમેર હોસ્પિટલમાંથી 4 વર્ષીય બાળકનું અપરહણ, પોલીસે દંપતીની ધરપકડ કરી

    Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં(Smimer Hospital) એક ગર્ભવતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકનો(Child) જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર હતી. બીજી તરફ મહિલાનો અન્ય 4 વર્ષીય પુત્ર પરિવારજનો સાથે હોસ્પિટલ આવ્યો હતો આ દરમ્યાન આ 4  વર્ષીય પુત્રનું અજાણી મહિલા હોસ્પિટલમાંથી અપહરણ કરીને ફરાર થઇ ગયી હતી.

    બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

    એક તરફ પુત્રનો જન્મ અને બીજી તરફ બીજા પુત્રનું અપહરણ થઇ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. પરિવારે બનાવની જાણ પોલીસને કરતા વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી એક દંપતીની ધરપકડ કરી છે. લગ્નના ૨૦ વર્ષ બાદ દંપતીને સંતાન ન થતા બાળકનું અપહરણ કર્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

    મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા ગર્ભવતી હોય પ્રસુતિની પીડા ઉપડતા સ્મીમેર હોસ્પિટલ ખાતે ગાયનોકોલોજી વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી દરમ્યાન મહિલાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. પરિવારમાં પુત્રનો જન્મ થતા ખુશીની લહેર જોવા મળી હતી.

  • 25 Jun 2023 04:23 PM (IST)

    કડીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો, PM મોદીને કર્યા યાદ

    મહેસાણાના કડીમાં પંચામૃત માણેક મહોત્સવ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલે દિકરીના શિક્ષણનુ મહત્વ સમજાવ્યુ હતુ. મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, કન્યાઓમાં ડ્રોપ રેશીયો ઘટ્યો હોવાનુ કહ્યુ હતુ. અગાઉ 37 ટકા ડ્રોપ આઉટ થતો હતો. અગાઉ 100 ટકા નામાંકન બાળકીઓનુ થતુ નહોતુ અને એમાં 37 ટકા ડ્રોપ આઉટ હતો. હવે રાજ્ય સરકાર 100 ટકા નામાંકન કરાવવા પ્રયાસ કરે છે અને તેમાં ડ્રોપ આઉટ રેશીયો નહિવત કરવામાં આવ્યો છે.

  • 25 Jun 2023 03:57 PM (IST)

    Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદ, બિલ્ડિંગનો પહેલો માળ ધરાશાયી

    Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાનો પહેલો વરસાદ આફત બનીને આવ્યો છે. શનિવારથી મહાનગરમાં ભારે વરસાદને કારણે ઘાટકોપર વિસ્તારમાં રવિવારે એક ઈમારતનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જેના કારણે ઘણું નુકસાન થયું છે. છ લોકો કાટમાળ નીચે દટાયા હતા.

  • 25 Jun 2023 02:54 PM (IST)

    ઇજિપ્તના રાષ્ટ્રપતિએ PM મોદીને ‘ઓર્ડર ઓફ ધ નાઇલ’ એવોર્ડ એનાયત કર્યો

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ દ્વારા ઓર્ડર ઓફ ધ નાઈલથી નવાજવામાં આવ્યા છે.

  • 25 Jun 2023 02:34 PM (IST)

    ગાંધીનગર: રાજ્યનાં ૯૦થી વધુ ગામોમાં “આઓ ગાઁવ ચલે” અભિયાનનો પ્રારંભ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટનું ગાંધીનગર જિલ્લાના સરઢવથી રિ-લોન્ચ કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગરીબ, વંચિત, પીડિત, નાનામાં નાના અને ગ્રામીણ લોકો સુધી અદ્યતન આરોગ્ય સેવાઓ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 9 વર્ષમાં વ્યાપકપણે વિસ્તરી છે. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં મેડિકલ એજ્યુકેશનનો પણ જે વ્યાપ વધ્યો છે અને વધુ મેડિકલ કોલેજીસ શરૂ થતાં હવે દર વર્ષે રાજ્યમાં અંદાજે સાત હજાર જેટલા ડૉક્ટર્સ ઉપલબ્ધ થાય છે.

