આજે 24 માર્ચને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…
ડીજી ઓફિસ ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ગુપ્ત બેઠક યોજાઈ છે. જેમાં ડીજીપી, એડીજીપી, આઈબી, સીઆઈડી એડીજીપી સહિતના અધિકારીઓ હાજર છે. ડીજી ઓફિસ ખાતે સવા બે કલાકથી બેઠક ચાલી રહી છે. ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોઇ મોટી કાર્યવાહી થવાના એંધાણ છે . આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ પણ હાજર છે.
રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ રૂપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે.
કિરણ પટેલના કેસમાં ગુજરાત CMOમાંથી હિતેશ પંડ્યાએ રાજીનામુ આપ્યું છે. નોંધનીય છે કે ઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો છે. કિરણ પટેલના કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ ચર્ચા હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.
રાજ્યમાં હજુ પણ 24 કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છમાં માવઠું પડી શકે છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે.
લોકસભાની વેબસાઈટ પરથી રાહુલ ગાંધીનું નામ સાંસદ તરીકે હટાવી દેવામાં આવ્યું છે.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા-સાસંદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ શુક્રવારે કહ્યું કે તેઓ ભારતના અવાજ માટે લડી રહ્યા છે અને કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છે. રાહુલ ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્યા બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે, હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
રાયપુરમાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું અને કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારો પણ થયો છે.
માનહાનિના મામલામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું છે. જ્યારે વિપક્ષ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે ત્યારે ભાજપે આ કાર્યવાહીનું સમર્થન કર્યું છે. દરમિયાન રાહુલ ગાંધીની પ્રથમ પ્રક્રિયા આવી ગઈ છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હું ભારતના અવાજ માટે લડી રહ્યો છું. હું કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છું.
રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા પર અનુરાગ ઠાકુરે કહ્યુ ‘વાયનાડના લોકોને છૂટકારો મળ્યો’
બીજેપી ધારાસભ્ય વિજેન્દર ગુપ્તાને દિલ્હી હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે વિજેન્દર ગુપ્તાને વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. આ સાથે કોર્ટે વિજેન્દર ગુપ્તાને ગૃહની ગરિમા જાળવી રાખવાની સલાહ પણ આપી છે. જણાવી દઈએ કે વિજેન્દર ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાંથી 1 વર્ષ માટે સસ્પેન્શનના પ્રસ્તાવને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
રાહુલ ગાંધીના સાસંદ પદ રદ થવા મુદ્દે કોંગ્રેસે કહ્યું કે સંવિધાનના નિયમોનો ભંગ કરી સભ્યપદ રદ કરાયું છે.લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ છે. બે વર્ષની સજા પર સ્ટે મેળવવો પ્રાથમિકતા છે અને આ માત્ર કાનૂની મુદ્દો નહિ પરંતુ ગંભીર રાજકીય મુદ્દો છે કેમકે રાહુલને ગાંધીને સત્ય બોલવા બદલ સજા મળી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે અને ખાસ કરી ને ભારત જોડો યાત્રા બદલ રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે. અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા રાહુલ ગાંધી પર એક્શન લેવાયા છે. આ આ ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ છે.
રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે 24 માર્ચે આ સંદર્ભમાં એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 102(1)(E)ની કલમ 8 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 (representation of people’s act 1951) હેઠળ 23 માર્ચથી રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવ્યા બાદ ગુજરાતની એક અદાલતે તેમને સંસદના સભ્યપદને અયોગ્ય ઠેરવવાનું આધાર બનાવ્યું છે. લોકસભા સચિવાલયની આ સૂચના બાદ હવે ચૂંટણી વાયનાડ સીટ માટે પેટાચૂંટણીની જાહેરાત કરી શકે છે. તેમજ કોંગ્રેસના નેતાને સાંસદ તરીકે તેમને ફાળવવામાં આવેલ સરકારી બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવી શકે છે.
મોદી સરનેમના મામલે રાહુલ ગાંધીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ગુરુવારે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષિત ઠેરવ્યા બાદ શુક્રવારે તેમનું લોકસભાનું સભ્યપદ પણ રદ કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા આવો કિસ્સો કોંગ્રેસ માટે મોટો ફટકો છે. જો કે ગાંધી પરિવારમાં રાહુલ ગાંધી પહેલા તેમની દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી પણ સભ્ય બની ચૂક્યા છે.
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. ચૌધરીએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી આવા ષડયંત્રથી ડરતા નથી.