  • 25 Jun 2023 01:43 PM (IST)

    Rain Breaking: અમદાવાદ: હવામાન વિભાગની ચોમાસાને લઈને આગાહી

    • ગુજરાતમાં ચોમાસુ બેસ્યાની હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત
    • કેન્દ્રીય હવામાન વિભાગ બાદ ગુજરાત હવામાન વિભાગે કરી જાહેરાત
    • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ રહેશે
    • ચોમાસુ હાલ વેરાવળ અને ભાવનગર થી આનંદ લાઇન તરફ આગળ વધી રહ્યું છે
    • ચોમાસુ રાજ્યમાં 48 કલાકમાં વધુ પ્રોગ્રેસ કરશે
    • પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ
    • ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ રહેશે
    • પંચમહાલ. ખેડા. વડોદરા. આનંદ અને રાજકોટમાં ગત રોજ સૌથી વધુ 9 cm વરસાદ નોંધાયો
    • 25 જૂને વડોદરા,છોટા ઉદેપુર વલસાડ , દમન દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ
    • 26 જૂને સુરત , ભરૂચ , ગીર સોમનાથ માં ભારે વરસાદ
    • 27 જૂને ભારે થી અતિભારે વડોદરામાં રહેશે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે
    • સુરતમાં 28 જૂને ભારે થી અતિભારે વરસાદ રહેશે તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે
  • 25 Jun 2023 01:27 PM (IST)

    મિસ્ત્ર પ્રવાસનો બીજો દિવસ, અલ હકીમ મસ્જિદની મુલાકાતે પહોંચ્યા PM મોદી

    મિસ્ત્ર પ્રવાસનો બીજો દિવસ, અલ હકીમ મસ્જિદની મુલાકાતે પહોંચ્યા PM મોદી

  • 25 Jun 2023 01:11 PM (IST)

    કેન્દ્રીય હવામાન વિભાગની જાહેરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી શરુ થયુ ચોમાસુ

    કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થયો છે. કેન્દ્રીય હવામાન વિભાગ અનુસાર આ વર્ષે 10 દિવસ મોડુ ચોમાસુ શરુ થયુ છે. આ વર્ષે ચોમાસુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ચોમાસું શરૂ થયુ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્રના ભાગોમાં, ઉત્તર અરબી સમુદ્રના કેટલાક ભાગો, મુંબઈ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત મહારાષ્ટ્રના ભાગો તેમજ દિલ્હી અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસુ આગળ વધી રહ્યં છે.

  • 25 Jun 2023 12:46 PM (IST)

    Rain Breaking: ગુજરાતમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ, કેન્દ્રીય હવામાન વિભાગે જાહેરાત કરી

    ગુજરાતમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે જેની કેન્દ્રીય હવામાન વિભાગે જાહેરાત કરી છે.

  • 25 Jun 2023 12:41 PM (IST)

    Assam Floods: આસામમાં પૂરની સ્થિતિ ગંભીર!

    Assam News: આસામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરનો કહેર જોવા મળી રહ્યો છે. પાણી એટલી હદે ભરાયા છે કે જેનાથી જનજીવન ખુબ પ્રભાવિત થયુ છે. ત્યારે પૂરની આ ભયંકર સ્થિતિને લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે વાત કરી છે અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિનો સામનો કરવા માટે તમામ શક્ય કેન્દ્રીય મદદની ખાતરી આપી છે. આસામમાં પૂરની સ્થિતિને લઈને સંભવ એટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમિત શાહે રાજ્ય માટે શક્ય તેટલી મદદની ખાતરી આપી છે.

  • 25 Jun 2023 12:30 PM (IST)

    રાજકોટમાં ડમ્પરની અડફેટે મહિલા તબીબનું મોત, પોલીસે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી

    Rajkot : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના રાજકોટમાં પણ બની છે. રાજકોટમાં ડમ્પરચાલકની અડફેટે મહિલા તબીબનું મોત થયું છે. જો ઘટનાની વાત કરીએ તો રાજકોટના કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસેની છે. જ્યાં ટુ વ્હીલર પર જઈ રહેલા ડૉ.આયુષી વડોદરિયાને ડમ્પરચાલકે અડફેટે લેતાં મોત નીપજ્યું છે.

  • 25 Jun 2023 12:23 PM (IST)

    રાજકોટમાં દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો, એકની ધરપકડ

    Rajkot : દરગાહમાંથી 24 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. મુંજાવર હબીબશા ઉર્ફે મસ્તાન બાપુ પસ્તીવાડા પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. લોધિકા પોલીસે હબીબશા ઉર્ફે મસ્તાન બાપુની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ અગાઉ સુરતના કતારગામ રેલવેના પાટા પાસે આવેલા શૌચાલયના ભોય તળિયાના ખાલી ટાંકામાં બિન વારસી હાલતમાં 10 લાખથી વધુનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

  • 25 Jun 2023 12:21 PM (IST)

    PM Modi In Egypt: ભારતના 4000 શહીદ સૈનિકોનું ઈજિપ્તમાં મેમોરિયલ

    Egypt: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ અમેરિકાના પ્રવાસ બાદ હવે બે દિવસની ઇજિપ્તની મુલાકાતે છે. તેઓ શનિવારે અમેરિકાથી ઈજિપ્ત પહોચ્યાં હતા. અહીં પહોંચતા જ ઈજિપ્તના વડાપ્રધાન મુસ્તફા મદબૌલીએ એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતુ. અહીં પીએમ મોદીના ઈજિપ્ત પ્રવાસ પર ઘણા કાર્યક્રમો થવાના છે. આમાં સૌથી વધુ ચર્ચા હેલીઓપોલિસ મેમોરિયલની છે. પીએમ મોદી આજે આ સ્મારકની મુલાકાત લેવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.

  • 25 Jun 2023 12:16 PM (IST)

    નવી દિલ્હી: રેલવે સ્ટેશન પરિસરમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત

    નવી દિલ્હી રેલવે સ્ટેશન પરિસરમાં વીજ કરંટ લાગવાથી એક મહિલાનું મોત થયું છે. એફએસએલની ટીમ સ્થળ પર હાજર છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લેડી હાર્ડિન્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. તપાસ ચાલી રહી છેઃ દિલ્હી પોલીસ

  • 25 Jun 2023 11:52 AM (IST)

    Rain Breaking: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસ્યો વરસાદ

    હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં પંચમહાલના ગોધરામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ગોધરા અને ખેડાના માતરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ રાજકોટના લોધિકામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો વડોદરાના દેસરામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.

  • 25 Jun 2023 11:50 AM (IST)

    દેશને ટૂંક સમયમાં ભારતની પ્રથમ રેલરોડ ટનલ મળી શકે છે

    દેશને ટૂંક સમયમાં ભારતની પ્રથમ રેલરોડ ટનલ મળી શકે છે. રેલરોડ ટનલ એટલે કે તેના પર ટ્રેન અને મોટર વ્હીકલ (કાર-ટ્રક-બસ) બંને ચાલી શકે છે. તેનું નિર્માણ બ્રહ્મપુત્રા નદીની નીચે કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક સભાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો બધુ બરાબર રહ્યું તો તેમના કાર્યકાળ દરમિયાન જ તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.

  • 25 Jun 2023 11:35 AM (IST)

    નાસિક: ગૌમાંસ લઈ જવાની શંકામાં મોબ લિંચિંગ, 2ને માર માર્યો, 1નું મોત

    મહારાષ્ટ્રના નાસિકમાં કારમાં ગૌમાંસ લઈ જવાની શંકામાં એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. નાસિક જિલ્લાના સિન્નર ઘોટી હાઈવે પર ગંભીરવાડી પાસે બે લોકોને માર મારવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે 10 થી 15 અજાણ્યા લોકોએ 2 લોકોને માર માર્યો હતો.

  • 25 Jun 2023 11:09 AM (IST)

    વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક સર્જાયો અકસ્માત

    Vadodara : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના વડોદરામાં બની છે. વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક રાત્રે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જો અકસ્માતની વાત કરીએ તો બાઇક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા આ ઘટના બની હતી.

  • 25 Jun 2023 11:05 AM (IST)

    બનાસકાંઠા: પાલનપુરના કોજી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર તોડી દુકાનદારે રાતોરાત રસ્તો બનાવી દીધો

    પાલનપુરના કોજી વિસ્તારમાં હનુમાનજીનું મંદિર તોડી દુકાનદારે રાતોરાત રસ્તો બનાવી દીધો છે. 50 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર તોડી દુકાનદારે રસ્તો બનાવતા ભક્તોમાં રોષ છે ત્યારે સ્થાનિકો અહીંયા વર્ષોથી પૂજા અર્ચના કરતા હતા. ત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

  • 25 Jun 2023 10:57 AM (IST)

    વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક સર્જાયો અકસ્માત, ઘટના સ્થળે 2ના મોત

     Vadodara : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના વડોદરામાં બની છે. વડોદરાના અકોટા દાંડિયા બ્રિજ નજીક રાત્રે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. જો અકસ્માતની વાત કરીએ તો બાઇક ચાલકે વૃદ્ધાને ટક્કર મારતા આ ઘટના બની હતી.

  • 25 Jun 2023 10:35 AM (IST)

    Ahmedabad: જમાલપુર નજીકની ચાલીમાં કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણ, 4ની અટકાયત

    અમદાવાદના જમાલપુર નજીક ગધાની ચાલીમાં ગઈ કાલે કિન્નરો અને સ્થાનિકો વચ્ચે અથડામણની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આ બબાલ જૂની અદાવતમાં થઈ હોય તેવુ સામે આવી રહ્યું છે. સ્થાનિકો અને કિન્નરો વચ્ચેની અથડામણમાં એક વાહનને અને ટાયરને આગ લગાવવામાં આવી હતી.