સૂત્રોને ટાંકીને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદ ભવનમાં તમામ OBC મંત્રીઓ સાથે બેઠક કરશે. જો રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવે તો ભાજપ દેશભરમાં પ્રચાર કરશે કે રાહુલે ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. જો રાહુલ ગાંધીની સદસ્યતા રદ થશે તો તમામ OBC મંત્રીઓ નિવેદન આપશે
રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવ્યા બાદ થયેલા હોબાળા વચ્ચે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના ઘરે પહોંચ્યા છે. માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ તમામ મુદ્દાઓ ભાજપનો નાશ કરશે.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત થઈ ગઈ છે. જો કે, રાહુલ માટે સદસ્યતા જાળવી રાખવાના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા નથી. તેઓ તેમની રાહતને હાઈકોર્ટમાં પડકારી શકે છે, જ્યાં સુરત સેશન્સ કોર્ટના નિર્ણય પર સ્ટે આવે તો સભ્યપદ બચાવી શકાય છે. જો હાઈકોર્ટ સ્ટે નહીં આપે તો સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવવો પડશે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે તો પણ તેમનું સભ્યપદ બચાવી શકાય છે. પરંતુ જો તેમને ઉપરની કોર્ટમાંથી રાહત નહીં મળે તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભાજપે તેમને ગેરલાયક ઠેરવવા માટે તમામ રીતો અજમાવી. જેઓ સત્ય બોલે છે તેમને તેઓ રાખવા માંગતા નથી, પરંતુ અમે સત્ય બોલતા રહીશું. અમે જેપીસીની માંગણી ચાલુ રાખીશું, જરૂર પડશે તો લોકશાહી બચાવવા જેલમાં જઈશું.
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતાની સમાપ્તિ સરમુખત્યારશાહીનું બીજું ઉદાહરણ છે. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે તેઓએ આ જ પદ્ધતિ શ્રીમતી ઈન્દિરા ગાંધી સામે પણ અપનાવી હતી અને તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. શ્રી રાહુલ ગાંધી દેશનો અવાજ છે જે હવે આ તાનાશાહી સામે વધુ મજબૂત બનશે.
श्री राहुल गांधी की लोकसभा सदस्यता खत्म करना तानाशाही का एक और उदाहरण है। बीजेपी ये ना भूले कि यही तरीका उन्होंने श्रीमती इन्दिरा गांधी के खिलाफ भी अपनाया था और मुंह की खानी पड़ी। श्री राहुल गांधी देश की आवाज हैं जो इस तानाशाही के खिलाफ अब और मजबूत होगी।
— Ashok Gehlot (@ashokgehlot51) March 24, 2023
રાહુલ ગાંધીની સદસ્યતા સમાપ્ત કરવા પર કોંગ્રેસે ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે કહ્યું છે કે રાહુલ ગાંધી રસ્તાથી સંસદ સુધી દેશ માટે લડી રહ્યા છે.
राहुल गांधी जी की लोकसभा सदस्यता ख़त्म कर दी गई।
वह आपके और इस देश के लिए लगातार सड़क से संसद तक लड़ रहे हैं, लोकतंत्र को बचाने की हर सम्भव कोशिश कर रहे हैं।
हर षड्यंत्र के बावजूद वह यह लड़ाई हर क़ीमत पर जारी रखेंगे और इस मामले में न्यायसंगत कार्यवाही करेंगे।
लड़ाई जारी है✊️ pic.twitter.com/4cd9KfG3op
— Congress (@INCIndia) March 24, 2023
રાહુલ ગાંધીના સંસદમાં જવાના નિર્ણયના થોડા સમય પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે જે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, સરકાર તેમના પર કેસ લાદી રહી છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ રદ કરવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અને સત્તાધારી પાર્ટીનો અસલી ચહેરો સામે આવ્યો છે.
રાહુલ ગાંધીને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થયા બાદ હવે રાહુલ ગાંધીનું સાંસદ તરીકેનું સભ્ય પદ રદ થયુ છે. 2019ના મોદી સરનેમ કેસમાં ગુરુવારે સુરત સેશન્સ કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. રાહુલની સંસદની સદસ્યતા રદ કરવા માટે સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષિત જાહેર કરવા પૂરતું છે. જો કોર્ટના નિર્ણય પર જલદી સ્ટે નહીં મુકાતા તેમનું સભ્ય પદ રદ થયુ છે. ત્યારે હવે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.