    તેમજ એક ઘરમાં પણ આગ લાગવતા ઘરનો સામના બળીને ખાખ થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. આ જૂથ અથડામણની ઘટનામાં પોલીસે 4 લોકોની અટકાયત કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા આ વિસ્તારોમાં હાલ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

  • 25 Jun 2023 09:57 AM (IST)

    Mumbai: રાયગઢ-રત્નાગીરીમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

    હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રના રાયગઢ અને રત્નાગીરી માટે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે પાલઘર, મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

  • 25 Jun 2023 09:45 AM (IST)

    Gujarat Rains; અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી

    અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો, રાજ્યમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી

  • 25 Jun 2023 09:25 AM (IST)

    સુરતમાં DRIએ લાખો રૂપિયાનું સોનું ઝડપ્યું, બે આરોપી ઝડપાયા

    Surat : રાજ્યમાં અનેક વાર સોનાની સ્મગલિંગની થતી હોય તેવી ઘટના જોવા મળે છે. આવી જ એક ઘટના સુરતમાં પણ સામે આવી છે. સુરતમાં DRIએ સોનાની સ્મગલિંગ કરતા બેને ઝડપ્યા છે. બે યુવાનો પાસેથી 1100 ગ્રામ સોનું મળી આવ્યુ છે. શારજાહથી આવેલા યુવકો પાસેથી સુરતની DRIની ટીમે કુલ 65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  • 25 Jun 2023 08:45 AM (IST)

    Jamnagar: સાધના કોલોનીમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના અંગે કૃષિ મંત્રીએ સંવેદના વ્યકત કરી

    Jamnagar: જામનગર (Jamnagar) શહેરના સાધના કોલોની (Sadhana Colony) વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના જુના આવાસમાં એક બિલ્ડિંગ શુક્રવારે ધરાશાયી થયું હતું. જેમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે પાંચ લોકોને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવના બીજા દિવસે શનિવારે કૃષિ મંત્રી રાધવજી પટેલ વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનિકોને મળ્યા હતા.

    શહેરના જર્જરીત મકાનો દુર કરીને લોકોને સલામત આશ્રયસ્થાન મળે તે માટે તંત્ર સાથે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે હાઉસિંગ બોર્ડ દ્વારા ત્રણ વખત નોટીસ આપવામાં આવી હતી. જો કે સ્થાનિકોએ કોઈ નોટીસ મળી ન હોવાનું જણાવ્યું છે.

  • 25 Jun 2023 08:41 AM (IST)

    કઝાકિસ્તાનમાં ભૂકંપના આંચકા, 4.5ની તીવ્રતા

    કઝાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 આંકવામાં આવી હતી. ભૂકંપનું મુખ્ય કેન્દ્ર 17.4 કિમી નીચે હતું. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

  • 25 Jun 2023 08:02 AM (IST)

    બિહારના હાજીપુરના વૈશાલી જિલ્લામાં ગેસ ગળતર

    બિહારના હાજીપુરના વૈશાલી જિલ્લામાં રાજ ફ્રેશ ડેરીમાં એમોનિયમ સિલિન્ડરમાંથી ઝેરી ગેસ લીક ​​થયો હતો. જેમાં એક મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે 30-35 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામની હાલત હાલ સ્થિર છે.

  • 25 Jun 2023 07:26 AM (IST)

    Mumbai Rains: મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ

    મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ

  • 25 Jun 2023 06:18 AM (IST)

    Gujarat News Live: આજે રાજ્યમાં 225 કેન્દ્રો પર યોજાશે TATની મુખ્ય પરીક્ષા, 60 હજાર ઉમેદવારો આપશે પરીક્ષા

    Ahmedabad:  રાજ્યમાં આજે TAT (Teachers Apptitude Test) ની મુખ્ય પરીક્ષા લેવાશે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આ પરીક્ષાના સેન્ટર આપવામાં આવ્યા છે. રાજ્યના 225 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે રાજ્યના 60 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. અગાઉ 18 જૂને આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે બિપરજોય વાવાઝોડાને પગલે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય કરાયો હતો. જે બાદ TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી હતી.

Published On - Jun 25,2023 6:18 AM

સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય લાભ થવાની સંભાવના છે, થાક અને તણાવમાંથી રાહત મળશે
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">