ધીરેન્દ્ર શાસ્ત્રી પર ગુરુવારે નવા વર્ષ નિમિત્તે ઉદયપુરના ગાંધી ગ્રાઉન્ડમાં આયોજિત ધર્મસભામાં ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો આરોપ છે. આ માટે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
ઉનાળાની શરુઆત થઇ ગઇ હોવા છતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આગાહી અનુસાર ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો કચ્છમાં જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ જિલ્લાના અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે કરન્ટ જોવા મળી રહ્યો છે. જખૌ પોર્ટ પર ભારે પવનને કારણે બોટ કિનારા નજીક ફંગોળાતી જોવા મળી રહી છે. અબડાસાના જખૌ પોર્ટ પર ભારે પવન ફુંકાઇ રહ્યો છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10: 31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. બીજી તરફ છત્તીસગઢના અંબિકાપુર સહિત આસપાસના વિસ્તારોમાં સવારે 10.39 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર સૂરજપુરના ભાટગાંવથી 11 કિમી દૂર હોવાનું કહેવાય છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ સત્તાધારી પક્ષ અને વિપક્ષ તરફથી આ નિર્ણય પર સતત પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસના નેતા અને પાર્ટીએ તેમના ઘમંડની સામે OBC સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ ઓબીસી સમાજ રાહુલ પાસેથી આ અપમાનનો બદલો લેશે.
ગુજરાતમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિશેષ વિકાસ માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઇકો ટુરીઝમ માટે સરકારે વિશેષ પ્રાધાન્ય આપીને કામો હાથ ધર્યા છે. પોરબંદરના પ્રભારી મંત્રી અને જળ સંપતિ તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિશ્વ જળ દિવસ નિમિત્તે પોરબંદરના મોકર સાગર સ્થળની મુલાકાત લીધી. અને અહીં પક્ષીઓના આશ્રય સ્થળને રૂ.200 કરોડના ખર્ચે વિકસાવવાના પ્રોજેક્ટ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વોચ ટાવર, બોડ વોક અને પી .પી .પી ના ધોરણે એકોમોડેશન કરાશે.
પાકિસ્તાને ફરી એકવાર પોતાની હરકતોથી દુનિયાની સામે શરમજનક સ્થિતિ સર્જી છે. હકીકતમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસીની નેશનલ પ્રેસ ક્લબમાં કાશ્મીરને લઈને ચર્ચા થઈ હતી. ત્યારે જ કેટલાક પાકિસ્તાનીઓ ત્યાં પહોંચી ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં આગ લાગી છે. તે કાશ્મીરમાં થઈ રહેલા વિકાસને પચાવી શકતો નથી. તેઓ કાશ્મીરમાં થયેલા ફેરફારો પર ચર્ચા કરવાનું પણ ચૂક્યા નથી.
ગુજરાત વિધાનસભાને હવે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવશે. આજથી ગુજરાત વિધાનસભા વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર શરૂ કરવામાં આવી છે. તમામ પ્રશ્નોત્તરી અને ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકવામાં આવશે. હાલ વેબસાઈટ ટ્રાયલ સ્ટેજ પર છે. જે પછી તમામ પ્રશ્નતરી મહ્ત્વમાં ડોક્યુમેન્ટ વેબસાઈટ પર મુકાશે.
ઉત્તર પ્રદેશમાં અર્બન બોડી ચૂંટણી કેસની સુનાવણી 27 માર્ચ, સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. ચૂંટણીમાં ઓબીસી અનામતના મુદ્દાની તપાસ માટે રચાયેલા પંચે સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો છે.
વન વર્લ્ડ ટીબી સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર હર મહાદેવ કહીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે કાશીમાં આયોજિત આ કાર્યક્રમથી હું ખૂબ જ ખુશ છું. પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે ભારતમાં ટીબી સામેની લડાઈનું નવું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતમાં ટીબી માટે સ્થાનિક ભાષામાં ક્ષય શબ્દ પ્રચલિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મતવિસ્તાર વારાણસી પહોંચી ગયા છે. તેઓ તેમના વારાણસી પ્રવાસ દરમિયાન અનેક વિકાસલક્ષી યોજનાઓનું શિલાન્યાસ કરવાની સાથે લોકોપયોગી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે.
રાંદેરમાં લોકોને રોકાણની લોભામણી સ્કીમ આપી ઠગતુ કોલસેન્ટર ઝડપાયુ છે. કોલ સેન્ટરના સંચાલક ઓનલાઈન ડેટાબેઝ ખરીદી લોકોનો સંપર્ક કરી ફોરેક્ષ માર્કેટમાં રોકાણની લોભામણી સ્કીમ આપતા હતા. વિવિધ એપ્લિકેશન દ્વારા નાણાં ભરાવીને લોકોને છેતરતા હતા.
વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત અજય બંગા તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે. પરંતુ નવી દિલ્હીમાં નિયમિત કોરોના પરીક્ષણ દરમિયાન, બંગા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેઓ આઇસોલેશનમાં છે. યુએસ નાણા વિભાગે ગુરુવારે આ માહિતી આપી છે.
Published On - 8:21 am, Fri, 24 March 23